તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ:‘નોટબંધી 2.0’ હવે કેશ પેમેન્ટ નહીં થઈ શકે, 15મી મેથી ઓનલાઈન ફૂડ અને હોમ ડિલિવરીમાં ડિજિટલ પેમેન્ટ ફરજિયાત

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 17 હજારથી વધુ શાકભાજી, કરીયાણા સહિતના દુકાનદારોને ડિજિટલ પેમેન્ટની કેશલેસ સિસ્ટમની જાણકારી અપાશે
 • ડી-માર્ટ, ઓશિયા હાયપર માર્કેટ, બિગ બાસ્કેટ, બિગ બઝાર, ઝોમેટો, સ્વિગી કંપની સાથે AMCની બેઠક
 • ડિલિવરી બોયને હેલ્થ કાર્ડ અપાશે, જેને સાત દિવસ બાદ રિન્યુ કરાવું પડશે
 • દુકાનદારોએ પણ ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાનું રહેશે

કોરોનાના પગલે અમદાવાદ શહેરમાં નોટબંધી 2.0 લાદવામાં આવી છે. હવેથી કોઈપણ પ્રકારના કેશ પેમેન્ટમાં ફૂડ કે હોમ ડિલિવરી નહીં થઈ શકે. 15 મેથી ઓનલાઈન ફૂડ અને હોમ ડિલિવરીમાં ફરજિયાત ડિજિટલ પેમેન્ટ કરવાનું રહેશે. રોકડમાં કોઈ પેમેન્ટ કરવાનું રહેશે નહીં. દુકાનધારકોએ પણ ડિજિટલ પેમેન્ટ લેવાનું રહેશે. જેના માટે શહેરમાં 17 હજારથી વધુ શાકભાજી, કરીયાણા સહિતની અનેક દુકાનદારો પાસે જઈ અને ડિજિટલ પેમેન્ટની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી કેશલેસ સિસ્ટમ માટે જાણકારી આપશે. રાજ્યના હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરમાં કોરોનાનો કાબુમાં લેવા ખાસ મુકવામાં આવેલા અધિકારી ડો. રાજીવકુમાર ગુપ્તા અને ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે.
..તો અમદાવાદના 50 લાખ લોકોનું એકસાથે KYC કરાવવું પડશે
અમદાવાદમાં બધા વેપાર-ધંધાને કેશલેસ કરીને યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમને લાગુ કરવા મ્યુનિ. જઈ રહ્યું છે. રોકડનો વ્યવહાર સદંતર બંધ કરીને યુપીઆઈથી પેમેન્ટ કરવા માટે શાકભાજીના ફેરિયા અને કરિયાણા-દૂધના દુકાનદારોને સજ્જ કરવા મ્યુનિ. પ્રયત્નશીલ છે. આ વાત તો ઠીક છે, પણ આ દુકાનવાળા અને ફેરિયાને પેમેન્ટ તો આખરે પબ્લિકે જ કરવાનું છે ને... અને એવું મનાય છે કે અમદાવાદની કુલ 70 લાખ જેટલી વસતિમાંથી અત્યારે 50 લાખથી વધુ લોકો એવા છે કે જેમની પાસે મોબાઈલમાં ઈ-વોલેટ સિસ્ટમ નથી. આવામાં 50 લાખા લોકોએ કોઈ પણ વસ્તુ ખરીદવા દુકાને જવું હશે તો પેમેન્ટ તો યુપીઆઈથી જ કરવું પડશે. જ્યારે યુપીઆઈમાં કોઈ પણ અંગત કે કોમર્શિયલ નાણાકીય વ્યવહાસ તેનું KYC પૂર્ણ કરાવ્યા વિના નથી થઈ શકતું. આવામાં મ્યુનિ.એ અમદાવાદના 50 લાખ જેટલા લોકોને ઈ-વોલેટ સાથે જોડવા તેમનું KYC પણ કરાવવું પડશે.

ચલણી નોટો આપવાથી સંક્રમણ ફેલાતું અટકાવા પ્રયાસ
કોરોના વાઇરસનો ફેલાવો ચલણી નોટો દ્વારા પણ થતો હોય છે. લોકો વસ્તુ ખરીદતી વખતે ચલણી નોટો આપે તેનાથી પણ વ્યક્તિમાં કોરોના સંક્રમણ ફેલાતો અટકાવવા માટે 15 મેથી ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે.
ડિલિવરી બોયનું સંપૂર્ણ સ્ક્રિનિંગ થશે
કોર્પોરેશને ડી-માર્ટ, ઓશિયા હાયપર માર્કેટ, બિગ બાસ્કેટ, બિગ બઝાર, ઝોમેટો, સ્વિગી કંપની સાથે બેઠક કરી હતી. જેમાં તમામ ડિલિવરી બોયનું સંપૂર્ણ સ્ક્રિનિંગની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ વસ્તુની ડિલિવરી કરશે અને માત્ર ડિજિટલ પેમેન્ટ જ સ્વીકારશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડિલિવરી કરનારે સ્ટાફે તેમના મોબાઈલમાં ફરજીયાતપણે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે.

કેસ ઓન ડિલિવરી બંધ
યુપીઆઇ અને અન્ય પ્લેટફોર્મ મારફતે ડિજિટલ પેમેન્ટ કરવાનું રહેશે. ડિલિવરી બોયને હેલ્થ કાર્ડ આપવામાં આવશે. જે સાત દિવસ સુધી જ માન્ય રહેશે. જેને ટાઇમ ટુ ટાઇમ કોર્પોરેશનમાં રિન્યુ કરાવવાનું રહેશે. કન્ટેન્ટમેન્ટ એરિયામાં ડિલિવરી નહીં કરી શકે. કેશ ઓન ડિવિલરી નહીં કરી શકાય. તમામ ડિલિવરી બોયએ ફરજિયાત આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે.

કાગળથી કોરોના વધુ ન ફેલાય તે માટે નિર્ણય
અમદાવાદમાં શાકભાજી, ફળ, દૂધ, કરિયાણાની 17000 જેટલી રિટેઈલ દુકાનોમાં કોર્પોરેશનની 100 ટીમ જઇને દુકાનદારોના મોબાઇલમાં ફરજિયાત ડિજિટલ પેમેન્ટ એપ ડાઉનલોડ કરાવશે અને તેના માટે તમામ ટેક્નિકલ સપોર્ટ આપશે. કોરોના કાગળ પર વધુ સમય રહેતો હોવાથી કરન્સી નોટ મારફત ન ફેલાય તેના માટે લેવાયો નિર્ણય રિટેલ વેચાણ માટે 15 પછી હજુ વધુ ગાઇડલાઇન આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો