તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધાનસભા ડાયરી:વિપક્ષના નેતાએ 'જય-વીરુ'નો ઉલ્લેખ કરતા જ નીતિન પટેલ અકળાયા, નરગીસ, પરવીન બાબી, અને CMના લગ્નની રમૂજ થઈ

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત વિધાનસભા ગૃહની ફાઈલ તસવીર. - Divya Bhaskar
ગુજરાત વિધાનસભા ગૃહની ફાઈલ તસવીર.
  • વિપક્ષના નેતા ધાનાણીનો કટાક્ષ અને ચાબખા
  • વિધાનસભા ગૃહમાં બેઠેલા નીતિન કાકાને ઉપાધિ કેમ થાય છે?

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે લવ જેહાદ અંગેના વિધેયકની ચર્ચાથી ગૃહમાં કયારેક હંગામો તો કયારેક કટાક્ષ, ક્યારેક હાસ્યની છોળો ઉડી હતી. વિપક્ષી નેતા પરેશ ધનાણીએ રૂપાણી અને નીતિન પટેલ તરફ નિર્દેશ કરી શોલે ફિલ્મના જય-વીરૂના કિસ્સાઓનો ગૃહમાં ઉલ્લેખ કર્યો હતો. જેને પગલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અકળાયા હતા અને પોઈન્ટ ઓફ ઓર્ડર ઉપસ્થિત કરી જણાવ્યું હતું કે વિપક્ષી નેતા ધર્માંતરના વિધેયક ઉપર પોતાના વિચારો વ્યક્ત કરતા નથી અને લાંબી લાંબી વાર્તાઓ કરી સમય વેડફી અન્ય વિષય ઉપર જતા રહે છે. ત્યારે સમય મર્યાદાને ધ્યાનમાં રાખી વધુ છૂટછાટ આપવી જોઈએ નહીં એવો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો.

પરેશભાઈ સૌને મનોરંજન કરાવે છે
આ તબક્કે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ નીતિનભાઈના પોઇન્ટ ઓફ ઓર્ડરનું સમર્થન કરતાં જણાવ્યું હતું કે વિપક્ષ આ વિધેયકનું નથી સમર્થન કરી શકતો કે વિરોધ પણ કરી શકતો નથી. પરેશભાઈ આ વિધેયક ઉપર બોલવાના બદલે સૌને મનોરંજન કરાવે છે એવું કહેતા વિધાનસભામાં ભાજપના સભ્યોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સમયે કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ કોઈ કોમેન્ટ કરતા તેમને દસ મિનિટ સુધી ગૃહની બહાર નીકળી જવાનો આદેશ વિધાનસભાના અધ્યક્ષે કરતા વાતાવરણ સામાન્ય બન્યુ હતું.

રૂપાણી પણ ધર્મના વાડા તોડી લગ્ન જીવન આગળ ધપાવે છે
ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય ધારા વિધેયક અન્વયે વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપર રમુજી ઉદાહરણ આપતાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિરોધ વ્યક્ત કર્યો હતો અને પરેશ ધાનાણીએ આપેલું ઉદાહરણ એ સુસંગત નહિં હોવાનો સૂર પુરાવ્યો હતો. તેમણે વિજય રૂપાણીના નામનો ઉલ્લેખ કર્યો હતો અને વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ધર્મના વાડા તોડી લગ્ન જીવન આગળ ધપાવી રહ્યા છે. હું તેમને અભિનંદન આપું છું તેવું નિવેદન કરતાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અકળાયા હતા અને અધ્યક્ષને અપીલ કરી હતી કે પરેશ ધાનાણીએ કરેલું આ નિવેદન આ વિધેયકમાં સુસંગત નથી. વ્યક્તિગત ઉલ્લેખ કરવો યોગ્ય નહીં હોવાની રજૂઆત કરી હતી.

પરવીન બાબીએ પ્રદિપસિંહને પ્રપોઝલ મુકી હોત તો...
આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપર રમુજી ટીપ્પણી કરતા પરેશ ધાનાણીએ ઉલ્લેખ કર્યો હતો કે, વિધાનસભા ગૃહમાં બેઠેલા નીતિન કાકાને ઉપાધિ કેમ થાય છે? ભૂતકાળમાં નરગીસની ફિલ્મ જોવા માટે નીતિન કાકાએ પણ કાળા બજારની ટિકિટ લીધી હશે, એવું નિવેદન કરતાં ગૃહમાં રમુજી માહોલ સર્જાયો હતો. બીજી તરફ પોતાના પ્રવચન દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર પરેશ ધાનાણીએ ટિપ્પણી કરી હતી કે ગુજરાતની દીકરી અને ખ્યાતનામ એક્ટ્રેસ પરવીન બાબી અપરણિત રહી. પરંતુ તેણે તે સમયે પ્રદિપસિંહને પ્રપોઝલ મુકી હોત તો તેઓ પણ પાણી પાણી થઇ ગયા હોત તેવું નિવેદન કરતાં વિધાનસભાગૃહમાં હાસ્ય ફેલાયુ હતું.

પ્રદિપસિંહ સાથે મારે વ્યક્તિગત સંબંધો છે
જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ પરેશ ધાનાણીના આ નિવેદનને વધાવ્યું હતું. જો કે પરેશ ધાનાણીએ સ્પષ્ટતા કરી હતી કે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાહેબ સાથે મારે વ્યક્તિગત સંબંધો છે, એટલું જ નહીં તેનાથી વધુ સંબંધો બહેન સાથે હોવાનો સ્વીકાર કર્યો હતો. જોકે પરેશ ધાનાણીની રમુજી ટીપ્પણીથી ગૃહમાં વાતાવરણ હળવું બન્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો