AMC કમિશનરનો આદેશ:અમદાવાદમાં નાઈટ રાઉન્ડમાં મળેલી ફરિયાદોનો ચાર દિવસમાં નિકાલ કરો, નહીં તો ખુલાસા આપો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં નાગરિકોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ અને થતી કામગીરી મામલે અધિકારીઓ અને કર્મચારીઓની લાલિયાવાડીને બંધ કરી યોગ્ય કામગીરી થાય તેના માટે મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારેસન દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઈ અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓએ દર મહિનાની નક્કી કરેલી તારીખો મુજબ નાઇટમાં રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે. નાઈટ રાઉન્ડ દરમિયાન જે પણ ફરિયાદો અને અધિકારી દ્વારા વવોટ્સએપ ગ્રુપમાં જે ફરિયાદ મોકલવામાં આવી હોય તેનો ચાર દિવસમાં નિકાલ કરવાનો આજે આદેશ કર્યો છે. નાઈટ ચેકીગની ફરિયાદોનો સમયમર્યાદામાં નિકાલ નહી થયેલી ફરિયાદોના વિગતવાર રીપોર્ટ મ્યુનિસિપલ કમિશનરની વીકલી મિટીંગમા ઈ-ગર્વનન્સ ખાતા દ્વારા રજૂ કરવાનો રહેશે. તેમજ સી.સી.આર.એસ મા જે વિભાગની ફરિયાદનો નિકાલ બાકી હોય તેની માહીતી સાથે સંબંધિત ખાતાના અધિકારીએ વીકલી મિટીંગમા સાથે રાખી તેની સ્પષ્ટતા કરવાની રહેશે.

તમામ ફરિયાદ અપલોડ કરાવવા સૂચના
આ ઉપરાંત નાઈટ ચેકીંગ કરનાર સંબધિત અધિકારી/ સંબધિત ટીમના વડા અધિકારીએ નાઈટ રાઉન્ડ પૂર્ણ થયા બાદ બીજા દિવસે સવારે 11 વાગ્યા સુધીમાં તેમનો વિગતવાર રીપોર્ટ નમૂનાના પત્રકમા તેમજ ફરિયાદની માહીતી વિગતવાર ચેકીગ રીપોર્ટ ઈમેઇલથી સેન્ટ્રલ ઓફિસને તેના ફોટા સાથે મોકલી આપવાનો રહેશે. ચેકીગ દરમ્યાનની ફરિયાદની યાદી / ચેકીંગ રીપોર્ટ (શક્ય હોય તો ફોટા સાથે) TEAM AMC તથા DMC/AMCના વોટસએપ ગૃપમા મુકવાની રહેશે. જેથી સંબધિત ખાતાના અધિકારી દ્વારા ફરિયાદના નિકાલની કાર્યવાહી ત્વરીત હાથ ધરી શકાય. સેન્ટ્રલ ઓફીસ દ્વારા ઈ મેઈલમા આવેલ નાઇટ ચેકીગનો રીપોર્ટ મ્યુનિસિપલ કમિશનરની જાણમાં મુકવાનો રહેશે. તથા રીપોર્ટમા આવેલ ફરિયાદો પાલડી સી.સી.આર.એસ સેન્ટ્રર ખાતે સેન્ટ્રલ ઓફીસના કર્મચારીએ રૂબરૂમાં ઈ- ગર્વનન્સ ખાતા દ્વારા સૂચવેલ સંબધિત કર્મચારીનો સંપર્ક કરી, આવેલ તમામ ફરિયાદ સી સી આર એસ મોડ્યુલમાં અપલોડ કરાવવા પણ સૂચના આપી છે.

નાઈટ રાઉન્ડ લેવા અધિકારીઓને આદેશ
મ્યુનિસિપલ કમિશનર એમ થેનારેસન દ્વારા મ્યુનિસિપલ હોસ્પિટલો, પ્લોટસ, બગીચાઓ, બ્રીજ નીચેની જગ્યાઓ, રેનબસેરા, શેલ્ટર હોમ, વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન / વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડ્રેનેજ પંમ્પીગ સ્ટેશન, કાંકરીયા, રીવરફ્રન્ટ જેવા જાહેર સ્થળો, પરિવહન સેવાઓ, શહેરના જાહેર માર્ગો વગેરે જગ્યાએ નાઈટ રાઉન્ડ લેવા અધિકારીઓને આદેશ કર્યા છે. સફાઈથી લઈ અને યોગ્ય કામગીરી અંગેની જાણકારી મેળવવાની રહેશે. નાઈટ રાઉન્ડ દરમ્યાન ઝોનમા સ્કેપીંગ, સફાઈ વિગેરેના ચાલતા રાત્રી કામો (કોન્ટ્રાક્ટર અને ડીપાર્ટમેન્ટલી)નુ આકસ્મિક ચેકીંગ કરવાનુ રહેશે. મ્યુનિસિપલ મિલકતોની ચકાસણી, સ્ટાફની હાજરીની ચકાસણી, મિલકતમાં સાફ-સફાઇ, સ્ટ્રીટ લાઇટની ચાલુ-બંધની સ્થિતિ, ફર્નિચર-ફીકસચરની પરિસ્થિતિની ચકાસણી કરવાની રહેશે. નવા બનતા રોડનું પણ મોનીટરીગ કરવાનું રહેશે.

સિકયુરીટી પોઇન્ટની પણ ચકાસણી કરવાની
કચરો વધુ ભેગો થતો હોય તેવી જગ્યાઓ, કોમર્શિયલ કોમ્પલેક્ષ પાસે, પ્લોટો તેમજ જાહેર રસ્તા ઉપર પડેલ કચરો, કન્ટેઇનર બહારનો કચરો, કન્ટેઇનર ન ઉપડેલ હોય તો તેની તેમજ ન્યુસન્સ સ્પોટની ચકાસણી કરવાની રહેશે. સિકયુરીટી પોઇન્ટની પણ ચકાસણી કરવાની રહેશે. મ્યુનિસિપલ હોસ્પિટલો તેમજ અન્ય મ્યુનિસિપલ મિલકતમાં રાત્રિ દરમ્યાન ફરજ બજાવતા કર્મચારીની હાજરી, તેમજ મિલકતોની સ્વચ્છતાની ચકાસણી કરવાની રહેશે.

રીપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને મોકલવાનો
ઉપરોકત મિલકતો પૈકી રાઉન્ડ લીધેલા સ્થળોની વિગતો તેમજ અન્ય ધ્યાનમાં આવેલી બીજી કોઇ વિગતો અંગેની નોંધ કરી તે અંગેની જાણ ઇ-મેઇલ મારફતે સબંધિત ખાતાના અધિકારીને અને તેની નકલ BCC મારફતે મ્યુનિસિપલ કમિશનરને કરવાની રહેશે. તે જ રીતે સબંધિત ખાતા દ્વારા કરવામાં આવેલી કામગીરીની જાણ રાઉન્ડ લેનાર અધિકારીને ઇ-મેઇલ મારફતે કરવાની રહેશે તેમજ રાઉન્ડનો વિગતવાર રીપોર્ટ ભરી મ્યુનિસિપલ કમિશનરને ઈ મેઈલથી કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...