તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Devotees Will Be Able To Pay Obeisance At The Temple After Returning To The City, The Offerings Of The Rathyatra Will Be Distributed Till Gurupurnima.

રથયાત્રા@144:રથયાત્રામાં જોડાનારા તમામ 120 ખલાસીઓના આવતીકાલે કોરોના ટેસ્ટ કરાશે, મંદિરમાં જ ટેસ્ટિંગની વ્યવસ્થા કરાઈ

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
રથયાત્રાનો રૂટ ટૂંકાવવામાં નથી આવ્યો. - Divya Bhaskar
રથયાત્રાનો રૂટ ટૂંકાવવામાં નથી આવ્યો.
  • 60 ખલાસીભાઈ સવારે રથ સરસપુર સુધી લઈ જશે, બીજા 60 ખલાસીભાઈ સરસપુરથી નિજમંદિર પરત લાવશે
  • વેક્સિનેટેડ 120 ખલાસીઓનો નિજ મંદિર ખાતે કોરોના ટેસ્ટ કરાશે

અમદાવાદ સહિત ગુજરાતમાં વિવિધ સ્થળે રથયાત્રાના આયોજન માટે રાજ્ય સરકારે પરવાનગી તો આપી છે, પણ કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં એ માટે રથયાત્રામાં ભક્તોને સામેલ થવાની મનાઈ ફરમાવવામાં આવી છે. રાજ્ય સરકારે ગુરુવારે કરેલી જાહેરાત મુજબ રથયાત્રાના માર્ગના તમામ વિસ્તારોમાં સવારે સાતથી બપોરે બે વાગ્યા સુધી ચૂસ્ત કર્ફ્યૂ રહેશે અને પાંચેક કલાકમાં રથ નિજમંદિરે પરત લાવી દેવાશે. આ દરમિયાન લોકોએ તો ભગવાનનાં દર્શન ટીવી અને મોબાઇલમાં જ કરવાં પડશે. રથયાત્રાના દિવસે અમદાવાદ શહેરના 19 કિ.મી. લાંબા રૂટ પર કર્ફ્યૂ રહેશે. સંક્રમણ વધે નહીં એ માટે પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ રહેશે. રથ ખેંચનારા તમામ ખલાસીઓના આવતીકાલે કોરોના ટેસ્ટ કરાશે.

આવતીકાલે 120 ખલાસીઓના કોરોના ટેસ્ટ થશે
શહેરમાં કોરોના પ્રોટોકોલ સાથે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળવાની છે. આ માટે રથયાત્રામાં હાજર રહેનારા તમામ 120 ખલાસીઓ વેક્સિનેટેડ હશે અને આવતીકાલે તમામના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ ખલાસીઓ માટે મંદિર પ્રાંગણમાં જ ટેસ્ટિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે. ટેસ્ટ માટે તમામ ખલાસીઓ બપોરે 3.30 વાગે મંદિરમાં આવશે અને અહીં કોરોના ટેસ્ટ કરાવશે.

ગુરુપૂર્ણિમા સુધી રથયાત્રાનો પ્રસાદ વહેંચાશે
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા આજે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અલગ રીતે યોજાશે. મંદિર તરફથી અપીલ છે કે લોકો ઘરમાં બેસીને રથયાત્રાનો લાભ લે. રથ નિયત કરેલા સમયમાં પરત આવશે. રસ્તામાં કોઈપણ પ્રસાદની વહેંચણી કરવામાં આવશે નહીં. રથ નિજમંદિર પરત ફરશે, ત્યાર બાદ મંદિરમાં મગ, જાંબુ, ખીચડાનો પ્રસાદ આપવામાં આવશે. બપોરે ભગવાન રથ પરત આવે ત્યારે લોકો મંદિરમાં આવીને દર્શન કરી પ્રસાદનો લાભ લઇ શકશે. ગુરુપૂર્ણિમા સુધી રથયાત્રાનો મગનો પ્રસાદ વહેંચવામાં આવશે.

રવિવારે સવારે 10 વાગ્યે ગજરાજની પૂજન વિધિ થશે
રવિવારે સવારે 10 વાગ્યે ગજરાજની પૂજન વિધિ થશે

રવિવારે નીતિન પટેલ સાંજની આરતીમાં ભાગ લેશે
રવિવારે 11 જુલાઈએ સવારે 9.00 વાગ્યે ભગવાનના સોનાવેશના દર્શન થશે. ત્યાર બાદ 10 વાગ્યે ગજરાજની પૂજન વિધિ થશે. બપોરે 2.00 વાગ્યે મંદિર પરિસરમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન વિધિ થશે. સાંજે 6.00 વાગ્યે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પૂજા અને આરતીમાં ભાગ લેશે. ત્યાર બાદ 8.00 વાગ્યે મહા આરતી યોજાશે.

રથયાત્રાના દિવસે ગૃહમંત્રી મંગળા આરતીમાં ભાગ લેશે
12 જુલાઈએ સવારે 4.00 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ભાગ લેશે, તેમની ઉપસ્થિતિમાં સવારે 4.30 વાગ્યે ભગવાનને ખીચડીનો વિશિષ્ટ ભોગ ધરાવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પહિંદ વિધિ કરશે અને ત્યાર બાદ સવારે 7.00 વાગ્યે મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થશે.

મંદિરના ટ્રસ્ટી અને મહંત દિલીપદાસજીએ પત્રકાર પરિષદ યોજી હતી.
મંદિરના ટ્રસ્ટી અને મહંત દિલીપદાસજીએ પત્રકાર પરિષદ યોજી હતી.

રથયાત્રાનો રૂટ ટૂંકાવવામાં નથી આવ્યો
ખલાસીભાઈઓને ગાઈડલાઈન્સ મુજબ સૂચના આપવામાં આવી છે. 60 ખલાસીભાઈ સવારે રથ સરસપુર સુધી લઈ જશે. બીજા 60 ખલાસીભાઈ સરસપુરથી રથ નિજમંદિર પરત લાવશે. રથયાત્રા પૂર્વે શનિવારે 8.30 વાગ્યે નેત્રોત્સવ વિધિ થશે. 9.30 વાગ્યે ધ્વજારોહણની વિધિ યોજાશે. રથયાત્રાના આગળના દિવસે રથનું પૂજન કરશે. સવારે 4.30 વાગ્યે મંગળા આરતી થશે. 7 વાગ્યે પહિંદવિધિ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવશે. રથયાત્રામાં જમાલપુર દરવાજાથી સ્વાગતની પરંપરા છે, પરંતુ આ વર્ષે ક્યાંય રથ રોકાશે નહી. કોઈએ સ્વાગત કરવા રોડ પર આવવું નહીં. રથયાત્રાનો રૂટ ટૂંકાવવામાં નથી આવ્યો.

મહંત દિલીપદાસજીએ કહ્યું, પૂજાવિધિ પરંપરા મુજબ યોજાશે
મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે ભગવાન નગરચર્યાએ નીકળશે ત્યારે મીડિયાના માધ્યમથી લોકો દર્શન કરે એવી અપેક્ષાઓ રાખું છું. પોલીસ અને લોકો અમને સાથસહકાર આપે એવી આશા છે. કોરોનાને ધ્યાનમાં રાખી રથયાત્રાનો આનંદ ઉત્સાહ અને દર્શનનો લાભ મેળવવામાં આવે. પૂજાવિધિ પરંપરા મુજબ યોજાશે, જોકે ભક્તો સાથે નહીં હોય. ભગવાન નગરચર્યાએ નીકળે એના માટે સૌના સહકારની અપેક્ષા છે.

શાહ મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે, CM પહિંદવિધિ કરશે
ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રથયાત્રાના સમગ્ર માર્ગ પર પ્રસાદના વિતરણ પર પ્રતિબંધ રહેશે. રથયાત્રા જ્યાંથી પસાર થવાની છે ત્યાં કર્ફ્યૂનો અમલ કરાવીને મંદિરથી પ્રસ્થાન કરીને નિજમંદિરે પરત આવે ત્યાં સુધી દર્શનાથીઓ રથની નજીક આવીને કોરોના પ્રોટોકોલનો ભંગ ન કરે એ માટે કર્ફ્યૂના અમલ સાથે રથયાત્રા કાઢવાની પરવાનગી આપી છે. અમદાવાદની ઐતિહાસિક અને ભવ્ય રથયાત્રા છે, એમાં સવારે દેશના ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીની અંદર ઉપસ્થિત રહીને વર્ષોની પરંપરાને અનુસરશે. સવારે રથના પ્રસ્થાનની પહિંદવિધિ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મર્યાદિત લોકોની હાજરીમાં કરીને પછી રથનું પ્રસ્થાન કરવામાં આવશે.

3 રથ અને મહંત સાથે પાંચ વાહનને પરવાનગી
રથયાત્રામાં પરંપરાગત 3 જેટલા રથ, મહંતશ્રી સાથે પાંચ વાહનોને પરવાનગી આપવામાં આવશે. જે ખલાસીઓ રથ ખેંચતા હોય છે તેમને 48 કલાક સુધીનો RT-PCR નેગેટિવ અને પ્રથમ ડોઝ રસીનો લીધો હોવો જોઈએ અને બંને ડોઝ લીધા હોય તેવા ખલાસીને અગ્રિમતા આપવામાં આવશે. નિયત માત્રાની અંદર અંતર રહે તેમજ નક્કી કરેલા લોકો સિવાય રથ પર કોઈ ઉપસ્થિત ન રહે એની સૂચના આપવામાં આવી છે. જે લોકો રથયાત્રા સાથે જોડાશે તેમણે ફેસ કવર, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. કોરોનાની મહામારીની વચ્ચે પણ કોરોનાના કેસો સતત અભ્યાસ કરીને કયા પ્રકારે લોકોની આસ્થાનું જતન કરી શકાય એ માટે સીએમ રૂપાણી દ્વારા કોર કમિટીની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...