સુવિધા:અમદાવાદથી બેંગકોકની સીધી ફ્લાઈટ ફરી શરૂ થશે, કોરોનામાં સ્પાઈસ જેટની ફ્લાઈટ બંધ થઈ હતી

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લોકોને વાયા મુંબઈ કે દિલ્હીથી જવામાંથી મુક્તિ મળશે

અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરોને હવે બેંગકોકની નવી ફલાઇટની સેવા મળી રહેશે, ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)નું ક્લિયરન્સ આવી ગયા બાદ થાઇ વિયતજેટ આગામી ટૂંક સમયમાં તેનું ઓપરેશન શરૂ કરશે, જે અંગે પેસેન્જર સર્વે પણ પૂર્ણ થઇ ગયો છે. અગાઉ એરપોર્ટ પરથી સ્પાઇસજેટ એરલાઇન બેંગકોકની ફલાઇટ ઓપરેટ કરતી હતી. પરંતુ કોરોનામાં આ સેક્ટરની ફલાઇટ બંધ કરવી પડી હતી.

કોરોનામાં આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ આવી જતા અમદાવાદ એરપોર્ટ પરથી બેંગકોકની ફલાઇટ બંધ કરવામાં આવી હતી. હવે ધીમેધીમે વિદેશમાં ટુરિસ્ટોની સંખ્યા વધી રહી છે. ત્યારે અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી બેંગકોકના સેક્ટરની કોરોના બાદ પ્રથમ ફલાઇટ હશે જે ગુજરાતના પ્રવાસીઓને વાયા મુંબઇ કે દિલ્હી જવુ પડશે નહીં. થાઇવિયત જેટ ઓક્ટોબર મહિનામાં જ ઓપરેશન શરૂ કરશે. જે સપ્તાહમાં ત્રણ દિવસ ફલાઇટ ઓપરેટ કરશે. આગામી સમયમાં એરલાઇન એરપોર્ટ મેનેજમેન્ટને ઇન્ટીમેશન લેટર પણ આપી દેશે.

અન્ય સમાચારો પણ છે...