તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એડમિશન પ્રક્રિયા:17 જૂનથી ડિપ્લોમામાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ કરાશે, વિદ્યાર્થી-કોલેજ સંચાલકો મૂંઝવણમાં મૂકાયા

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ડિપ્લોમા પ્રવેશ કમિટી એન્જિનિયરિંગ કોલેજોને પત્ર લખીને 17 જૂનથી પ્રવેશ રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરવા જણાવશે
  • ધોરણ 10ના 8 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન પણ પ્રવેશના નિયમોની કોઈ સ્પષ્ટતા નથી

ધોરણ 10માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત બાદ માર્કશીટ અપાઈ ન હોવાથી તેમજ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ અંગેના નિયમોની હજી સુધી જાહેરાત ન કરવામાં આવી નથી. છતાં ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટેના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવા એડમિશન કમિટી દ્વારા 17મી નક્કી કરવામાં આવી છે. લાખો વિદ્યાર્થીઓ-વાલીઓ અને કોલેજ સંચાલકો ભારે મૂંઝવણભરી સ્થિતિમાં મૂકાઈ ગયા છે.

એડમિશન પ્રક્રિયાની જરૂરી માહિતી માટે આ લિંક ક્લિક કરો

પ્રવેશ કમિટી કોલેજના પ્રિન્સિપાલને પત્ર લખી જાણ કરશે
ડિપ્લોમા પ્રવેશ કમિટીએ આ અંગે વિવિધ ડિપ્લોમા ઈજનેરી કોલેજોના પ્રિન્સિપાલને પત્ર લખીને આ સમગ્ર બાબતે જાણ કરશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટેની જાહેરાત સરકારે કરી હતી. જેમાં આઠ લાખથી વધુ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળવાનો છે. જો કે આ વિદ્યાર્થીઓના પરિણામ પછી પ્રવેશના નિયમોની જાહેરાત બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી જ નથી. આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે એસીપીડીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ) તરફથી ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન માટેની કાર્યવાહીનો 17 જૂનથી પ્રારંભ કરવામાં આવશે.

રજિસ્ટ્રેશન પ્રક્રિયા વેબસાઈટ પર મૂકાશે
રજિસ્ટ્રેશન પ્રક્રિયા વેબસાઇટ પર મુકવામાં આવશે. એસીપીડીસીના મેમ્બર સેક્રેટરીએ ડિપ્લોમા ઈજનેરી કોલેજોના આચાર્યોને પત્ર લખીને જાણ કરશે. ધોરણ 10 પછીના ડિપ્લોમા ઈજનેરીના પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા વર્ષ 2021 અન્વયે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ડિપ્લોમા ઈજનેરીની વેબસાઈટમાં મૂકવામાં આવશે. દરેક સંસ્થાએ પ્રવેશ ઈચ્છુક ઉમેદવાર, વાલીઓને યોગ્ય માહિતી મળી રહે તે હેતુસર સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક કવર સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...