તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશનમાં અડચણ:તમારું નામ સ્લોટ બુકમાં નથી કાલે આવજો, અપંગ દંપતીએ ઓનલાઇન સમય, સ્થળ અને સ્લોટ બુક કરાવ્યો છતાં વેક્સિન ન મળી

અમદાવાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નિકોલ વિસ્તારમાં આવેલ ચાણક્ય વિદ્યા સંકુલમાં વેક્સિનેશન ચાલુ જ હતું
 • મને ટેક્સ્ટ મેસેજ મળ્યો ન હતો જેથી હવે કાલે આવવા કહ્યું છે: પતિ
 • રવિવાર હોવાથી મોટા ભાગના સેન્ટરો પર 100 જ સ્લોટ બુક થયા હતા

18થી 44 વર્ષની વયના વ્યક્તિઓને પણ હવે વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદના બીજા દિવસે પણ અલગ-અલગ સેન્ટર પર વેક્સિનેશન ચાલુ હતું. ત્યારે વેક્સિન લેવા આવેલ લોકોને ટેક્નિકલ ખામી અથવા અન્ય કારણોસર ધક્કા ખાવા પાડ્યા હતા. ઉપરાંત આજે રવિવાર હોવાથી મોટા ભાગના સેન્ટરો પર 100 જ સ્લોટ બુક થયા હતા.

નિકોલ વિસ્તારમાં આવેલ ચાણક્ય વિદ્યા સંકુલ
નિકોલ વિસ્તારમાં આવેલ ચાણક્ય વિદ્યા સંકુલ

દંપતીએ ઓનલાઇન સ્લોટ બુક કરાવ્યો હતો
નિકોલ વિસ્તારમાં આવેલ ચાણક્ય વિદ્યા સંકુલમાં વેક્સિનેશન ચાલુ જ હતું. જ્યાં ઓનલાઇન સ્લોટ બુક કરાવેલ અનેક લોકો વેક્સિન લેવા આવી રહ્યા હતા, ત્યારે એક અપંગ દંપતી પણ ત્યાં વેક્સિન લેવા આવ્યું હતું. દંપતીએ ઓનલાઇન સ્લોટ બુક કરાવ્યો હતો અને સમય પણ બુક કરાવ્યો હતો અને નક્કી કરેલ સમયે જ વેક્સિન લેવા ગયા હતા. ત્યારે વેક્સિન કેન્દ્ર પર પહોંચતા તેમને કોઈ મેસેજ ન મળેલ હોવાને કારણે વેક્સિન લીધા વિના જ પરત આવવું પડ્યું હતું. હવે દંપતી મેસેજ આવે તે માટે રાહ જોઈ રહ્યું છે.

આજે 100 વ્યક્તિઓ માટેના સ્લોટ બુક થયા હતા: પતિ
આજે 100 વ્યક્તિઓ માટેના સ્લોટ બુક થયા હતા: પતિ

હું પત્ની સાથે બીજાનું વાહન લઇને આવ્યો હતો ને ધક્કો પડ્યો: પતિ
વેક્સિન લેવા આવેલ દંપતી પૈકી પતિએ જણાવ્યું હતું કે, હું અને મારી પત્ની અપંગ છીએ આજે હું અને મારી પત્ની બીજાનું વાહન લઇને વેક્સિન લેવા આવેલ હતા. મારા ફોનમાંથી વેક્સિન માટેનો સ્લોટ બુક કરાવ્યો હતો પરંતુ મને સામે ટેક્સ્ટ મેસેજ મળ્યો ન હતો જેથી હવે કાલે આવવા કહ્યું હતું. વેક્સિન સેન્ટર પરથી જાણવા મળ્યું હતું કે, આજે 100 વ્યક્તિઓ માટેના સ્લોટ બુક થયા હતા. દંપતીનું નામ અમારા સ્લોટમાં બુક નથી જેથી તેમને વેક્સિન આપી શકાશે નહી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો