તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસનો આક્ષેપ:ડીઝલમાં એક વર્ષમાં રૂ.35 પ્રતિ લીટરના ભાવ વધારાથી ગુજરાતનાં માછીમારો ઉપર એક જ સિઝનમાં રૂ.2000 કરોડનો બોજો: અર્જુન મોઢવાડિયા

અમદાવાદ14 દિવસ પહેલા
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાની તસવીર
  • ગુજરાતમાં 15,000 મોટી અને 10,000 નાની બોટ સહિત કુલ 25,000 ફીશીંગ બોટો કાર્યરત: મોઢવાડિયા
  • 'પેટ્રોલ/ડીઝલ/ કેરોસીનના અસહ્ય ભાવ અને સકારની અણઘડ નીતિઓના કારણે માછીમારો વ્યવસાય છોડવા મજબુર'

સતત વધી રહેલ ડીઝલના ભાવથી ગુજરાતના માછીમાર ઉદ્યોગને મરણતોળ ફટકો પડી રહ્યો છે. જે અંગે માહિતી આપતા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે ડીઝલના ભાવમાં વધારો કરી તેમજ માછીમાર ભાઈઓ માટેની તમામ સહાય યોજનાઓ બંધ કરીને ગુજરાતના માછીમાર ઉદ્યોગને મરણતોલ ફટકો માર્યો છે. છેલ્લા 1 વર્ષમાં ડીઝલના ભાવમાં રૂ.35 પ્રતિ લીટરનો અસહ્ય વધારો ઝીંકવામાં આવ્યો છે.

માછીમાર ભાઈઓ પર સિઝનમાં રૂ.2000 કરોડનો બોજો
તેમણે કહ્યું, 1 નાની ફીશીંગ બોટને 1 સિઝનમાં ઓછામાં ઓછુ 3,500 લીટર પેટ્રોલ/કેરોસીન અને મોટી બોટને 36,000 લીટર ડીઝલ જોઈએ. ગુજરાતમાં અત્યારે 25,000થી વધુ નાની, મોટી ફીશીંગ બોટ કાર્યરત છે, એટલે ગુજરાતમાં એક માછીમાર સિઝનમાં 54 કરોડ લીટર ડીઝલ વપરાય છે. એટલે ગુજરાતના માછીમાર ભાઈઓ પર એક સિઝનમાં ડીઝલના ભાવ વધારા રૂપી રૂ.2000 કરોડનો બોજો પડ્યો છે.

બોટના એક રાઉન્ડમાં રૂ.4 લાખનો ખર્ચ
મોઢવાડિયાએ જણાવ્યું કે, ડીઝલના અસહ્ય રીતે વધેલ ભાવના કારણે એક બોટને એક રાઉન્ડ માટે લગભગ ચાર લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. જે લગભગ ગત વર્ષ કરતા ડબલ છે. જેની સામે એક વર્ષમાં સમુદ્રી ઉત્પાદનોના ભાવમાં કોઈ વધારો થયો નથી. જેના કારણે માછીમાર ભાઈઓ ઉપર મોટો આર્થિક બોજો પડ્યો છે. સરકારની આટલી ઉપેક્ષાના કારણે માછીમાર ભાઈઓ માછીમારીનો વ્યવસાય છોડવા માટે મજબુર થઈ રહ્યા છે. તેનો અંદાજો માત્ર એટલા ઉપરથી લગાવી શકાય ગુજરાતમાંથી ચાલુ વર્ષે માત્ર 2.79 મિલિયન ટન જ સમુદ્રી ઉત્પાદનોની નિકાસ થઈ શકી છે. જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછી છે.

બોટ માટે પેટ્રોલ વધુ અનુકૂળ હોવા છતાં સરકાર સબસીડી નથી આપતી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન ભાજપ સરકારની નીતિને કારણે ખાસ કરીને નાના માછીમારો(પીલાણા)ને મરણતોલ ફટકો પડેલ છે. ભાજપ સરકારે પીલાણાને અગાઉ અપાતા લાભો પણ બંધ કર્યા છે. પીલાણા ધારકોને કોંગ્રેસની સરકાર વખતે રૂપિયા 2 થી 18 સુધી પ્રતિ લીટરના ભાવે કેરોસીન અપાતું હતું. અત્યારે કેરોસીનનો બજાર બાવ 100 રુપિયા પ્રતિ લીટર છે. તેના ઉપર પ્રતિ લીટર 25 રૂપિયાની સબસીડી અપાય છે. પરંતુ માછીમાર ભાઈઓએ પેટ્રોલ વાપરવુ વધુ અનુકુળ પડે છે. પર્યાવરણ અને બોટના એન્જિન ની તંદુરસ્તી માટે પેટ્રોલ વધારે અનુકુળ છે. પેટ્રોલ અત્યારે 100 રૂપિયા પ્રતિ લિટરના આસપાસના ભાવે મળી રહ્યું છે, તેમ છતાં માછીમાર ભાઈઓને પેટ્રોલ ખરીદી માટે સબસીડી ના આપીને રાજ્ય સરકાર અંધેરી નગરી અને ચોપટ રાજા જેવી નીતિ અપનાવેલ છે.

સરકારની દરિયામાં કેમિકલનો કદડો ઠાવવાની યોજના
અર્જુન મોઢવાડિયાએ ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો કે, સરકારે જેતપુરના કરાખાનાઓનો કેમિકલ વાળો કડદો જો દરિયામાં ઠાલવવાની યોજના તૈયાર કરી છે, જે અમલમાં આવશે તો દરિયા આધારીત રોજીરોટી મેળવતા લોકોને મરણતોળ ફટકો પડશે. જો આમ જ ચાલતુ રહેશે તો ગુજરાતને કરોડોનું વિદેશી હુંડીયામણ કમાઈને આપતો માછીમાર ઉદ્યોગ ઠપ થઈ જશે.