તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોરણ 10માં માસ પ્રમોશન:ડિપ્લોમા ઇજનેરીમાંં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીના માર્ક આધારે મેરિટ બનશે

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: પ્રતીક ભટ્ટ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 140 કોલેજની 64 હજાર બેઠકો માટે 15 જુલાઈ સુધી રજિસ્ટ્રેશન
  • ધો.10ના પ્રત્યેક વિષયમાં 35 પાસિંગ માર્ક હોવા જરૂરી છે

ધોરણ 10માં માસ પ્રમોશન બાદ રાજ્યની ડિપ્લોમા ઈજનેરીની બેઠકો પર રજિસ્ટ્રેશન કાર્યવાહીનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓએ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીના 300 માર્કસની પરીક્ષામાંથી મેળવેલા માર્કસના આધારે મેરિટ તૈયાર કરાશે.

રાજ્યભરની 140 જેટલી ડિપ્લોમા ઈજનેરી કોલેજોની 64000થી વધુ બેઠકો માટે રજીસ્ટ્રેશન 15 જુલાઈ સુધીમાં ચાલશે. ધો.10ના પ્રત્યેક વિષયમાં પાસીંગ માર્ક એટલે કે ક્વોલિફાઈંગ માર્કસ 35 ટકા હોવા જોઈશે.

જો ડિપ્લોમા ઈજનેરી કોલેજોની મેરિટ નિર્ધારણ પ્રક્રિયામાં એક જ મેરિટ નંબર ઉપર એક કરતા વિદ્યાર્થી સેમ મેરિટ પર હોય. આવા સંજોગોમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયોમાંથી ગણિત વિષયમાં જે વિદ્યાર્થીના માર્કસ વધારે હશે. તેમને અગ્રતા ક્રમે રખાશે.

જો ગણિત વિષયમાં જે તે વિદ્યાર્થીઓના માર્કસ સરખાં હોય તો પછી વિજ્ઞાન વિષયમાં જે વિદ્યાર્થિના માર્કસ વધારે હોય તેમને મેરિટ ક્રમાંકમાં અગ્રતા પર રખાશે.

આ રીતે મેરિટની ગણતરી કરવામાં આવશે
માનો કે ગણિત અને વિજ્ઞાનમાં સરખા માર્કસ હોય તો તે વિદ્યાર્થીના ગણિત અને અંગ્રેજીમાંથી જેના માર્કસ વધારે હશે તે મેરિટ ક્રમાંકમાં આગળ ગણાશે. માનો કે ગણિત અને અંગ્રેજી વિષયમાં જો વિદ્યાર્થીઓના માર્કસ સરખા હશે તો વિજ્ઞાન અને અંગ્રેજીમાંથી જેના માર્કસ વધારે હશે તેમને મેરિટમાં અગ્રતા અપાશે. જો આ વિષયોમાં પણ માર્કસ સરખાં હશે તો પછી ઓવરઓલ વિષયમાં સૌથી વધારે માર્કસ હશે તેને મેરિટમાં અગ્રતાક્રમ પર રખાશે.

અન્ય સમાચારો પણ છે...