બદલી:ગ્રેડ પેનું આંદોલન કરનાર પોલીસકર્મીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાયા, અમદાવાદ શહેરથી અન્ય જિલ્લામાં બદલી

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગાંધીનગર સચિવાલય ખાતે આંદોલન કરનાર હાર્દિક પંડ્યાની જૂનાગઢ ખાતે બદલી કરાઈ

ગુજરાત પોલીસ જવાનોના ગ્રેડ પેડ મુદ્દે સોશિયલ મીડિયા કે જાહેરમાં આંદોલન કરનાર કેટલાક પોલીસકર્મીઓ સામે શિસ્તભંગના પગલાં લઈ અને તેમની બદલીઓ કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાંથી 9 જેટલા પોલીસકર્મીઓ જેઓએ આંદોલનનું સમર્થન કરી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી તેઓની કે કંપનીમાં બદલી કરી દેવાઈ હતી.

નિલમબેન નામના પોલીસકર્મીને બદલી બાદ હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપના સોશિયલ મીડિયામાં વીડિયો બાદ આજે તમામ 9 પોલીસકર્મીઓની અલગ અલગ શહેરોમાં બદલી કરી દેવામાં આવી છે. બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને ગાંધીનગર સચિવાલય ખાતે આંદોલન કરનાર હાર્દિક પંડ્યાની જૂનાગઢ ખાતે બદલી કરી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...