તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

​​​​​​​નિયમમાં ફેરફાર:ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં આજે 75 બેડ ઉપલબ્ધ, 92થી ઓછું ઓક્સિજન લેવલ ધરાવતા દર્દીઓને દાખલ કરાશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઓ 108 નહીં કોઈ પણ વાહનમાં આવીને દાખલ થઈ શકશે

GMDC ખાતે આવેલા ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટર DRDOના સહયોગથી શરૂ થયેલી 900 બેડની ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા બાબતે અનેક માથાકૂટ થઈ છે. હોસ્પિટલમાં દાખલ થવા માટે ટોકન સિસ્ટમ રાખવામાં આવી છે. આજે સવારે 8 વાગ્યાથી 75 બેડ ઉપલબ્ધ છે. જેમાં કોઈપણ વાહનમાં આવતા દર્દીઓને દાખલ કરવામાં આવશે. કોવિડ પોઝિટિવ ટેસ્ટ ધરાવતા અને 92થી ઓછું ઓક્સિજન લેવલ ધરાવતા દર્દીઓને દાખલ કરવામાં આવશે.

સગાએ ફોર્મ ભરી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ અને અન્ય જરૂરી રિપોર્ટ્સ આપીને ટોકન લેવાનું રહે
સગાએ ફોર્મ ભરી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ અને અન્ય જરૂરી રિપોર્ટ્સ આપીને ટોકન લેવાનું રહે

DRDO હોસ્પિટલની બહાર લોકોની લાંબી લાઈનો
ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં દાખલ થવા સૌ પ્રથમ દર્દીના સગાએ ફોર્મ ભરી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ અને અન્ય જરૂરી રિપોર્ટ્સ આપીને ટોકન લેવાનું રહે છે. ગત ગુરુવારે સવારથી DRDO હોસ્પિટલની બહાર લોકોની લાંબી લાઈનો લાગી હતી. જેમા કેટલાક દર્દીઓને ટોકલ સિસ્ટમના કારણે દાખલ ન કરાતા તેમના સગાઓએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. એક પરિવારે તો દર્દી સાથે રિક્ષાને હોસ્પિટલની અંદર ઘુસાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યારબાદ હવે હોસ્પિટલ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જે દર્દીનું ઓક્સિજેશન લેવલ 92 ટકાથી ઓછું છે તેઓ કોઈપણ વાહનમાં આવે તેમને દાખલ કરવામાં આવશે.

દર્દીઓને ટોકલ સિસ્ટમના કારણે દાખલ ન કરાતા તેમના સગાઓએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો
દર્દીઓને ટોકલ સિસ્ટમના કારણે દાખલ ન કરાતા તેમના સગાઓએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો

ટોકન સિસ્ટમથી અનેક દર્દીઓનાં સગાં પાછાં ગયાં
ગુરુવારે ટોકન સિસ્ટમને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એક તરફ ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને એડમિટ કરવા હાઇકોર્ટે કહ્યું છે, પરંતુ આ હોસ્પિટલમાં એડમિટ થવા દર્દીએ પહેલા ફોર્મ ભરવાનાં પછી ટોકન લીધા પછી એડમિશન માટે દર્દીને હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ મળે ત્યારે તેમને અંદર લઇને આવવાનું રહેશે. આ ટોકન સિસ્ટમને કારણે અનેક દર્દીઓનાં સગાંને પાછું જવું પડ્યું હતું. ગુરુવારે માત્ર 125 જ ટોકન આપવામાં આવ્યાં હતાં. જ્યારે આજે 75 બેડ ઉપલબ્ધ કરાયા છે.