તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજિસ્ટ્રેશન પૂર્ણ:ડિપ્લોમા એન્જિનિયરિંગની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ, ગયા વર્ષ કરતાં 2 લાખ વધુ વિદ્યાર્થી પાસ થયાં છતાં 44033એ રજિસ્ટ્રેશન કર્યુ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ACPC ભવન - Divya Bhaskar
ACPC ભવન
  • મોક રાઉન્ડ અને ચોઈસ ફીલિંગની પ્રક્રિયા શરૂ થશે
  • 6 સપ્ટેમ્બરે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાશે

ધોરણ 10 બાદ ડિપ્લોમામાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રકિયા શરૂ કરવામાં આવી હતી. જે હવે પૂર્ણ થઇ છે. 75 દિવસ સુધી ચાલુ રહેલી રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં 44033 વિદ્યાર્થીઓએ ફી ભરીને રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે 2 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ પાસ થયા હોવા છતાં રજિસ્ટ્રેશનમાં માત્ર 1075 જેટલા વિદ્યાર્થીઓ વધ્યા છે.

રજિસ્ટ્રેશનની મુદ્દત વધારાઈ હતી
ધોરણ 10 બાદ ડિપ્લોમામાં પ્રવેશ માટે 17 જૂનથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તબક્કાવાર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માટે મુદ્દત વધારવામાં આવી હતી. જો કે, 25 ઓગસ્ટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. ગત વર્ષે 42958 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેની સામે આ વર્ષે 44033 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. માસ પ્રમોશનના કારણે સામાન્ય વર્ષ કરતા 2 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે, છતાં ડિપ્લોમામાં 1075 વિદ્યાર્થીઓએ જ વધુ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

વિદ્યાર્થી જાણ કરશે તો રજિસ્ટ્રેશનમાં રહી ગયેલા માટે ACPC વ્યવસ્થા કરશે
25 ઓગસ્ટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થતાં હવે મોક રાઉન્ડ અને ચોઈસ ફીલિંગની પ્રક્રિયા શરૂ થશે. 6 સપ્ટેમ્બરે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. હાલ પૂરતું રજિસ્ટ્રેશન પૂર્ણ થયું છે, પરંતુ વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન બાકી હશે અને ACPCને જાણ કરશે તો તેમને રજિસ્ટ્રેશન અને એડમિશન માટે પ્રક્રિયા કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...