હેલ્પલાઇનની મદદ:ભાષા, નોનવેજ ખાવા બાબતે અલગ અલગ ધર્મનાં પતિ-પત્નીમાં વિખવાદ

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બંનેએ મેટ્રિમોનિયલ સાઇટથી સંપર્કમાં આવ્યા બાદ લગ્ન કર્યાં હતાં
  • પત્નીએ મહિલા હેલ્પલાઇનની મદદ માગતાં આખરે મામલો થાળે પડ્યો

મેટ્રિમોનિયલ સાઈટ પરથી સંપર્કમાં આવેલા અલગ અલગ ધર્મના પુરુષ અને મહિલાના લગ્ન થયા હતા. જો કે મહિલાને ગુજરાતી ભાષા આવડતી ન હોઈ અને તે નોન-વેજીટેરિયન હોવાથી તેના સાસરિયાઓએ વાંધો ઉઠાવ્યો હતો અને તેમને અલગ રહેવાનું કહ્યુ હતુ. આ તબકકે પતિ પત્નીને છોડી ઓફિસમાં રહેવા લાગ્યો હતો અને પત્નીની કોઈ દરકાર કરતો નહોઈ પત્નીએ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો જેમાં પતિને સમજાવતા અંતે મામલો થાળે પડયો હતો.

શહેરના એક વિસ્તારમાંથી મહિલા હેલ્પલાઈન અભ્યમ 181 પર એક મહિલાનો ફોન આવ્યો હતો અને ફરિયાદ કરી હતી કે મારા પતિ ઘર છોડીને ચાલ્યા ગયા છે અને તે દીકરીની સાથે બીજાના ઘરે રહે છે. અભયમની ટીમે સ્થળ પર જઈ મહિલાની પૂછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે, મહિલાના લગ્ન મેટ્રિમોનિયલ સાઈટના મારફતે થયા હતા. મહિલાને અગાઉના લગ્નથી એક દીકરી પણ હતી.

લગ્ન બાદ મહિલા તેના સાસરિયે આવતા તેના સાસરિયાંએ તેને ગુજરાતી બોલતા ન આવડતું હોઈ અને તેણે નોનવેજ ખાતી હોઈ તે બાબતે વિરોધ કર્યો હતો અને કહ્યું કે તું તારા પતિને લઈને અલગ રહેવા જતી રહે. આ બાબતે મહિલાએ પતિને કહેતા તેણે થોડા દિવસો પછી અલગ રહેવા જઈશું તેમ કહીને વાત ટાળી દીધી હતી. દરમિયાન તેની સાસુનું નિધન થતા તેમના તમામ વિધિઓ પૂર્ણ કર્યા બાદ ફરી મહિલાએ અલગ રહેવાની વાત છેડતા પતિ એક મહિના પહેલા મહિલાને તેના ભાઈના ઘરે મુકી ગયો હતો. આ અંગે અભયમની ટીમે મહિલાના પતિને બોલાવીને કાયદાકીય સમજ આપી હતી તેમજ મહિલાની દીકરીના ડોકયુમેન્ટ પતિ પાસેથી હોવાથી તે પરત મગાવી મહિલાને જરૂરી માર્ગદર્શન આપી મામલો થાળે પાડયો હતો.

પતિએ કહ્યું, હું ઓફિસમાં રહું છું, તારી વ્યવસ્થા કરી લે
પતિપત્નિ સાથે રહેતા હતા ત્યારબાદ નોનવેજ અને અલગ ધર્મના કારણે સાસરિયાથી અલગ રહેવાનંુ કહેતા પતિ પત્નીને તેના ભાઈને ત્યાં મુકી ગયા બાદ મહિલાએ લેવા ન આવતા ફોન કર્યો, ત્યારે પતિએ કહ્યું હતું કે મારી મરજીથી મારા પરિવારની વિરુદ્ધ લગ્ન કર્યા જેથી મને ઘરમાંથી કાઢી મુકયો છે હું પોતે જ ઓફિસમાં રહુ છુ તુ તારી વ્યવ્સથા કરી લેજે. ત્યારબાદ મહિલાએ અભયમ્ ની મદદ માંગી હતી.

અન્ય સમાચારો પણ છે...