તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધુ એક આફત:અમદાવાદમાં કોરોના સિવાય સામાન્ય તાવ, શરદી-ઉધરસ તથા ઝાડા-ઉલટી જેવા રોગોમાં વધારો, ખાનગી ક્લિનિક બહાર દર્દીઓની લાઈન લાગી

અમદાવાદ13 દિવસ પહેલા
ક્લિનિક બહાર ઉભેલા લોકોની લાઈ�
  • અમદાવાદ શહેરમાં સીઝનલ બીમારીએ માથું ઉચકતા ક્લિનિક બહાર પણ દર્દીઓની લાઈન લાગી

કોરોના વાયરસની બીજી કહેર ઘાતક સાબિત થઈ છે જેને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મોટા ભાગે કોરોનાની સારવાર જ આપવામાં આવી રહી છે. ત્યારે અન્ય બીમારી કે સામાન્ય રોગના લક્ષણો ધરાવતા દર્દીઓને હવે ખાનગી ક્લિનિકમાં લાઈનમાં ઉભુ રહેવું પડ્યું છે. છેલ્લા કેટલાય સમયથી ખાનગી ક્લિનિકમાં અને ક્લિનિક બહાર દર્દીઓની લાંબી લાઇનો જોવા મળી રહી છે અને દર્દીએ કોરોના હોસ્પિટલની જેમ વેઈટિંગ કરવું પડી રહ્યું છે.

શહેરમાં તાવ, શરદી-ઉધરસના રોગોમાં વધારો
શહેરની મોટા ભાગની સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં હાલ કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે. જેના કારણે હવે સામાન્ય બીમારી હોય તો લોકો ક્યાં જવું તેને લઈને મુશ્કેલીમાં મુકાયા છે. આ સમયે ખાનગી ક્લિનિકમાં જવાનું હવે લોકોએ શરૂ કર્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી અન્ય બીમારી જેવું કે તાવ આવવો, શરદી - ઉધરસ, ઝાડા-ઉલટી જેવા રોગોમાં વધારો થયો છે જેના કારણે ખાનગી હોસ્પિટલમાં લોકોએ જવાનું શરૂ કર્યું છે. જેથી હવે શહેરની ખાનગી હોસ્પિટલમાં પણ હવે લાંબી લાઇન અને ભીડ જોવા મળી રહી છે.

કોરોનાથી સરકારી અને ખાનગી હોસ્પિટલો ભરાતા ક્લિનિક પર લોકો પહોંચ્યા
કોરોનાથી સરકારી અને ખાનગી હોસ્પિટલો ભરાતા ક્લિનિક પર લોકો પહોંચ્યા

હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ હોવાથી ક્લિનિક બહાર લાઈનો
ડૉ.સુકેતુ શાહે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યારે કોરોના સિવાય પણ ઋતુઓને કારણે શરદી ઉધરસ અને સામાન્ય તાવ તથા પેટને લગતી બીમારી જેવી કે ઝાડા ઉલટીના કેસો વધ્યા છે જેને કારણે ખાનગી હોસ્પિટલમાં લોકોનું ભરણ વધ્યું છે.જરૂરી નથી કે આ બધા લક્ષણો હોય તો કોરોના જ હોવો જોઈએ,લોકોએ આવા બીમારીથી ગભરાવું ના જોઈએ ડોકટરની સલાહ લઈને સારવાર મેળવવી જોઈએ.

અત્યારે લોકો ઈન્ટરનેટ કે અન્ય માધ્યમ દ્વારા જાણકારી મેળવીને હવે જાતે દવા લેવા લાગ્યા છે. હાલમાં કોરોનાનો જે દર્દી ઘરે દાખલ હોય તેઓ ઓક્સિજન ઓછું હોય તેના માટે એસ્પીડોસપર્મા નામની હોમિયોપેથીક દવાનો પણ ઉપયોગ જાતે જ કરી રહ્યા છે. પરંતુ તેવું ના કરવું જોઈએ. આ દવાનો ઉપયોગ ડોકટરની સલાહ લઈને કરવો જોઈએ કારણ કે જેમ રેમડીસિવિર ઇન્જેક્શનની ઘટ પડી છે તેમ આ દવાની પણ ઘટ પડી શકે છે.

તાવ, શરદી-ઉધરસ તથા ઝાડા-ઉલટીના રોગો વધ્યા
તાવ, શરદી-ઉધરસ તથા ઝાડા-ઉલટીના રોગો વધ્યા

દવા લેવા દર્દીઓનો ક્લિનિકમાં ધસારો
દિનેશ પટેલ નામના દર્દીએ જણાવ્યું હતું કે, તેમને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ સામાન્ય તાવ તથા શરદી ઉધરસ થઈ ગઈ છે જેને કારણે અડધો કલાકથી ક્લિનિક પર ઊભા છે જેમનો હવે નંબર આવશે. ત્યારે અન્ય એક દર્દીએ પણ જણાવ્યું હતું કે સામાન્ય તાવ આવતા તેઓ દવા માટે લેવા આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો