ઝડપી કામગીરીના આદેશ:અમદાવાદમાં ચોમાસામાં રોડની કામગીરીને લઈને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં ચર્ચા, 15 જૂન સુધીમાં તમામ કાર્ય પૂર્ણ કરવા આદેશ

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષ કરવા બે ગણા રોડ બનાવવા અને રિસરફેસ કર્યા હોવાનું જણાવતા માહિતી આપી

અમદાવાદ શહેરમાં આગામી ચોમાસા દરમિયાન રોડની કામગીરીને લઈને આજે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી. આગામી 15 જૂન સુધીમાં રોડના તમામ કાર્ય પૂર્ણ કરવા આદેશ કરાયા છે. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડના કામો વધુ અને ઝડપથી કરવામાં આવ્યો હોવાનું રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિના ચેરમેને જણાવ્યું છે. આજની રોડ કમિટીની બેઠકમાં રોડની કામગીરીમાં ગફલત ન કરવા તેમજ વરસાદ સમયે કે ગરમીમાં રોડની ગુણવત્તા ઉપર સવાલ ઉભા ન થાય તેમ કામ કરવા આદેશ કર્યો છે.

ચાલુ વર્ષે રોડની કામગીરી ઝડપી કરવામાં આવી: મહાદેવ દેસાઈ
રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે રોડની કામગીરી ઝડપી કરવામાં આવી છે. ગત વર્ષ કરવા બે ગણા રોડ બનાવવા અને રિસરફેસ કર્યા હોવાનું જણાવતા માહિતી આપી હતી કે, 1-4-2021 થી 05-06-2021 સુધીમાં 55,932 મેટ્રિન ટન રોડના કામ પૂર્ણ કરાયા હતા જ્યારે 1-4-2022 થી 05-06-2022 સુધીમાં 1,63,736 મેટ્રિક ટન કામ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આજે મળેલી કમિટીમાં જે પણ જગ્યાએ સ્ટ્રીટ લાઈટના થાંભલા નાખવામાં આવે છે તેમાં બજેટ લેવામાં આવે છે. તે એક સરખું લેવામાં આવે તે આ બાબતે ચર્ચા થઈ હતી અને અધિકારીઓને એકસરખું જે રકમ નક્કી થાય તે રીતે જ બજેટ લેવા માટે જણાવવામાં આવ્યું હતું.

ક્યાં ઝોનમાં કેટલા મેટ્રિક ટન કામ થયું

Zone20212022
CZ953.4111085.36
EZ1537.0120395.86
NZ00019757.84
SZ1437.1413067.7
WZ388.8125659.6
SWZ1786.512301.47
NWZ9627.2517753.25
R & B PROJECT40202.2643715.12
અન્ય સમાચારો પણ છે...