તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:ધુળેટીના રંગ, ગત વર્ષે 4 કરોડ, આ વર્ષે 30 લાખના પણ ના વેચાયા

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પિચકારી : ગત વર્ષે 10 કરોડ, આ વર્ષે 5 કરોડનું વેચાણ થયું

કોરોનાને પગલે નરોડા, વટવા સહિતના વિસ્તારોમાં રંગો બનાવતી ફેક્ટરીઓએ 50 ટકા પ્રોડક્શન ઘટાડી ઉત્પાદન કર્યું છે. ડિસ્ટ્રીબ્યૂટર્સને સપ્લાય કર્યા પણ છેલ્લે સરકારે જાહેરમાં હોળીની ઉજવણી પર પ્રતિબંધ લગાવતાં રંગોનો આ સ્ટોક પણ પડ્યો રહ્યો છે. રંગોના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ કહે છે કે હોળી-ધુળેટીમાં 3થી 4 કરોડના રંગોનો ઉપયોગ થાય છે તેની સાથે આ વખતે માંડ 30 લાખના રંગોનો પણ ધંધો થયો નથી.

દર વર્ષે 200 ટન રંગની ખરીદી કરે છે લોકો

દર ધુળેટીએ 200 ટનથી વધુ રંગનો ઉપયોગ થાય છે. આ વખતે 50 ટન જ રંગો વેચાયા છે. 3થી 4 કરોડના રંગોના ધંધાને બદલે હાલ માંડ 30 લાખનો ધંધો થઈ ગયો છે. અમદાવાદમાં 200 જેટલા છૂટક વેપારીઓ છે. જેમનો અડધા કરતાં વધારે માલ પડ્યો રહ્યો છે. મૂર્તુજા વ્હોરા, રંગોના વેપારી

પ્રોડક્શન ઘટાડવા છતાં કપરી સ્થિતિ છે

આ વખતે રંગોનું પ્રોડક્શન 50 ટકા ઓછુ કર્યું છે. ડિસ્ટ્રીબ્યૂટર, હોલસેલર, અને રિટેલર આ સમગ્ર ચેન જ નથી ચાલી. 15 ટન રંગો તેઓ ગયા પણ તેમને ત્યાં પણ માલ એમનો એમ જ પડ્યો છે. વહેલાં પ્રતિબંધનો નિર્ણય લેવાયો હોત તો સ્થિતી જુદી હોત. - જગદિશ કાંજાની, વેપારી

કોરોનાને પગલે સરકાર દ્વારા જાહેર અને સામુહિક ઉજવણીઓ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં લોકો રંગ અને પીચકારીની ખરીદી કરી રહ્યાં છે. વેપારીઓના જણાવ્યા અનુસાર ગત વર્ષે 10 કરોડની પીચકારીઓ વેચાઇ હતી જ્યારે આ વર્ષે કોરોના હોવા છતાં 5 કરોડની પીચકારીઓનું વેચાણ થયું છે. બાળકો માટે તેમના વાલીઓ પીચકારીની ખરીદી કરી રહ્યાં છે. તેમાં પણ ચાયનિઝ બંધ થવાથી સ્વદેશી પીચકારીઓની ખરીદી થઇ રહી છે.

આ વર્ષે વેચાણ 60 ટકા ઘટી ગયું છે

પ્રતિબંધ છતાં લોકો પરિવાર સાથે ધુળેટી ઉજવવા પિચકારી ખરીદે છે. ચાઇનિઝ પર પ્રતિબંધને કારણે ભારતીય કારીગરોને ફાયદો થયો છે. પિચકારી દિલ્હી, ગાઝિયાબાદથી આવે છે. શહેરમાં વેચાણ 8થી 10 કરોડ રુપિયાનું હતું. આ વર્ષે 5 કરોડ રુપિયાનું છે. અમિત ભાઇ, વેપારી

ચાઇનીઝ પર પ્રતિબંધ થતાં ફાયદો થયો

​​​​​​​

​​​​​​​ભલે સરકાર દ્વારા સામૂહિક ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પરંતુ લોકો બાળકો માટે પિચકારી ખરીદી રહ્યાં છે. પરિવારના લોકો સાથે તહેવાર ઉજવશે. આ વર્ષે લોકલ ટ્રેન્ડી, સ્મોલ પિચકારીઓ લોકો ખરીદી રહ્યાં છે. કુશ પટેલ, વેપારી, વસ્ત્રાપુર

બાળકો ટ્રેન્ડી પિચકારી ખરીદે છે

હોળીમાં બિગબેંગ, ટેન્કગન, બાર્બી શોર્ટસ, ફાઉન્ટેન ટેન્ક જેવી ઇન્ડિયન પિચકારી બજારમાં આવી છે. 3 વર્ષથી 15 વર્ષના બાળકો માટે આ ટ્રેન્ડી આઇટમો વધુ પસંદ કરી રહ્યાં છે. - રાજુ ભાવસાર, સાબરમતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો