વણઝારાનો હિંદુવાદી પક્ષ:ગુજરાતમાં રાજ સત્તા સાથે ધર્મ સત્તાને મહત્વ આપતો પક્ષ રચ્યો, વિધાનસભાની 182 બેઠક પર ઉમેદવારો ઉતારશે

24 દિવસ પહેલા

રાજ્યના પૂર્વ IPS ડી જી વણઝારાએ વિધાનસભાની ચૂંટણી પહેલા જ નવો રાજકીય પક્ષ શરૂ કરવાની ઘોષણા કરી છે. સાધુ સંતોની હાજરીમાં પ્રજા વિજય પક્ષની વિધિવત ઘોષણા કરી છે. હિંદુત્વના નામે પક્ષ શરૂ કરીને રાજ સત્તા સાથે ધર્મ સત્તાને મહત્વ આપવા પક્ષ શરૂ કર્યો, જેમાં 182 ઉમેદવારો પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. નવો પક્ષ શા માટે શરૂ કર્યો તથા આગળની રણનીતિ શુ રહેશે તે અંગે ડીજી વણઝારાએ દિવ્યભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી.

સવાલ:તમારે નવા પક્ષ શરૂ કરવાની જરૂર કેમ પડી?
જવાબ:
27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. ભાજપ હિંદુત્વ પક્ષ છે, પરંતુ 2 વર્ષથી સાધુ સંતો આંદોલન કરીને રાજ સત્તા સાથે ધર્મ સત્તાનો સ્વીકાર કરવો જોઈએ. તેવી માંગ કરી હતી. છતાં રાજ સત્તાનું મહત્વ આપ્યું નથી, તેથી પ્રજા વિજય પક્ષ શરૂ કરવામાં આવ્યો છે. આ પક્ષ રાજ સત્તા સાથે ધર્મ સત્તાને મહત્વ આપશે.

સવાલ:ભાજપ પાસે ટિકિટ માંગી હતી?
જવાબ:
ભાજપની ટિકિટ કરતા ડીજી વણઝારા મોટા છે.ડીજી વણઝારાએ જીવનમાં ક્યારેય કોઈની સામે માંગવા માટે હાથ ફેલાવ્યો નથી.માંગવું મારી પ્રકૃતિ નથી,આપવું તે મારી પ્રકૃતિ છે.

સવાલ:તમે અગાઉ ભાજપના સમર્થક જ હતા તો હવે કેમ છેડો ફાડયો?
જવાબ:
ભાજપ હિન્દુત્વવાદી પક્ષ છે અમે પણ હિન્દુત્વવાદી પક્ષ જ શરૂ કર્યો છે.અમારી વિચારધારા એક જ છે.અમારામાં થોડોક જ ફરક છે.ધર્મ સત્તાનું સ્વીકાર ના થાય તો લોકોનું હિત થશે નહીં.ભાજપે ધર્મ સત્તાનો સ્વીકાર કર્યો નથી જેથી અમે ધર્મ સત્તા માટે બીજો પક્ષ શરૂ કર્યો છે.બંને પક્ષે હિન્દુત્વવાદી જ પક્ષ છે.

સવાલ:BJP સાથે ગઠબંધન કરશો?
જવાબ:
ગઠબંધન તક અનુમાનનો વિષય છે.હું અત્યારે કોઈ જવાબ ન આપી શકું.

સવાલ:કેટલી બેઠક પર ક્યાં ક્યાં ઉમેદવારોને ટિકિટ આપશો?
જવાબ:
અમારી પાસે સક્ષમ ઉમેદવારો છે.6 વર્ષથી અંડરગ્રાઉન્ડ નેટવર્ક ચાલે છે.દરેક સીટ પર ઉમેદવાર ઉભા રાખીશું.ઉમેદવારમાં સાધુ સંતો પણ હશે.

સવાલ:તમે કઈ બેઠક પરથી ચૂંટણી લડશો?
જવાબ:
બધા રહસ્યો એડવાન્સમાં ના કહેવાય,પછી જાણ થઈ જશે.

સવાલ:તમારા પક્ષમાંથી CMનો ચહેરો કોણ હશે?
જવાબ:
અમારી પાસે ઘણા ચહેરા છે, ધીમે ધીમે ખ્યાલ આવશે ત્યારે ચહેરા ઘણા છે.

અન્ય સમાચારો પણ છે...