નમસ્કાર,
આજે શનિવાર, તારીખ 19 નવેમ્બર, કારતક વદ દશમ
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) વડાપ્રધાન મોદી વાપીમાં રોડ શો કરશે, વલસાડમાં ચૂંટણી સભાને સંબોધશે
2) બદ્રીનાથ ધામના દરવાજા શિયાળા માટે આજથી બંધ કરવામાં આવશે
3) ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન દ્વારા આજથી બે દિવસની હડતાળનું એલાન
4) પીએમ મોદી ઇટાનગરમાં ડોની પોલો એરપોર્ટનું ઉદઘાટન કરશે અને 600 મેગાવૉટના કામેંગ હાઇડ્રો પાવર સ્ટેશનનું લોકાર્પણ કરશે
5) સંસ્કૃતિ મંત્રાલયની સંગીત નાટક અકાદમી દ્વારા ઈન્ડિયા ગેટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) વડોદરામાં ભાજપ-કોંગ્રેસને મત આપશો તો બાંકડા સિવાય કશું મળશે નહીંના બેનર લાગ્યા, મધુ શ્રીવાસ્તવ સામે આચારસંહિતા ભંગની કાર્યવાહી
વડોદરા જિલ્લામાં રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે, ત્યારે અનેક સ્થળે રાજકીય પક્ષો તેમજ ઉમેદવારોનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે, જેમાં કરજણના માકણ ગ્રામ પંચાયત ખાતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ગામમાં પ્રચાર કરવા આવવું નહીં તેવા બેનર્સ લગાવી દેવામાં આવ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર
2) શિવરાજ બોલ્યા- 'મોદી કલ્પવૃક્ષ છે, માગો એ મળશે', દિગ્વિજયના પ્રહાર- 'મોદી અહંકારમાં ડૂબેલા, જે રાવણનો પણ નહોતો રહ્યો!'
ગુજરાતમાં ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે એમ-એમ પ્રચારની ગરમાગરમી પણ તેજ બની છે. મધ્યપ્રદેશના બે મુખ્યમંત્રી, એક વર્તમાન CM શિવરાજ સિંહ અને પૂર્વ CM દિગ્વિજય સિંહે આજે તલવારો તાણી હતી. શિવરાજ સિંહે તો અબડાસાની એક સભામાં ત્યાં સુધી કહી દીધું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો કલ્પવૃક્ષ છે.
વાંચો સમાચાર વિગતવાર
3) પાટીદારો ધર્મસંકટમાં: સૌરાષ્ટ્ર-કચ્છની 54 પૈકી 16 બેઠક પર ભાજપ-કોંગ્રેસ-AAPના પાટીદાર ઉમેદવાર, પટેલ V/s પટેલનો રસાકસીભર્યો જંગ
વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. પ્રથમ તબક્કાની તમામ બેઠકના ઉમેદવારોનાં નામ જાહેર થઈ ગયાં છે અને તેમણે પોતાની ઉમેદવારી પણ નોંધાવી દીધી છે. હવે મતદાન આડે 12 દિવસ જ બાકી હોવાથી તમામ ઉમેદવારો પ્રજા પાસે મત માગી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર
4) રૂપાલા બોલ્યા- 'ઈગ્લેન્ડની સાઈડ કાપીને મોદીજીએ કિધું વાંહે રે ભુરિયાં'; અનુરાગે કહ્યું- 'જનતાએ દેશ વેચનારને નહીં, ચા વેચનારને પસંદ કર્યા'
ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યા છે. ત્યારે તમામ પક્ષો ચૂંટણી જીતવા એડિંચોટીનું જોર લગાવી રહી છે. દરેક પક્ષ મતદારોને રીઝવવા ઉમેદવારો પક્ષના સ્ટાર પ્રચારકોથી લઇ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પ્રચાર માટે મેદાને ઉતારી રહ્યા છે, ત્યારે ભાજપે પણ પોતાના દિગ્ગજ નેતાઓને ગુજરાતના રણ મેદાનમાં ઉતારી દીધા છે.
વાંચો સમાચાર વિગતવાર
5) ગાઝાપટ્ટીમાં ઇમારતમાં આગ, 21 લોકો ભડથું, મૃતકોમાં 7 બાળક પણ સામેલ, અનેક ઘાયલ; ગેસ લીક થયો હોવાની શક્યતા
ગાઝાપટ્ટીમાં એક રહેણાક ઇમારતમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં 21 લોકોનાં મોત થયાં છે. મૃત્યુ પામેલામાં 7 બાળક હતાં. ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ તમામ લોકો પેલેસ્ટાઈનના શરણાર્થીઓ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગેસ લીકેજને કારણે આગ લાગી હોવાનું જણાવવામાં આવે છે.
વાંચો સમાચાર વિગતવાર
6) સેંકડો કર્મચારીઓએ ટ્વિટરમાંથી રાજીનામું આપ્યું, સરમુખત્યાર કહેવા પર મસ્કે કહ્યું- ચિંતા કરશો નહીં... જેઓ બેસ્ટ છે તેઓ ગયા નથી
ગુરુવારે સેંકડો કર્મચારીઓએ ટ્વિટરમાંથી રાજીનામું આપી દીધું હતું. આ રાજીનામું ટ્વિટરના નવા બોસ ઈલોન મસ્કના આદેશ પછી આપ્યા છે, જેમાં તેમણે લાંબા સમય સુધી કામ કરવા અથવા કંપની છોડવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી હતી.
વાંચો સમાચાર વિગતવાર
7) 'આતંકવાદના અંત સુધી શાંતિથી બેસીશું નહીં', PMએ કહ્યું- 'કેટલાક દેશોની નીતિ આતંકવાદને સમર્થન છે, વિશ્વએ આવા દેશો સામે એક થવું જોઈએ'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીમાં ટેરર ફંડિંગ રોકવા માટે 'નો મની ફોર ટેરર' (NMFT) કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. તાજ હોટલ ખાતે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. આ કાર્યક્રમમાં 75 દેશોના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો.
વાંચો સમાચાર વિગતવાર
8) રાહુલને મારી નાખવાની મળી ધમકી, પત્રમાં લખ્યું છે- 'બોમ્બ વિસ્ફોટોથી ઈન્દોર હચમચી જશે, રાહુલને રાજીવ ગાંધી પાસે મોકલી દઈશું'
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઈન્દોરમાં જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જૂના ઈન્દોર વિસ્તારમાં એક મીઠાઈની દુકાને અજ્ઞાત પત્ર પહોંચ્યો છે, જેમાં રાહુલની ખાલસા સ્ટેડિયમમાં યોજાનારી સભામાં હુમલાની વાત કરવામાં આવી છે. આ મામલે પોલીસ CCTV ફુટેજને આધારે તપાસ કરી રહી છે. એડિશનલ ડીસીપી પ્રશાંત ચોબેએ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમના અનુસાર અજ્ઞાત આરોપીની તપાસ કરવામાં આવી રહી છે.
વાંચો સમાચાર વિગતવાર
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ભાજપને આજે પણ કેશુભાઈ સરકારના મંત્રીઓનો સહારો, ત્રણ સભ્યો 27 વર્ષ બાદ પણ 2022ની ચૂંટણી લડશે
2) સુરતમાં સભાને સંબોધતા UPના CM યોગીએ કહ્યું-'પોતાને જાદુગર ગણાવનારાને ખબર નથી સ્પીડ બ્રેકર આવશે'
3) ભાજપને ઝાંખો પાડતો અપક્ષનો વટ, બળવાખોર દિનુમામાએ ઘોડે ચઢી બેન્ડવાજા સાથે એક કિ.મી. લાંબી રેલી કાઢી; 'મામા ફિરસે'ના નારા લાગ્યા
4) રાજકોટમાં બંગલામાં ઘૂસી મહિલાને હથોડો મારી લોહીલૂહાણ કરી, જતા જતા કહ્યું- ‘પોલીસ કમ્પલેઇન કિયા તો છૂટકે ભી સબકો માર ડાલુંગા’
5) ઉતરાખંડના ચમોલીમાં ઓવરલોડેડ ગાડી ખીણમાં ખાબકી, અકસ્માતમાં 2 મહિલા સહિત 12 લોકોનાં મોત
6) વિદેશ મંત્રાલયના ડ્રાઈવર પર જાસૂસીનો આરોપ, પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIને માહિતી મોકલતો હતો; દિલ્હી પોલીસે ધરપકડ કરી
7) SCમાં 13 હજાર ટ્રાન્સફર થયેલી પિટિશન પેન્ડિંગ, CJIએ કહ્યું- હવે 13 બેન્ચ રોજ 130 કેસની સુનાવણી હાથ ધરશે
8) પાકિસ્તાને UNમાં ફરી ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો, ભારતે કહ્યું- PAK સહાનુભૂતિ મેળવવા જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે
આજનો ઇતિહાસ
ભારતના પ્રથમ અને એકમાત્ર મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની જન્મજયંતી
આજનો સુવિચાર
શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.