તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઘોડાસરનું તળાવ હરવા-ફરવાના સ્થાનને બદલે ગંદા પાણીના નિકાલ માટેનું સ્થળ બની ગયું છે. દસ વર્ષ પહેલાં કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોન ખાતે ટૂરિઝમ કોર્પોરેશન ઑફ ગુજરાત લિમિટેડની ગ્રાન્ટમાંથી તૈયાર થયેલા આ તળાવમાં આસપાસની 30 જેટલી સોસાયટીઓમાંથી કેટલીક સોસાયટી દ્વારા ગંદા પાણીના કનેક્શન આપવામાં આવ્યા છે તો બીજી તરફ સ્થાનિક ઝૂપડપટ્ટીઓ દ્વારા પણ ગમે તેમ કચરો ફેંકી દેવાતાં ત્યાંથી પસાર થતાં વાહનચાલકોને દુર્ગંધ આવતી હોય છે. સાંજથી લઈને રાત સુધી અસામાજિક તત્વો પણ અહીં અડ્ડો જમાવીને બેસી જાય છે.
એક વર્ષથી આજુબાજુના રહીશો અહીં કચરો ઠાલવે છે
મણિનગરના કાંકરિયા તળાવની જેમ ઘોડાસર તળાવને ડેવલપ કરવાની જરૂર છે. છેલ્લા 1 વર્ષ કરતા પણ વધારે સમયથી અહીં આસપાસના રહીશો દ્વારા કચરો ઠાલવવામાં આવે છે. આટલું મોટુ તળાવ ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે. આસપાસના સ્લમ વિસ્તારમાંથી પણ અહીં ગમે ત્યારે કચરો ફેંકવામાં આવે છે. આટલો રમણીય વિસ્તાર આજે હાસિયામાં ધકેલાઈ ગયો છે. - કિશોર ઠક્કર, એનિમલ કીપર
સમસ્યા નહીં ઉકેલાય તો તળાવ ધીમે-ધીમે ઉકરડો બની જશે
સામાન્ય રીતે તળાવ હોય એટલે બાળકો આવે અને સાંજ થતા સિનિયર સિટિજન પણ આવતા હોય. જોકે, ઘોડાસર તળાવમાં બેસવાની તો વ્યવસ્થા છે પણ અસામાજિક તત્વોના ત્રાસને કારણે કોઈ અહીં આવતું નથી. ઉપરથી ગંદકીના કારણે મચ્છરોનો પણ ત્રાસ છે. આ સમસ્યાનો સત્વરે ઉકેલ આવે તે જરૂરી છે. જો આવું જ રહેશે તો આ તળાવ નહીં ઉકરડો બની જશે. - ચિંતન શર્મા, ઘોડાસર
સાંજ થતા શરૂ થઈ જાય છે અસામાજિક તત્વોનો ત્રાસ
ઘોડાસરના તળાવમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ગંદકીનો ત્રાસ છે. જો તળાવ સુંદર હશે તો લોકો સવાર-સાંજ અહીં આવીને બેસશે. પણ આ તળાવમાં ખાસ કોઈ ફરકતું જ નથી. ઘોડાસર જેવા મહત્વના વિસ્તારમાં આટલા સુંદર તળાવનો ઉપયોગ જ નથી થતો. આસપાસનો સ્લમ વિસ્તાર તેમજ અસામાજિક તત્વોના ત્રાસને કારણે આ તળાવ પર કોઈ આવતું નથી. - અશોક ઠાકોર, સ્થાનિક
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.