તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Discussion To Let Only Those Who Take 2 Doses Of Vaccine Sit In The Gambling Board, Entry Only To Regular Members; Strangers Are Not Allowed To Sit

અમદાવાદ પોલીસના દરોડા:જુગારના બોર્ડમાં રસીના 2 ડોઝ લેનારાને જ બેસવા દેવાની ચર્ચા, રેગ્યુલર મેમ્બરને જ એન્ટ્રી; અજાણ્યાને બેસવા નહીં દેવાય

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • છેલ્લા 10 દિવસમાં 300થી વધુ જુગારીની ધરપકડ કરાઈ

શહેરમાં આ વર્ષે કોરોનાની રસીના બે ડોઝ લેનારને જ જુગારના બોર્ડમાં બેસવા દેવાય તેવી ચર્ચા વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા ગ્રૂપોમાં ફરતી થઈ છે. ‘મારા ઘરે પત્ની - નાના બાળકો અને વૃદ્ધ માતા - પિતા છે, એટલે ચાલુ વર્ષે જો આઠમમાં પત્તા રમવા ભેગા થવંુ હોય તે મહેરબાની કરીને દરેક મેમ્બર કોરોનાની રસીના 2 ડોઝ લઈ લેજો.’ આ પ્રકારની ચર્ચાઓ સાતમ - આઠમ માં જુગાર રમવા ભેગા થતા સ્ત્રી - પુરુષોના ગ્રુપમાં થઈ રહી છે. આટલું જ નહીં કોઇ અજાણ્યા મેમ્બરને બોર્ડમાં નહીં લાવવા તાકીદ કરવામાં આવી રહી છે.

જો કે ચાલુ વર્ષે જુગાર રમવાના શોખીન લોકોમાં પણ કોરોનાની ગંભીર અસર જોવા મળી હતી. ઘણા ગ્રુપોમાં ખેલાડીઓ માટે રસીના 2 ડોઝ ફરજીયાત કરી દેવાયા છે, એટલું જ નહીં રસીના 2 ડોઝ નહીં લેનારા ખેલાડીને બોર્ડમાં એન્ટ્રી નહીં આપવાની પણ ચર્ચાઓ વોટસએપ ગ્રુપમાં થઈ રહી છે.

પકડાયેલા મોટાભાગના લોકો વેક્સિનેટેડ
અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં પોલીસે જુગારની 50 રેડ કરી છે. જેમાં સ્ત્રી - પુરુષો સહિત 300 કરતાં પણ વધારે માણસોની ધરપકડ કરી હતી. જો કે જુગાર રમતા પકડાયેલા માણસોની પોલીસે પૂછપરછ કરતા તેમાંથી મોટા ભાગના લોકોએ કોરોનાની રસીના 2 ડોઝ લઈ લીધા હોવાનું પોલીસનું કહેવું છે.

જુગારમાં પ્લાસ્ટિકના કોઈનનું ચલણ વધ્યું
અમદાવાદમાં શ્રાવણીયો જુગાર રમતા ખેલાડીઓ મોટા ભાગે (10 - 20), (20-40) અને (50-100)નું બોર્ડ રાખે છે. જ્યારે પરિવાર કે કુટુંબના સભ્યો સાથે જુગાર રમતા મોટા ભાગના લોકો 10 -20 નું બોર્ડ જ રાખતા હોય છે. જેથી 10 - 20 ની નોટો ભેગી કરીને રાખવાનું ચલણ વધ્યુ છે. જ્યારે બીજી બાજુ 5 - 10 હજાર કે તેનાથી વધારે રૂપિયાની બેંક કરીને જુગાર રમતા ખેલાડીઓમાં પ્લાસ્ટિકના કોઈનથી જુગાર રમનાનું ચલણ વધ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...