તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સૂચના:વ્યાજખોરોને પાસા હેઠળ જેલમાં ધકેલવાનો પોલીસ વડાનો આદેશ, ડીજીપી આશિષ ભાટિયાએ પોલીસ વિભાગને પરિપત્ર કર્યો

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
આશિષ ભાટીયા, રાજ્ય પોલીસ વડા, ગુજરાત - ફાઇલ તસવીર
  • વ્યાજની કમાણીમાંથી મિલકત વસાવી હશે તો એન્ફોર્સમેન્ટને જાણ કરાશે

રાજ્ય પોલીસવડાએ વ્યાજખોરો સામે કડક પગલાંનો આદેશ આપ્યો છે. પોલીસવડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, કેટલા લોકો ઉંચા વ્યાજે જરૂરતમંદને નાણાં ધીર્યા પછી વસૂલાત માટે ધાકધમકી આપે છે. ઘણી વખત દેણદારની મિલકત પણ લખાવી લેવામાં આવે છે પરિણામે ભોગ બનનાર આત્મહત્યા સુધીના પગલાં લે છે. તેમણે વ્યાજખોરોને પાસા હેઠળ જેલમાં ધકેલવા આદેશ કર્યો છે.

પોલીસવડાએ જણાવ્યું કે, રજિસ્ટ્રેશન વિના નાણાં ધીરવાની પ્રવૃત્તિ કરવી, નિયત દર કરતા વધુ વ્યાજે પૈસા ધીરવા, પૈસાની અવેજમાં મિલ્કત વસૂલવી, નાણાં વસૂલવા માટે દેણદાર ઉપર ત્રાસ ગુજારવો જે ઈપીકો કલમ 384, 387 હેઠળ ગુનો બને છે. વ્યાજખોરો સામે ગુનો દાખલ કર્યા બાદ સબંધિત જગ્યાઓએ તાત્કાલિક સર્ચ કરી આધાર પુરાવા મેળવવાની તાકીદ કરાઈ છે. આરોપીઓની ધરપકડ બાદ તેનો પૂર્વ ઈતિહાસ મેળવી પાસા તડીપાર હેઠળ અટકાયતી પગલાંની કાર્યવાહી કરવા તેમજ જેની વિરૂદ્ધ પાસા તડીપાર હેઠળ પગલાં લઈ શકાય તેમ નહોઈ તેની વિરૂદ્ધ સી.આર.પી.સી. કલમ 110 (જી)હેઠળ અટકાયતી પગલાં લેવા પોલીસવડાએ સુચના આપી છે.

વ્યાજખોરોની મિલકતમાંથી વસૂલાત થશે
પોલીસવડાએ સૂચના આપી છે કે, જો કોઈ વ્યાજખોર પૈસાની અવેજમાં અથવા દેણદાર દ્વારા વ્યાજના પૈસા ન આપવાની સ્થિતિમાં જો કોઈ મિલકત કે કિંમતી જામીનગીરી બળજબરીથી પડાવી લે તો ગુજરાત મની લેન્ડર્સ એકટ 2011 ની કલમ 20 હેઠળ આ હેતુ માટેના રજિસ્ટ્રારને મિલકત કબજે કરી ભોગ બનનારને પરત અપાવવી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો