તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમનો ઈઝહાર:ફ્રેશર્સ પાર્ટીમાં 100 લોકોની હાજરીમાં દિશાને ફિલ્મી સ્ટાઈલમાં રિંગ પહેરાવી

અમદાવાદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એલ.જે.ના એલ્યુમનાઈ કપલે કોલેજમાં થયેલા લવથી લગ્ન સુધીની વાત શેર કરી

ફ્રેશર્સ પાર્ટી ચાલી રહી હતી અને એ જ સમયે મ્યુઝિકનો અવાજ બંધ થયો 100થી વધુ વિદ્યાર્થીઓ સાથે હતા. એ જ સમયે પાછળ ઉભેલા જયમિને બધાને સાયલેન્ટ કરી દિશાને અવાજ આપ્યો. ખિસ્સામાં રહેલી રિંગ બહાર કાઢી બધાની હાજરીમાં પ્રપોઝ કર્યું અને અહીંથી મિત્રતામાં પ્રેમમાં પરિણમી. આ સ્ટોરી એલ.જે.ના 2013 આર્કેટેક્ચરલ બેચના વિદ્યાર્થીઓ દિશા-જૈમિન પટેલની છે. એલ.જે. યુનિવર્સિટીમાં એલ્યુમનાઈ કપલની ટૉક યોજાઈ હતી. 14 ફેબ્રુઆરી સુધી રોજ યોજાનારી આ ટૉકમાં લાઈફ પાર્ટનરથી બિઝનેસ પાર્ટનર બનેલા આ બન્નેએ મિત્રતા, પ્રેમ અને લગ્ન સુધીની વાતને શેર કરી હતી. આ બન્ને એ પાંચ વર્ષ સાથે ભણ્યા બાદ લગ્ન કર્યા હતા.

કોલેજમાં બંક મારી મૂવી જોવા જતા, પરીક્ષામાં બેકલોગ આવતા જૈમિનને ટોપ 10 સુધી લાવી
પેન, પેન્સિલ માંગવાના બહાને જૈમિને દિશા સાથે મિત્રતા કરી. ધીમે ધીમે આ મિત્રતા આગળ વધી બન્ને વિચારોથી અોપોઝિટ હતા. જૈમિનને ગુજરાતી ભાવે તો દિશાને મેક્સિકન, ઈટાલિયન. જૈમિન ભણવામાં બેકલોગ લઈ આવતો દિશા ભણવામાં ટોપર હોતી. જેની સંગતમાં ત્રીજા વર્ષે જૈમિન ટોપ 10માં પહોંચી ગયો. તેઓ દિવસમાં 6 કલાક સાથે વિતાવતા. આજે તેમની પોતાની ફર્મ છે જેઓ બંને ચલાવી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો