તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Devotees Close To The Lord, Far From Charity; In The 20 Days Since The Temples Opened, There Has Been A Huge Increase In The Number Of Devotees, With Donations Down To 80%

ગ્રાઉન્ડ રિપોર્ટ:ભક્તો પ્રભુની નજીક, દાનથી દૂર; મંદિરો ખૂલ્યાં પછી 20 દિવસમાં શ્રદ્ધાળુઓમાં ભારે વધારો, દાનમાં 80% સુધી ઘટાડો

દિવ્ય ભાસ્કર ન્યૂઝ નેટવર્કએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાકોર મંદિરમાં ભક્તોની ભીડ - Divya Bhaskar
ડાકોર મંદિરમાં ભક્તોની ભીડ
  • સોમનાથમાં 1.5 લાખ, અંબાજીમાં 3 લાખ, પાવાગઢ અને દ્વારકામાં 2.5-2.5 લાખ ભક્તો પહોંચ્યા, શનિ-રવિવારે શ્રદ્ધાળુ બમણા થયા

કોરોનાની બીજી લહેરના અંત સાથે જ જીવન પાટે ચઢી રહ્યું છે. રાજ્યમાં મંદિરો પણ અન-લૉક થયાં છે. કોરોનાના કેસો ઓછા થવાની સાથે જ મંદિરોમાં ભક્તોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સોમનાથ મંદિરમાં આ દિવસો દરમિયાન 1.50 લાખ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. અંબાજીમાં 2.50 લાખ જ્યારે પાવાગઢ અને દ્વારકામાં 2.50 ભક્તો ભગવાનના શરણે પહોંચ્યા હતા. જોકે, મંદિરોમાં જતા ભક્તોની સંખ્યામાં વધારાની બીજી તરફ દાનમાં 60થી 80 ટકા સુધી ઘટાડો થયો છે. અંબાજી ટ્રસ્ટના હિસાબી અધિકારી એસ.સી.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ‘2019-20માં 51.63 કરોડ વાર્ષિક આવક સામે 2020-21માં 27.88 કરોડ આવક થઈ છે. બીજી તરફ સોમનાથ મંદિરે ભાવિકો ઘટતાંની સાથે દાન-દક્ષિણાની રકમ અડધી થઇ છે.

શામળાજીઃ મંદિરના કારભાર માટે ચાર વખત એફડી તોડવી પડી
શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરનો કારભાર સંભાળવા કોરોનાકાળમાં ચાર વખત એફડી તોડવા ટ્રસ્ટને ફરજ પડી હતી. મંદિરની ગૌશાળામાં 125 જેટલી ગાયોનું પાલનપોષણ પણ કરવું પડે છે. મંદિરમાં 40થી 45 માણસોનો સ્ટાફ છે. મંદિરની નિભાવણી પાછળ માસિક રૂ.4થી 4.50 લાખ ખર્ચ થાય છે.

ઊમિયા માતાઃ 20 દિવસમાં 38 હજાર શ્રદ્ધાળુ દર્શન માટે આવ્યાં
ઊંઝાના ઉમિયા માતાજી મંદિર કોરોનાકાળમાં 58 દિવસ બંધ રહ્યાં પછી ખૂલ્યું છે. જમણવારમાં 6 ગણો વધારો થયો છે. રોજના દર્શનાર્થીઓ 8થી 10 હજાર હોય છેે. શનિ-રવિએ 30થી 40 હજારનો ધસારો હોય છે. છેલ્લા 20 દિવસ દરમિયાન 38794 દર્શનાર્થીઓએ ભોજન પ્રસાદ લીધો હોવાની ટ્રસ્ટે જણાવ્યું હતું.

અંબાજીઃ મોટું પેકેટ બંધ કર્યું, નાના પેકેટની વધુ માગ
અંબાજીમાં સામાન્ય દિવસોમાં રોજ પ્રસાદના 17થી 18 હજાર પેકેટ જાય છે. મોહનથાળનું પેકેટ બે વર્ષ અગાઉ 10 રૂપિયાનું હતું જે બાદ આ પેકેટ બંધ કરીને મોટું પેકેટ 50 રૂપિયાનું કરવામાં આવ્યું હતું. ભક્તોએ નાના પેકેટની માંગ કરતા અગાઉની કિંમતમાં 5 રૂપિયા વધારીને ફરી શરૂ કરાતાં માંગ વધી છે.

ડાકોરમાં લાડુ મોંઘા થયા, શામળાજી અને પાવાગઢ સહિત અનેક મંદિરોમાં પ્રસાદી બંધ

મંદિરરોજના શ્રદ્ધાળુ20 દિવસમાં

દાનમાં ઘટાડો/વધારો

સોમનાથ10,0001,43,007

75 લાખથી 20 લાખ થયા

અંબાજી8-10 હજાર3,00,000

30થી 35%નો ઘટાડો

દ્વારકા13,0002,50,000

30થી 35%નો ઘટાડો

પાવાગઢ1,200-1,5002,50,000-
ચોટીલા1,5001,50,000

75થી 80%નો ઘટાડો

શામળાજી50011,50080% આવક ઘટી
ડાકોર1500-2,0002,50,00060%નો ઘટાડો
વડતાલ150050,000

30થી 40%નો ઘટાડો

બહુચરાજી2થી 3 હજાર1,50,00030થી 35% ઘટાડો
મહૂડી50015,000-
ઇસ્કોન, રાજકોટ100035,00090% ઘટાડો
કરનાળી200થી 3007,00080%નો ઘટાડો
પોઇચા5,0002,00,000કોઇ ઘટાડો નથી
રણુ1505,00080થી 85% ઘટાડો
બરૂમાળા50થી 602,00070% ઘટાડો
ઉનાઇ માતાજી2005,00085%નો ઘટાડો
સોમનાથ મંદિર50012,00075%નો ઘટાડો
સાંકરી સ્વામી.મંદિર25035,00090%નો ઘટાડો
અન્ય સમાચારો પણ છે...