તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્દીઓ માટે સુવિધા:સિંગરવા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસીસ કેન્દ્ર શરૂ, ગુજરાતમાં ડાયાલિસીસ પ્રોગામ હેઠળ 53 કેન્દ્રો કાર્યરત થયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિંગરવામાં તૈયાર ડાયાલિસીસ સેન્ટરની તસવીર - Divya Bhaskar
સિંગરવામાં તૈયાર ડાયાલિસીસ સેન્ટરની તસવીર
  • ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ(જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે
  • અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસીસ કરાય છે

ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસી એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC) અમદાવાદે રાજ્યભરના વિવિધ જિલ્લા અને તાલુકા સ્તરે ડાયાલિસીસ કેન્દ્રને વેગવાન બનાવ્યો છે. રાજ્ય સરકારના સહયોગથી કાર્યરત ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ (GDP) અંતર્ગત ડાયાલિસીસની જરૂરિયાત ધરાવતા દર્દીઓને સરળતાથી સેવા ઉપલબ્ધ થઇ છે. અમદાવાદ જિલ્લાના સિંગરવા સામુહિક આરોગ્ય કેન્દ્ર(CHC)માં ત્રણ ડાયાલિસીસ એચ.ડી. મશીન કાર્યરત કરવામાં આવ્યા છે. અત્યાધુનિક સુવિધાઓ અને તકનીકથી સજ્જ આ મશીનોના કાર્યાન્વિત થવાથી ગ્રામ્ય સ્તરે ડાયાલિસીસની જરૂરિયાત ધરાવતા દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો થશે.

ગુજરાતમાં ડાયાલિસીસ કેન્દ્રોની સંખ્યા 53 થઈ
નોંધનીય છે કે, ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ હેઠળ ઈ.એસ.આર.ડી. દર્દીઓને નિ:શુલ્ક ડાયાલિસીસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ(જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. સિંગરવા હોસ્પિટલમાં ડાયાલિસીસ મશીનો મૂકાવવાથી આજે ડાયાલિસીસ કેન્દ્રોની સંખ્યા 53 થઇ છે. જેમાં 500થી વધુ ડાયાલિસીસ મશીન સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસીસ કરાય છે.

સિંગરવા આરોગ્ય કેન્દ્રમાં 3 ડાયાલિસીસ મશીન કાર્યરત કરાયા
સિંગરવા આરોગ્ય કેન્દ્રમાં 3 ડાયાલિસીસ મશીન કાર્યરત કરાયા

30 કિ.મીની અંદર દર્દી માટે ડાયાલિસીસ સેવા સુલભ બનાવવાનો પ્રયાસ
ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટરે (IKDRC) એન્ડ સ્ટેજ રિનલ ડિસીસ( ઈએસઆરડી) દ્વારા સંચાલિત રાજ્યભરના ડાયાલિસીસ કેન્દ્રો જિલ્લાઓમાં 50 લાખથી વધુ વસ્તી માટે ઈએસઆરડી દર્દીઓને લાસ્ટ માઈલ કનેક્ટીવિટી સાથે કિડની કેર પુરુ પાડી રહ્યું છે. આ અંગે પ્રતિભાવ આપતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર( IKDRC)ના નિયામક વીનિત મિશ્રાએ જણાવ્યું, “અમારો પ્રયાસ એ છે કે ડાયાલિસિસ સેવાને સરળતાથી સુલભ અને આરામદાયક બનાવવા માટે મુસાફરીનો સમય ઘટાડવા માટે 30 કિલોમીટર અંતરની અંદર રાજ્યમાં દરેક ઈએસઆરડી દર્દી માટે ડાયાલિસીસ સેવાઓને સુલભ બનાવવામાં આવે.”

સોલા સિવિલમાં 23 ડાયાલિસીસ મશીનો કાર્યરત
અમદાવાદ જિલ્લામાં અમદાવાદ પશ્ચિમ વિસ્તારના નાગરિકો સોલા સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસીસ સેવાનો લાભ મેળવે છે. અહીં 23 જેટલા ડાયાલિસીસ મશીન કાર્યરત કરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લાના પૂર્વ વિસ્તારના નાગરિકો માટે સિંગરવા ખાતે 3 ડાયાલિસીસ મશીનો મૂકવામાં આવ્યા છે. ઉપરાંત સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં અલાયદા 12 જેટલા ડાયાલિસીસ મશીન મૂકવામાં આવ્યા છે.

દર્દીના ડાયાલિસીસમાં 3થી 4 કલાકનો સમય
મિશ્રાએ વધુમાં ઉમેર્યું હતું કે, ડાયાલિસીસ કેન્દ્ર સુધી પહોંચવાના મુસાફરીના સમયમાં ઘટાડો કરવો મહત્વપૂર્ણ છે. કારણ કે એક ઈએસઆરડી દર્દીને ડાયાલિસીસ કરવામાં 3થી 4 કલાક લાગે છે. જો કોઈ દર્દીને ડાયાલિસીસ કેન્દ્ર સુધી પહોંચવામાં એક કલાકથી વધુનો સમય લાગે તો આખો દિવસ વેડફાય છે.”