પેપર લીક કાંડ:રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ કહ્યું- ટૂંક સમયમાં જ કૌભાંડનો પર્દાફાશ થશે, પેપર ખરીદનાર- વેચનારની સામે કાર્યવાહી થશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
DGP આશિષ ભાટીયા - Divya Bhaskar
DGP આશિષ ભાટીયા
  • પ્રિન્ટિંગ પ્રેસના લોકો સામે કાર્યવાહી થશે
  • હેડ ક્લાર્કની ભરતી પરીક્ષાનું પેપર 9 ડિસેમ્બરે જ લીક થઈ ગયું હતું

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાયેલી હેડ ક્લાર્કની ભરતી પરીક્ષાનું પેપર 9 ડિસેમ્બરે જ લીક થઈ ગયું હતું. સાણંદના સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસથી લીક થયું હતું. જેમાં, અત્યાર સુધી પેપરને પ્રિન્ટિંગ પ્રેસથી બહાર લાવનાર પ્રિન્ટિંગ સુપરવાઈઝરથી માંડીને 11 લોકોની પોલીસે ઘરપકડ કરી લીધી છે. ત્યારે આજે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ પત્રકારોને આ મામલે વધુ વિગતો આવી હતી. તેમણે કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ કૌભાંડનો પર્દાફાશ થશે. પેપર ખરીદનાર અને વેચનાર સામે કાર્યવાહી કરાશે. પ્રિન્ટિંગ પ્રેસના લોકો સામે કાર્યવાહી કરાશે.

પેપર લીક મુદ્દે ભાજપ-આરએસએસ પર કોંગ્રેસ નેતાનો આરોપ
ગૌણ સેવા પસંદગી મંડળના ભરતી પરીક્ષાના પેપર લીક કાંડનો રેલો પ્રિન્ટિંગ પ્રેસ સુધી પહોંચી જતાં સરકાર પણ ચોંકી ઊઠી હતી. એટલું જ નહીં, આ પ્રિન્ટિંગ પ્રેસના માલિકને ભાજપ સાથે જૂનો સંબંધ હોવાની સાથે નરેન્દ્ર મોદીનાં પુસ્તકો પણ આ જ પ્રેસમાં છપાયાં હોવાનું બહાર આવતાં મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓ અસમંજસમાં મૂકાયા છે. બીજી તરફ, કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પણ ટ્વીટ કરી ભાજપ પર આક્ષપે કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, અનેક પરીક્ષાઓના 'પેપર લીક સેન્ટર' સૂર્યા ઓફસેટ પ્રેસનો માલિક પુરોહિત ભાજપ-RSS સાથે જોડાયેલો છે. આ જ પ્રિન્ટિંગ પ્રેસમાં નરેન્દ્ર મોદીનાં અનેક પુસ્તકો પ્રિન્ટ થયાં છે. ગુજરાતને આજકાલ પેપર લીક કાંડનું હબ બનાવી દીધું છે.

પોલીસ કેવી રીતે પહોંચી આરોપી સુધી?
પરીક્ષા અગાઉ સંપર્કમાં રહેલા ગાંધીનગરના દીપક પટેલની ઓળખ કરવામાં આવી હતી. આ દીપક પટેલને એલ.સી.બી. કચેરી ખાતે પૂછપરછ કરતાં તેણે આ પ્રશ્નપત્ર નરોડા ખાતે રહેતા મંગેશ શિર્કે પાસેથી મેળવી 09 લાખ રૂપિયામાં 9 ડિસેમ્બરે પ્રાંતિજના દેવલ પટેલ તથા જયેશ પટેલને આપ્યું હોવાની કબૂલાત કરી હતી. અમદાવાદના મંગેશ શિર્કેને આ પ્રશ્નપત્ર પોતાની પત્નીના કૌટુંબિક કાકા કિશોર આચાર્ય પાસેથી મેળવ્યું હતું. આ કિશોર આચાર્યને પ્રિન્ટિંગ પ્રેસમાં ગૌણ સેવા પસંદગી મંડળે પ્રશ્નપત્ર પ્રિન્ટિંગ માટે આપ્યું હુતું. તે પ્રિન્ટિંગ પ્રેસમાં પ્રિંટિંગ સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે.

પેપરની નકલ 10થી 15 લાખ રૂપિયામાં વેચવાની હતી
પેપર લીક મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું કે પરીક્ષા પહેલાં જ કોઈ સરકારી નોકરની મદદથી કે અન્ય કોઈ પ્રકારે મેળવીને તેને 10થી 15 લાખ રૂપિયામાં પરીક્ષાર્થીઓને વેચી પેપરની નકલ સાથે પુસ્તકો ઉપલબ્ધ કરાવી પ્રાંતિજ, હિંમતનગર અને વીસનગરમાં પેપર સોલ્વ કરવાની તેમજ અહીંથી પરીક્ષાર્થીઓને તેમનાં નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની સગવડ કરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...