તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપલને લૂંટનારો પકડાયો:અમદાવાદમાં હોટલમાંથી બહાર આવતા કપલને નકલી પોલીસ બની SRPનો ડિસમિસ કોન્સ્ટેબલ લૂંટતો, ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કપલને લૂંટનાર ડિસમિસ એસઆરપી કોન્ટેસ્ટેબલને ઝડપી પાડ્યો છે - Divya Bhaskar
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કપલને લૂંટનાર ડિસમિસ એસઆરપી કોન્ટેસ્ટેબલને ઝડપી પાડ્યો છે
  • ક્રાઈમ બ્રાન્ચે આઇ-20 કાર, બાઈક, દાગીના અને રોકડ રૂ 3500 સાથે સાડા ચાર લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

અમદાવાદ શહેરની હોટલોમાંથી નીકળતા કપલનો પીછો કરી તેમને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ડરાવી ધમકાવી બળજબરીથી તેમના દાગીનાઓ અને રોકડા રૂપિયા પડાવતા SRPના ડિસમિસ કોન્સ્ટેબલને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસમાં કપલને લૂંટનાર ઈસમ પલ્સર તથા આઇ-20નો ઉપયોગ કરતો હોવાનું સામે આવ્યું હતું. તે કપલને પોલીસના નામે ડરાવી-ધમકાવી બળજબરીથી પૈસા પડાવતો હોવાની માહિતી મળતા ખાનગી બાતમીદારો દ્વારા તેને શોધવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

જશોદાનગર ચોકડીથી વટવા રહેતા ઈસમને ઝડપ્યો
બાતમી હકીકત આધારે ગઈકાલે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં જશોદાનગર ચાર રસ્તા પાસેથી આરોપી સલીમમીંયા હુસૈનમીંયા રાઠોડ (ઉ.વ.45) રહે. મ.નં. 402, અમન ગસટી, રાજુશાહ બાવાની દરગાહ પાછળ, બીબી તળાવ પાસે, વટવા , અમદાવાદ શહેર. મૂળ રહે. પઠાણવાડ, પ્રાંતિજ, જિ. સાબરકાંઠાને ઝડપી લઇ તેની પાસેથી મળી આવેલા સોનાના દાગીનાઓ (સોનાની ગવટીઓ નંગ-6, કાનની બુટીઓ નંગ-2, કાનસેર નંગ-2, કાનની કડીઓ નંગ-2 ) કિંમત રૂ.93,628/- , રોકડા રૂ.3500/-, આઇકાર્ડ, આઇ-20 કાર કિંમત રૂ.3,50,૦૦૦ મળી કુલ રૂ.4,47,128નો મદ્દામાલ કબ્જે કર્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ પણ રિકવર કરી છે
ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ પણ રિકવર કરી છે

આરોપી કપલ અને દેહવિક્રય કરતી યુવતીઓના દલાલોને શિકાર બનાવતો
ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડાયેલા આરોપીની પુછપરછ કરતા પોતે એસ.આર.પી. કોન્સ્ટેબલ તરીકે ડિસમિસ થયેલો હોવાનું જણાવ્યું હતું. અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોની હોટલોમાંથી બહાર આવતાં કપલ ગ્રાહકો તથા દેહવિક્રયકરતી યુવતીના દલાલોનો પીછો કરી બાદમાં રોકી પોલીસ તરીકેની ખોટી ઓળખો આપી ડરાવી ધમકાવી બળજબરીથી દરદાગીનાઓ અને પૈસા પડાવતો હતો.

ક્રાઈમ બ્રાન્ચે ટીમ બનાવીને આરોપીને ઝડપી પાડ્યો
ભોગ બનનાર લોકો સામાજીક બદનામીના ડરથી પોલીસ ફરિયાદ કે બીજી કોઇ કાર્યવાહી કરતા ન હતા. તેથી બેફામ બનેલો આ ડિસમિસ એસઆરપી કોન્સ્ટેબલે કપલને લૂંટવાનું ચાલુ રાખ્યું હતું. જેથી ક્રાઇમ બ્રાન્ચના જેસીપીની સુચનાથી પીઆઈ જે.પી.રોજીયાના માર્ગદર્શનમાં પીએસઆઈ આઇ.એસ. રબારી અને એસ.બી.દેસાઇ, કર્મચારીઓએ ટેક્નિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસમાં કપલને લૂંટનાર ઈસમ પલ્સર મો.સા. તથા આઇ-20નો ઉપયોગ કરતો હોવાનું સામે આવ્યું હતું. તે કપલને પોલીસની ખોટી ઓળખો આપી ડરાવી અને ધમકાવી બળજબરીથી પૈસા પડાવતો ઇસમ સલીમ રાઠોડ હોવાની માહિતી મળતા તુરત જ ખાનગી બાતમીદારો દ્વારા તેને શોધવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

કપલનો પીછો કરવા માટે આરોપી આઈ-20 કારનો ઉપયોગ કરતો હોવાથી તેને પણ પોલીસે કબજે કરી છે
કપલનો પીછો કરવા માટે આરોપી આઈ-20 કારનો ઉપયોગ કરતો હોવાથી તેને પણ પોલીસે કબજે કરી છે

આરોપીએ કબૂલેલા ગુનાઓ
(1) દોઢેક વર્ષ પહેલા નવરંગપુરા ઇન્કમટેક્ષ પાસે આવેલા માંગલ્ય હોટલમાંથી નીકળતા કપલનો પીછો કરી, રિઝર્વ બેંક પાસે રોકી યુવક-યુવતી બંન્ને પાસેથી રોકડા રૂ.34,500 પડાવી લીધા હતા. ત્યારબાદ તે યુવક દલાલ હોવાનુ લાગતા તેના ઘર સુધી પીછો કરી, રહેણાક સ્થળ જોઇ લીધા બાદ 6 મહિના પછી ફરીથી તેના ઘરે જઇ ક્રાઇમ બ્રાન્ચમાં પુછપરછ કરવાના બહાને બાઈક પર બેસાડી લઇ જઇ ત્રીસ હજાર રૂપિયા પડાવ્યા હતા. તેમજ એક મહિના પછી ફરીથી આ યવુકના ઘરે જઇ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
(2) પંદરેક દિવસ પહેલા નવરંગપુરા માંગલ્ય હોટલમાંથી નીકળેલી યવુતી પાસથી સોનાની ગવટી નંગ-4 પડાવી લીધી હતી.
(3) ચાર દિવસ પહેલા હીરાવાડી ચાર રસ્તા સિલ્વર હોટલમાંથી નીકળેલી સ્ત્રીનો ઓઢવ ફાયરબ્રિગેડ સુધી પીછો કરી તેને રોકી સોનાની બુટ્ટીઓ તથા કાનસેર અને કાનની કડીઓ પડાવી લીધી હતી.
(4) વીસેક દિવસ પહેલા જશોદાનગર ચટાકો હોટલ માંથી નીકળેલા કપલ પાસેથી વીંટી તથા રોકડા રૂપિયા પડાવી લીધા હતા.
(5) છેલ્લા છ મહિનામાં સરખેજ અંબર ટાવર પાસે આવેલા પેટ્રોલ પંપ સામે આવેલી હોટલમાંથી તથા કૃષ્ણનગર વિજય પાર્ક પેટ્રોલ પંપ પાસે આવેલી હોટલ, નારોલ તથા ગાંધીનગર મોટા ચિલોડા પાસે આવેલી હોટલ, રીલીફ રોડ, કાલુપુર, બાપુનગર વિસ્તાર અને અન્ય વિસ્તારોની હોટલોમાંથી બહાર નીકળેલા કપલનો પીછો કરી, રોકી રોકડા રૂગપયા પડાવી લીધા હતા.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ
(1) 2009માં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો કેસ
(2) 2012 માં પોલીસની ખોટી ઓળખ આપી બળજબરીથી પૈસા કઢાવી લેવાના ગુનામાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડીને નરોડા પોલીસ સ્ટેશનના 2 કેસોમાં તથા ચાંદખેડા પોલીસ સ્ટેશન, બાપુનગર પોલીસ સ્ટેશન, ઓઢવ પોલીસ સ્ટેશનના એક-એક ગુનામાં પકડાયેલો છે.