કોવિડ સામે તૈયારી:ધનવંતરી હોસ્પિટલ કોરોનાને લઈને સ્ટેન્ડ બાય, એડમિટ રેશિયો વધશે તો ધનવંતરી પણ ચાલુ કરાશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજી લહેર દરમિયાન GMDC ગ્રાઉન્ડમાં ધનવંતરી હોસ્પિટલ ચાલુ કરવામાં આવી હતી
  • જોકે કેસ ઓછા થતા હોસ્પિટલની જરૂરિયાત ના રહેતા બંધ કરવામાં આવી હતી

કોરોનાના કેસ વધી રહ્યા છે પરંતુ હજુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી રહી નથી જેથી મોટા ભાગની હોસ્પિટલ હજુ ખાલી છે પરંતુ કેસ વધે અને દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તો તે માટે સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી અને DRDO દ્વારા શરુ કરવામાં આવેલી ધનવંતરી હોસ્પિટલ પણ સ્ટેન્ડ બાય છે જે જરૂર પડે ચાલુ કરવા તૈયારી છે.

GMDC ગ્રાઉન્ડમાં ધનવંતરી હોસ્પિટલ ચાલુ કરાઈ હતી
ગુજરાત યુનિવર્સિટી અને DRDO દ્વારા બીજી લહેર દરમિયાન GMDC ગ્રાઉન્ડમાં ધનવંતરી હોસ્પિટલ ચાલુ કરવામાં આવી હતી જ્યાં કોરોના પોઝીટીવ દર્દીઓને દાખલ કરવામાં આવતા હતા. આ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ICU અને વેન્ટીલેટર સહિતની સુવિધાઓ હતી.બીજી લહેર વખતે અનેક દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને કેસ ઓછા થતા હોસ્પિટલની જરૂરિયાત ના રહેતા તેને બંધ કરવામાં આવી હતી.

સરકાર તરફથી સ્ટેન્ડ બાય રહેવા સુચના
હવે ફરીથી જયારે કેસ હજારોની સંખ્યામાં પહોચ્યા છે ત્યારે ગમે તે સમયે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તો રાજ્ય સરકારની તૈયારી છે સાથે જ ગુજરાત યુનિવર્સિટી અને ધનવંતરી હોસ્પિટલની પણ ચાલુ કરવા પૂરી તૈયારી છે. સરકાર તરફથી સ્ટેન્ડ બાય રહેવા સુચના તો આપવામાં આવી છે.જયારે ICU અને વેન્ટીલેટરવાળા દર્દીઓ વધશે તો ધનવંતરી હોસ્પિટલમાં સ્ટાફની તાત્કાલિક ભરતી કરીને હોસ્પિટલ ફરીથી ચાલુ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...