• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Diploma Course In Journalism Started At Gujarat University On The Occasion Of 100th Birth Anniversary Of Renowned Poet And International Journalist Krishnalal Sridharani

ઉજવણી:ખ્યાતનામ કવિ અને આંતરરાષ્ટ્રીય પત્રકાર કૃષ્ણલાલ શ્રીધરાણીની 100મી જન્મ જયંતી નીમિત્તે ગુજરાત યુનિ.માં પત્રકારત્વનો ડિપ્લોમા કોર્ષ શરૂ કરાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિ.માં યોજાયેલા સમારોહની તસવીર - Divya Bhaskar
ગુજરાત યુનિ.માં યોજાયેલા સમારોહની તસવીર
  • ગુજરાત યુનિવર્સીટી દ્વારા કૃષ્ણલાલ શ્રીધરાણીની ચેર શરુ કરવામાં આવી

ગુજરાત યુનિવર્સીટીના બોટની ઓડીટોરીયમ ખાતે ગુજરાતના ખ્યાતનામ કવિ અને આંતરરાષ્ટ્રીય પત્રકાર કૃષ્ણલાલ શ્રીધરાણીની 100મી જન્મ જયંતી નિમિત્તે તેમના જીવનકાર્ય, સાહિત્ય અને રાષ્ટ્રભક્તિને સતત જીવંત રાખવા આઝાદીના અમૃત મહોત્સવ પર્વે કૃષ્ણલાલ શ્રીધરાણી એકેડેમિક ચેરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ઉપરાંત પત્રકારત્વના વિશેષ ડિપ્લોમાં કોર્ષનો પણ આરંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કૃષ્ણલાલ શ્રીધરાણીના પરિવારના ભત્રીજા મયુર શ્રીધરાણી, અમર શ્રીધરાણી, પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, યુનિવર્સીટીના કુલપતિ હિમાંશુ પંડ્યા, ઉપકુલપતિ જગદીશ ભાવસાર સહીત અનેક લોકો હાજર રહ્યા હતા.

ગુજરાત યુનિવર્સીટી દ્વારા કૃષ્ણલાલ શ્રીધરાણીની ચેર શરુ કરવામાં આવી
ગુજરાત યુનિવર્સીટી દ્વારા કૃષ્ણલાલ શ્રીધરાણીની ચેર શરુ કરવામાં આવી

ગુજરાત યુનિવર્સીટી દ્વારા કૃષ્ણલાલ શ્રીધરાણીની ચેર શરુ કરવામાં આવી છે તેની પાછળનો ઉદેશ છે કે તેમને કરેલ કાર્યોને યાદ કરવામાં આવે અને યુવાઓમાં પણ તેમની જેમ ભારત ભક્તિ પ્રસરે. આ કાર્યકમમાં જ બદલાઈ રહેલ સમાચાર પ્રસારની જરૂરિયાતોને સાંકળીને પત્રકારત્વનો ખાસ ડીપ્લોમાં કોર્ષ પ્રારંભ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ડીપ્લોમાં કોર્ષ ગ્રેજ્યુએશન પછી એક વર્ષ માટે થઇ શકશે.