અમિત જેઠવા હત્યા કેસ:દિનુ બોઘાએ CBI કોર્ટની સજાનો ચુકાદા હાઇકોર્ટમાં પડકાર્યો, કહ્યું - સુપ્રીમના આદેશ મુજબ મારો કેસ ઝડપી ચલાવો

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
દિનુ બોઘા - ફાઇલ તસવીર - Divya Bhaskar
દિનુ બોઘા - ફાઇલ તસવીર
  • અમિત જેઠવા હત્યા કેસમાં 17મીએ સુનાવણી

આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં દીનુ બોઘા સોલંકીએ સજા સામે હાઇકોર્ટમાં અપીલ કરી છે જેનો સીબીઆઇએ વિરોધ કર્યો છે. કોર્ટે વધુ સુનાવણી 17 ઓગસ્ટ પર મુલતવી રાખી છે. દીનુ બોઘા તરફથી એવી દલીલ કરાઈ હતી કે, સુપ્રીમકોર્ટે તમામ સાંસદોના કેસ ઝડપથી ચલાવવા આદેશ કર્યો છે. તેથી તેમની અપીલ ઝડપથી ચલાવવી જોઇએ.

દીનુ બોઘાએ સીબીઆઈ કોર્ટ દ્વારા અપાયેલા સજાના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે. તેમના વકીલ તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે અપીલ પર સુનાવણી ઝડપથી ચલાવવી જોઇએ. સાંસદોના કેસ પર ઝડપી સુનાવણી કરવાનો આદેશ છતા તેનો અમલ થતો નથી. સીબીઆઇ તરફથી તેનો વિરોધ કરવામાં આવે છે.

કોર્ટના આદેશ મુજબ આ વર્ષના અંત સુધીમાં કેસને પૂર્ણ કરવાનો છે, પરતું હજુ સુધી તેની અપીલ પર સુનાવણી યોજાતી નથી. તો બીજી તરફ અમિત જેઠવાના વકીલે એવી રજુઆત કરી હતી કે, દીનુ બોધા હાલ જામીન પર બહાર છે.

અન્ય સમાચારો પણ છે...