તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન્સ ડેના લવ પાર્ટનર્સ એક-બીજાને સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માટે એક મહિના પહેલાથી જ પ્લાનિંગ શરૂ કરી દેતા હોય છે. ત્યારે શહેરના ઘણા કપલે તેમના પાર્ટનર માટે સરપ્રાઈઝ ગિફ્ટ પ્લાન કરીને રાખ્યું છે. કોઈ તેના પાર્ટનરને ટેડી તો કોઈ ગુલાબ ફૂલનો સુંદર બુકે આપતા હોય છે પરંતુ કેટલાક કપલ એવા પણ હોય છે જે તેમના પાર્ટનરને તેમની ગમતી વસ્તુઓ આપતા હોય છે પછી ભલે તેની કીમત કંઈ પણ હોય. આ વેલેન્ટાઇન્સ ડે પર તેઓ ચીલાચાલુ ગુલાબના ફૂલનો બુકે અને ચોકલેટ નહીં પણ ડાયમંડ રિંગ, ડાયમંડ નેકલેસ અને બ્રાન્ડ ન્યૂ મોબાઇલ ફોન જેવી મોંઘી વસ્તુઓ વેલેન્ટાઇન્સ ડે ગિફ્ટ તરીકે આપી રહ્યા છે. સિટી ભાસ્કરે શહેરના આવા જ કેટલાક કપલ સાથે વાત કરી છે જે પોતાના લાઇફ પાર્ટનરને તેમની ગમતી વસ્તુઓ ભેટ તરીકે આપી રહ્યા છે.
આ વખતે ગિફ્ટમાં ડાયમંડની રિંગ આપીશ
મારી વાઈફ હીનાને રિંગનો વધુ શોખ છે તેથી તેને ડાયમંડ રિંગ ગિફ્ટ કરવાનો છું. જોકે, તેણે મારા માટે શું ખરીદ્યું છે તે તેણે હજી સુધી સરપ્રાઈઝ રાખ્યું છે. પરંતુ તે મને મારી પસંદની વસ્તુ જ દરવર્ષે આપે છે. -હિમાંશુ-હિના કાનાણી, નિકોલ
1.5 લાખનો ડાયમંડ નેકલેસ ગિફ્ટ કરીશ
તેની ડાયમંડ નેકલેસની ડિમાન્ડ હતી તેથી મેં આ વેલેન્ટાઇન્સ ડે પર તેના માટે 1.5થી 2 લાખની કીંમતનો ડાયમંડ નેકલેસ બનાવડાવ્યો છે. જોકે, મને સામે ગિફ્ટની અપેક્ષા નથી. તેનો પ્રેમ જ પૂરતો છે. -દિપક-જ્યોતિ ચોપરા, શાહીબાગ
બ્રાન્ડ ન્યૂ મોબાઈલ ફોન ગિફ્ટ કરીશ
મારી વાઈફને ગેઝેટ્સ વધુ પસંદ છે અને મને પણ તેથી મે તેના માટે બ્રાન્ડ ન્યૂ ફોન ખરીદ્યો છે. આ ઉપરાંત તેના માટે આઉટફિટ્સ પણ ખરીદી કરીશ. જોકે, તેને મારા કહેવા છતાં ગિફ્ટ સરપ્રાઈઝ રાખી છે. -નિલેશ-રીના સોલંકી, લાંભા
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.