ધાર્મિક:કેમ્પ હનુમાન મંદિરનું સ્થળાંતર કરવા માટે ટ્રસ્ટી-કેન્ટોનમેન્ટ બોર્ડની મીટિંગમાં ચર્ચા

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: સંકેત ઠાકર
  • કૉપી લિંક
  • 246 દિવસ પછી મંદિર ખૂલશે, 400 વર્ષમાં પહેલીવાર આટલો સમય બંધ રહ્યું

છેલ્લા 8 મહિનાથી બંધ કેમ્પ હનુમાન મંદિરના દ્વારા હવે ખૂલશે. 400 વર્ષમાં પહેલી વખત કોરોના મહામારીના કારણે આટલા લાંબા સમય સુધી મંદિર બંધ રહ્યું છે. બીજી તરફ સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે, ટ્રસ્ટી અને કેન્ટોનમેન્ટ બોર્ડ સાથે ખાનગી કોન્ફરન્સમાં મંદિરને રિવરફ્રન્ટથી ગાંધીનગર સુધીના રસ્તા પર સ્થળાંતર કરવાની વિચારણા ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવાર દરમિયાન મંદિરમાં 15 હજારથી વધુ ભક્તો દર્શનનો લાભ લેતા હોય છે, પણ આ વર્ષે એક પણ ભક્તને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

રિવરફ્રન્ટથી ગાંધીનગર સુધીના એરિયામાં સ્થળાંતર કરવાની વિચારણા
મંદિરના સેક્રેટરી શરિત ચોક્સીએ જણાવ્યું કે, મંદિરમાં કોઈ કાર્યક્રમ કરવો હોય તો કેન્ટોનમેન્ટ બોર્ડની પરમિશન લેવી પડતી હોય છે, જેનાથી અગવડતા અનુભવાય છે. તે કારણથી મંદિરને રિવરફ્રન્ટથી ગાંધીનગર સુધીના વિસ્તારમાં સ્થળાંતર કરવાની અંદરખાને વિચારણા ચાલે છે.

પ્રગટ સ્થાનનું મહત્ત્વ હોવાથી સ્થળાંતર ન કરાય: પૂજારી
કેમ્પ હનુમાન મંદિરના પૂજારી ભૂષણ પંડિતના જણાવ્યા અનુસાર, કોઈપણ મંદિરની પ્રતિમાની બીજી જગ્યાએ સ્થાપના કરવી અયોગ્ય ગણાય છે. આ મંદિરની મૂર્તિ સ્વંયભુ પ્રગટ થયેલી છે, જેથી મંદિરને બીજી જગ્યાએ સ્થળાંતર કરવું નિષેધ ગણાશે. આ મંદિર 400 વર્ષ જૂનું છે. અયોધ્યાનું રામ મંદિર પણ ગમે ત્યાં ઊભું થઈ શકતું હતું, પરંતુ સનાતન હિન્દુ ધર્મમાં પ્રગટ સ્થાનનું મહત્વ વિશેષ હોય છે.

અન્ય સમાચારો પણ છે...