ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ:ઢાકા-અબુધાબી ફ્લાઈટનું એન્જિન ફેઈલ થઈ ગયું, 120 પેસેન્જર સાથે હવામાં ઝોલા ખાતાં ઉતરાણ કરવું પડ્યું

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરી ક્વિક રિસ્પોન્સ ટીમો ગોઠવી દેવાઈ

ઢાકાથી અબુધાબી જતી એર અરેબિયાની ફલાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા સોમવારે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. સૂત્રોના કહેવા મુજબ ફ્લાઈટનું એન્જિન ફેઈલ થઈ ગયું હતું. ઘટનાથી એરપોર્ટ પર ફાયર, મેડિકલ, ક્વીક રિસ્પોન્સ ટીમ ગોઠવાઈ ગઈ હતી. ફલાઇટના 120 પેસેન્જરને મોડી રાત્રે અન્ય ફલાઇટમાં રવાના કરાયા હતા.

બાંગ્લાદેશના ઢાકાથી અબુધાબી જતી એર અરેબિયાની ફલાઇટે હવામાં ઝોલા ખાતા પાયલોટે તાત્કાલિક અમદાવાદના એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી)નો સંપર્ક કરતાં ઇમરજન્સી જાહેર કરાઈ હતી. ઇમરજન્સી લેન્ડિંગ બાદ એન્જિયર્સે ફલાઇટની તપાસ કરતાં ફલાઇટ રિપેર થઇ શકે તેમ ન હોવાનું જણાયું હતું. 120 પેસેન્જરોને મોડી રાત્રે 2.30થી 3 વાગ્યાની આસપાસ એર અરેબિયાની બીજી ફલાઇટમાં રવાના કરાયા હતા. હાલમાં પણ એર અરેબિયાનું એરક્રાફટ અમદાવાદ એરપોર્ટ પર જ છે.

અન્ય સમાચારો પણ છે...