આયોજન:કોરોનાની મહામારીમાં વ્યક્તિનું સ્વાસ્થ્ય જળવાય, રોગ પ્રતિકારક ક્ષમતા વધે તે માટે SGVP ગુરુકુળમાં વિષ્ણુયાગ અને ધન્વંતરિ યજ્ઞનું આયોજન

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
SGVPમાં સવાર સાંજ યજ્ઞનું આયોજન - Divya Bhaskar
SGVPમાં સવાર સાંજ યજ્ઞનું આયોજન

અમદાવાદમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, પૂજ્ય જોગી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં, એસજીવીપી ગુરુકુલમાં દરરોજ સવારે વિષ્ણુયાગ અને સાંજે ધન્વંતરિ યજ્ઞ કરવામાં આવી રહ્યા છે. કોરોના મહામારી દરમિયાન વ્યક્તિનું સ્વાસ્થ્ય જળવાય રહે, રોગ પ્રતિકારક ક્ષમતા વધારો થાય તે હેતુથી આ યજ્ઞ કરાઈ રહ્યો છે.

SGVP ગુરુકુલની વિશાળ યજ્ઞશાળામાં, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાધ્યાપક ભગીરથભાઇ ત્રિવેદીના માર્ગદર્શન નીચે ઋષિકુમારો - તેજસ દવે, હર્ષ પંડ્યા, દર્શન જાની અને દીપ ઠાકરના સહકારથી, કોરાના મહામારી દરમિયાન સ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય જળવાય રહે, રોગ પ્રતિકારક ક્ષમતા વધે, સૌ કોઇનું રક્ષણ થાય તે માટે ભગવાનને પ્રાર્થના રુપે યજ્ઞ કરવામાં આવ્યો હતો.

વૈશાખ માસની અમાસની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં રહેતા કપડવંજ દશા પોરવાડ મહિલા મંડળના બહેનો તેના પ્રમુખ ચેતનાબેન સહિત ધન્વંતરિ યજ્ઞમાં જોડાયા હતાં. અને અમાસના દિવસે નારણપુરા મહિલા મંડળના બહેનો ગાયત્રી જોષી, સંગીતા દેસાઇ અને આયુષ્યબેન સહિત બહેનો વગેરે જોડાયાં હતાં. આ ધન્વંતરિ યજ્ઞની ધૂમ્રસેરો અનેક રોગો સામે પ્રતિકાર ક્ષમતા વધારે છે. તેમજ યજ્ઞમાં બોલાતા વૈદિક મંત્રોચ્ચારના આંદોલનના પ્રભાવથી મનની નિર્બળતા, હતાશા વગેરે દૂર થાય છે અને મનમાં શાંતિ થાય છે.

અન્ય સમાચારો પણ છે...