તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી:દિલાવર નામ ધારણ કરી છુપાઈને રહેતો હત્યાનો આરોપી દિનેશ શાહ પકડાયો, અમરાઈવાડીમાં હત્યા કેસમાં આજીવન કેદની સજા થઈ હતી

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીની તસવીર - Divya Bhaskar
આરોપીની તસવીર

અમરાઈવાડી વિસ્તારમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલો આરોપી પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો. જો કે ફરીથી જેલમાં હાજર થવાના બદલે છ વર્ષથી પોતાનો હુલિયો બદલી મુસ્લિમ નામ રાખી વાપીમાં જીઆઈડીસી વિસ્તારમાં રહેતો હતો. આ કેદીને ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ઝડપી લઈ જેલ હવાલે કર્યો હતો.

અમરાઈવાડીમાં 1996માં હત્યાના એક કેસમાં આરોપી દિનેશકુમાર રમણલાલ શાહ (ઉં.વ.48) ને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી, પરંતુ ફર્લો રજા પર મુક્ત થયા બાદ 2015થી નાસતો ફરતો હતો. દરમિયાન ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, દિનેશ શાહ પોતાનો હુલિયો બદલી દિલાવરખાન નામ રાખી એક મુસ્લિમ મહિલા સાથે વાપી આરબીએલ કોલોનીમાં રહે છે. બાતમીના પગલે પોલીસ ટીમે વાપીથી દિનેશ શાહને ઝડપી જેલ હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...