તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ધોળકા ટાઉન પોલીસે 15 મોટર સાયકલ સાથે બે વાહન ચોર ઈસમોને ઝડપી, 2.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ધોળકા ટાઉન પોલીસે વાહન ચોરોને ઝડપી પાડ્યા - Divya Bhaskar
ધોળકા ટાઉન પોલીસે વાહન ચોરોને ઝડપી પાડ્યા
  • છેલ્લા છ મહિનામાં બંને આરોપીઓએ કુલ 13 મોટર સાયકલની ચોરી કરી હોવાનું કબૂલ્યુ

અમદાવાદ શહેર અને જિલ્લામાં વાહનચોરીના ગુનાઓ વધવા માંડ્યાં છે. ત્યારે જિલ્લામાં બે ઈસમો 13 મોટર સાયકલની ચોરી કરીને ફરાર થયેલા હતાં. જેમને પકડવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચક્રો ગતિમાન કર્યાં હતાં. આ કેસ ધોળકા ટાઉન પોલીસના હાથમાં આવતાં જ આ બંને ઈસમોની કુલ 15 મોટર સાયકલ અને 2.26 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

છ મહિનામાં કુલ 13 મોટર સાયકલની ચોરી કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ધોળકા ટાઉન પોલીસના બે પોલીસ કર્મીઓને ધોળકા બાપાસીતારામ મઠુલી મધીયા ધોળકા બગોદરા રોડ ખાતે થયેલા વાહન ચેકિંગ દરમિયાન બાતમી મળી હતી. આ બાતમીને આધારે તેમણે બંને વાહન ચોર ઈસમોને ભારે જહેમત બાદ ઝડપી પાડ્યાં હતાં. આરોપી ઈસમોએ પુછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેમણે છેલ્લા છ મહિના દરમિયાન કુલ 13 મોટર સાયકલની ચોરી કરી છે.

આરોપીઓએ ચોરી કરેલ મોટર સાયકલ
આરોપીઓએ ચોરી કરેલ મોટર સાયકલ

પોતાના બાઈકની ચાવીથી બીજાનું બાઈક ચોરી કરતા
આરોપીઓ પાસેથી પોલીસે ચોરી કરાયેલા 13 તથા ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવેલા બે મોટર સાયકલ તેમજ બે મોબાઈલ ફોન થઈને કુલ 2.26 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. બંને આરોપીઓમાંથી એક આરોપી કુલદિપસિંહ પોતાનું મોટર સાયકલ લઈને ધોળકા ટાઉન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ પાર્ક કરેલા મોટર સાયકલમાં પોતાના વાહનની ચાવી નાંખીને ચોરી કરતાં હતાં.