તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'વિકાસ' તેજીમાં:ગુજરાતમાં 41 દિવસમાં 10,400 કરોડના વિકાસ કાર્યોના ખાત મુહૂર્ત, લોકાર્પણ અને મંજૂરી, જાણો કયા વિસ્તારમાં શું થયું અને શું થશે?

અમદાવાદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 1લી જૂનથી 11 જુલાઈ સુધી 113 વિકાસ કાર્યોના ખાત મુહૂર્ત, લોકાર્પણ અને મંજૂરી

ગુજરાતમાં જૂન મહિનાથી રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી સક્રિય થતા જ ભાજપ પણ 2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયો છે. જૂનમાં અરવિંદ કેજરીવાલની મુલાકાત બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો ગુજરાત ખુંદવા લાગ્યા છે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ ભાજપના સંગઠનના આગેવાનો, કાર્યકરો, ધારાસભ્યો અને મંત્રીઓને પ્રજા વચ્ચે જવાના આદેશો કરવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં, સરકારે એક બાદ એક વિકાસ કાર્યોના લોકાર્પણો અને સમીક્ષાઓ શરૂ કરી હતી.

રાજ્ય સરકાર અમદાવાદના ફ્લાય ઓવરથી લઈને વિવિધ શહેરોમાં વિકાસ કાર્યોના લોકાર્પણ કરવા લાગી છે. ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આ વિકાસ કાર્યો પ્રજાને અર્પણ કરવા લાગ્યા છે. 1લી જૂનથી 11 જુલાઈ સુધીમાં કુલ 41 દિવસ દરમિયાન 10,400 કરોડ રૂપિયાથી વધુના 113 લોકાર્પણ, મંજૂરી, ખાત મુહૂર્ત તથા ઉદ્ઘાટનના કાર્યો કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ પ્રજા વચ્ચે જઈને સંવાદ શરૂ કર્યો છે. જેથી ભાજપ પણ હવે મિશન 2022ને ધ્યાનમાં લઈ મેદાનમાં ઉતર્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 1લી જૂનથી 11મી જુલાઈ સુધી ગુજરાતમાં લોકાર્પણ તથા ખાત મુહૂર્તના કુલ 13 જેટલા કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા.

3 જૂન

 • વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) દ્વારા ગુજરાતને સમર્પિત ઓક્સિજન પ્લાન્ટનુ ઇ-લોકાર્પણ કર્યું.

21 જૂન

 • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ ખાતે વૈષ્ણોદેવી જંકશન પર નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું.
 • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ ખાતે ખોડિયાર કન્ટેનર યાર્ડ જંકશન પર નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું.
 • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કલોલ તાલુકાના પાનસર ખાતે નવનિર્મિત રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું.
 • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - કલોલ ઓફિસ બિલ્ડીંગ (કાર્યાલય)નું લોકાર્પણ કર્યું.

11 જુલાઈ

 • બોપલમાં AUDAની બે જળ વિતરણ યોજનાઓનો શિલાન્યાસ કર્યો. જેમાં પ્રથમ રૂ. 98 કરોડની ઘુમા ટી.પી. યોજના, બીજી રૂ. 267 કરોડની તેલાવ હેડવર્કસ પાણી પુરવઠા પ્રોજેક્ટ
 • પશ્ચિમ રેલ્વેની વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ પણ કર્યું. જેમાં રૂ. 17 કરોડના ખર્ચે અમદાવાદ સ્ટેશનનું નવીનીકરણ. ચાંદલોદિયા સ્ટેશન પર રૂ. 4.05 કરોડના વિકાસ કામ. આંબલી રોડ સ્ટેશન પર રૂ. 2.35 કરોડ, ખોડીયાર સ્ટેશન પર રૂ. 1.72 કરોડ અને કલોલ સ્ટેશન પર રૂ. 3.75 કરોડની મુસાફરોની સુવિધા.
 • અમદાવાદના બોપલ ખાતે રૂ. 4 કરોડના ખર્ચે AUDA દ્વારા બનાવેલા સિવિક સેન્ટરનુ લોકાર્પણ.
 • બોપલ ખાતે AUDA દ્વારા 7 કરોડના ખર્ચે નવનિર્મિત વાંચનાલયનું લોકાર્પણ.
 • વેજલપુરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટનું લોકાર્પણ.
 • ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાણંદ, બાવળા અને દશક્રોઇમાં આંગણવાડી, સ્માર્ટ વર્ગખંડ, સીસી રોડ જેવા લગભગ 43 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો.

મુખ્યમંત્રી વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 1લી જૂનથી 11મી જુલાઈ સુધી 41 દિવસમાં કુલ 35 જેટલી યોજનાની જાહેરાત, ખાત મુહૂર્ત તથા લોકાર્પણ કર્યા હતા.

2 જૂન

 • તાઉ’તે વાવાઝોડાની કુદરતી આફતથી માછીમારોને અને નાના-મોટા બંદરોને થયેલા નુકસાન સામે રૂ. 105 કરોડનું રાહત સહાય પેકેજ જાહેર

3 જૂન

 • રાજ્યની રજિસ્ટર્ડ ગૌશાળા, પાંજરાપોળના આશરે 4.50 લાખ જેટલા પશુઓ માટે જૂન-જુલાઇ એમ બે મહિના સુધી પશુદીઠ રોજના રૂ. 25ની સહાય રાજ્ય સરકાર આપશે.
 • એસ.ટી.નિગમના નવનિર્મિત બસ સ્ટેશનો તથા ડેપો - વર્કશોપનું ઇ-લોકાર્પણ, બસ સ્ટેશનો તથા ડેપો- વર્કશોપનું ઇ-ખાતમુહૂર્ત

4 જૂન

 • અમદાવાદ, વડોદરા, રાજકોટ, મહેસાણા અને જૂનાગઢના જિલ્લા ગ્રંથાલયો માટે પ્રત્યેકમાં રૂ.1 કરોડ સ્માર્ટ લાયબ્રેરીની સુવિધાઓ વિકસાવવા ફાળવાશે.
 • ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દહેગામ ખાતે રૂ. 6 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા એસ.ટી. બસ સ્ટેશનનું લોકર્પણ કર્યું.
 • એસ.ટી.નિગમના નવનિર્મિત બસ સ્ટેશનો તથા ડેપો - વર્કશોપનું ઇ-લોકાર્પણ , બસ સ્ટેશનો તથા ડેપો - વર્કશોપનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું.
 • ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતી ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે કુલ 5 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી.

5 જૂન

 • મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત મંજુર થયેલ સીટી બસ સેવા ભરૂચનું ઇ-લોકાર્પણ કર્યું હતું. ભરૂચ શહેરમાં 9 રૂટ પર કુલ 12 CNG શહેરી બસ સેવા શહેરના નાગરિકો માટે શરૂ કરવામાં આવી.

6 જૂન

 • શ્રી સ્વામિનારાયણ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ - વડતાલધામ ખાતેના ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કર્યું.
 • રાજ્યના આદિજાતિ વિસ્તાર અરવલ્લીના 3 તાલુકાના 45 ગામોના 60 તળાવો વાત્રકના પાણી ભરવા વાત્રક જળાશય આધારીત મેઘરજ, માલપુર તાલુકાને હરિયાળા બનાવવા માટેની રૂ. 117 કરોડની ઉદ્‌વહન સિંચાઇ યોજનાને મંજૂરી.

7 જૂન

 • રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા મુખ્યમંત્રીના હસ્તે રૂ.232.50 કરોડના ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહૂર્ત તથા આવાસોનો ઈ-ડ્રો.
 • ગાંધીનગર ખાતે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ વચ્ચે ગુજરાતમાં રોકાણ માટે રૂ. 24,000 કરોડના રોકાણોનાપ્રોજેકટસના MOU કરાયા.

8 જૂન

 • તાઉ'તે વાવાઝોડાથી અસરગ્રસ્ત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાઓમાં 4,83,215 લોકોને રૂપિયા 25.85 કરોડની કેશડોલ્સ, જયારે 65,336 જેટલા લોકોને રૂપિયા 33.49 કરોડની ઘરવખરી સહાય, તેમજ વાવાઝોડાથી અસરગ્રસ્ત અન્ય 23 જિલ્લાઓમાં સાડા પાંચ લાખથી પણ વધારે લોકોને રૂપિયા 26.42 કરોડની કેશડોલ્સ અને રૂપિયા 33.49 કરોડની ઘરવખરીની સહાય સંપૂર્ણ પણે ચૂકવી દેવામાં આવી.

10 જૂન

 • શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0ના નવા ભવનનું લોકાર્પણ કર્યું.
 • ખરીફ ઋતુ 2021માં કુદરતી આપત્તિ સમયે પાક નુક્સાન સામે લાભ આપતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને મંજૂરી.

15 જૂન

 • હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા નવ નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કર્યું.

17 જૂન​​​​​​

 • SGVP હોલિસ્ટીક હોસ્પિટલ ફ્યુઝન ઓફ મોડર્ન એન્ડ ટ્રેડિશનલ હેલ્થકેરના 13000 લીટર લિક્વીડ ઓક્સિજન ટેન્કનું ઈ-લોકાર્પણ કર્યું હતું.

18 જૂન

 • નવલખી બંદર પર 485 મીટરની નવી જેટી નિર્માણ પામશે. કાર્ગો પરિવહન માટે મહત્વપૂર્ણ નવલખી બંદરની નવી જેટીના બાંધકામ માટે રૂપિયા 192 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી.

19 જૂન

 • સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ અને જમીનની વધતી ખારાશ અટકાવવા માટે રૂ. 102 કરોડની બહુહેતુક યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી.

20 જૂન

 • રાજ્યના દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા-ધરમપૂર માટે રૂ.797 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી.

22 જૂન

 • આગામી 4 વર્ષમાં રાજ્યના માર્ગો પર બે લાખ ઇલેક્ટ્રીક વાહનોના ઉપયોગના લક્ષ્ય સાથે ગુજરાત ઇલેક્ટ્રીક વ્હીકલ પોલિસી-2021ની જાહેરાત.

23 જૂન

 • નારગોલ બંદરને ગ્રીનફિલ્ડ પોર્ટ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકારની સૈદ્ધાંતિક મંજૂરી. પી.પી.પી. મોડલ પર BOOT (બિલ્ડ, ઑન, ઓપરેટ, ટ્રાન્સફર) ધોરણે વિકસાવાશે. પ્રથમ ફેઝમાં અંદાજે રૂ. 3800 કરોડનું સંભવિત રોકાણ સાથે 40 મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગની ક્ષમતા વિકસાવવાનું આયોજન.

25 જૂન

 • ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદની વટવા ઔદ્યોગિક વસાહતમાં રૂ. 70 કરોડના ખર્ચે નવનિર્મિત 30 એમ.એલ.ડી. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ.
 • રાજ્યમાં બેટ દ્વારકા પિરોટન-શિયાળ બેટ ટાપુને પ્રવાસન-પર્યટન હોટસ્પોટ તરીકે વિકસાવાશે. જે અંતર્ગત શિયાળ બેટમાં રૂ.36 કરોડના અને બેટ દ્વારકામાં રૂ.29 કરોડના કામો કરાશે.
 • સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ નગરમાં ફલાય ઓવરબ્રિજ માટે રૂ. 41 કરોડની રકમ મંજૂર અપાઈ. 7 નગરપાલિકાઓમાં ફલાય ઓવર માટે રૂ. 289.50 કરોડ મંજૂર થયા, મહાનગરોમાં 29 ફલાય ઓવર માટે રૂ. 1485 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મંજૂર.
 • વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડ્રેઈન કામનું ખાતમુહૂર્ત તથા પાણી પુરવઠા યોજનાના 53 MLD કેપેસીટીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને નાયબ પોલીસ અધિક્ષક વેરાવળની નવનિર્મિત કચેરીનું લોકાર્પણ કર્યું હતું.

29 જૂન

 • આંગણવાડીના બાળકો માટે કુલ 14 લાખથી વધુ ગણવેશ વિતરણ કરાયું.

1 જુલાઈ

 • ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસને રૂપિયા 5 લાખનું ઇનામ આપી પ્રોત્સાહિત કરવા રાજય સરકારનો નિર્ણય.

3 જુલાઈ

 • સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અમદાવાદ મહાનગરપાલિકાને રૂ. 702 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય.

5 જુલાઈ

 • વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગઢડા ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર, ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

6 જુલાઈ

 • રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે હેતુસર તા. 7મી જુલાઇથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી આપવાનો નિર્ણય. અગાઉ રાજ્યમાં ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવતી તેમાં બે કલાકનો વધારો કરી હવે 10 કલાક વીજળી

7 જુલાઈ

 • કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા, છત્રછાયા ખોઇ ચૂકેલા રાજ્યભરના 776 બાળકોને પ્રતિ બાળક દર મહિને રૂ. 4000ની સહાય.

8 જુલાઈ

 • નર્મદાના પૂરના વધારાના પાણીમાંથી કચ્છને 1 મિલિયન એકર ફીટ પાણી આપવા રૂ. 3475 કરોડના કામો હાથ ધરવા સૈદ્ધાંતિક મંજૂરી.

9 જુલાઈ

 • ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના' હેઠળ હવે બાળકોને 21 વર્ષની વય સુધી માસિક રૂ. 4,000ની સહાય

11 જુલાઈ

 • સુરત મહાનગરપાલિકાના 1280 કરોડના વિવિધ વિકાસના કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત
 • સુરતના ખજોદ ખાતે આકાર લઈ રહેલા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'સુરત ડાયમંડ બુર્સ'ની મુલાકાત લીધી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 1લી જૂનથી 11મી જુલાઈ સુધીના 41 દિવસમાં સૌથી વધારે 56 યોજનાને મંજૂરી, જાહેરાત, ખાત મુહૂર્ત તથા લોકાર્પણ કર્યા હતા.

1 જૂન

 • સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં નવિન અતિથિ ગૃહના કામ માટે રૂ. 1 કરોડની સહાય મંજૂર કરી.
 • મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બેચરાજી, જોટાણા અને મહેસાણા તાલુકાના રસ્તાના કામ માટે રૂ.11 કરોડ મંજૂર
 • સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં રસ્તાના કામ માટે રૂ.14 કરોડ મંજૂર કરાયા.

2 જૂન

 • ગાંધીનગર ખાતે નવીન પચીસ 108 એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કર્યું.

3 જૂન

 • વિસાવદર અને જૂનાગઢ તાલુકાના રોડના કામ માટે રૂ.12 કરોડ મંજૂર કરવામાં આવ્યા
 • દહેગામ તાલુકામાં રોડના કામ માટે રૂ. 14 કરોડ મંજૂર કરવામાં આવ્યા

4 જૂન

 • વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એસ.ટી.નિગમ દ્વારા નવીન બાંધવામાં આવેલ / આવનાર બસ સ્ટેશનો તથા ડેપો / વર્કશોપનું લોકાર્પણ / ખાતમુર્હત સમારોહ
 • જાફરાબાદ, રાજુલા અને ખાંભા તાલુકામાં રોડના કામ માટે રૂ. 14 કરોડ મંજૂર કરાયા
 • ધોલેરા, રાણપુર અને બરવાળા તાલુકામાં રોડના કામ માટે રૂ. 10 કરોડ મંજૂર કરાયા
 • મહુધા અને નડિયાદ તાલુકાના રોડના કામ માટે રૂ.9 કરોડ મંજૂર કરાયા
 • પાટણ અને સરસ્વતી તાલુકાના રોડના કામ માટે રૂ. 9 કરોડ મંજૂર કરાયા

6 જૂન

 • કરજણ અને શિનોર તાલુકાના રોડના કામ માટે રૂ. 11 કરોડ મંજૂર કરાયા
 • શહેરા અને ગોધરા તાલુકાના રોડના કામ માટે રૂ. 13 કરોડ મંજૂર કરાયા
 • ઈડર અને વડાલી તાલુકાના રોડના કામ માટે રૂ.12.50 કરોડ મંજૂર કરાયા

7 જૂન

 • તલાલા અને સુત્રાપાડા તાલુકાના રોડના કામ માટે રૂ. 9 કરોડ મંજૂર કરાયા

8 જૂન

 • માળીયા અને મોરબી તાલુકાના રોડના કામ માટે રૂ.12 કરોડ મંજૂર કરાયા
 • આંકલાવ અને આણંદ તાલુકાના રોડના કામ માટે રૂ. 8 કરોડ મંજૂર કરાયા

9 જૂન

 • પ્રાંતિજ અને તલોદ તાલુકાના રોડના કામ માટે રૂ.13 કરોડ મંજૂર
 • સંખેડા અને બોડેલી તાલુકાના રોડના કામ માટે રૂ. 9 કરોડ મંજૂર

15 જૂન

 • લુણાવાડા અને ખાનપુર તાલુકાના રોડના કામે માટે રૂ. 14 કરોડ મંજૂર
 • મોડાસા અને ધનસુરા તાલુકાના રોડના કામ માટે રૂ. 11 કરોડ મંજૂર
 • પેટલાદ અને બોરસદ તાલુકાના રોડના કામ માટે રૂ. 12 કરોડ મંજૂર
 • સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાના રોડના કામ માટે રૂ. 8 કરોડ મંજૂર
 • માંગરોળ અને માળીયા તાલુકાના રોડના કામ માટે રૂ. 12 કરોડ મંજૂર
 • પોરબંદર તાલુકાના રોડના કામ માટે રૂ. 11 કરોડ મંજૂર
 • ખાંભા તાલુકાના રોડના કામ માટે રૂ. 2 કરોડ મંજૂર
 • દસ્ક્રોઈ તાલુકાના રોડના કામ માટે રૂ. 2.50 કરોડ મંજૂર

16 જૂન

 • પડધરી તાલુકાના રોડના કામ માટે રૂ. 4 કરોડ મંજૂર
 • કાંકરેજ અને ડીસા તાલુકાના રોડના કામ માટે રૂ. 11 કરોડ મંજૂર

17 જૂન

 • સાણંદ અને બાવળા તાલુકાના રોડના કામ માટે રૂ.13 કરોડ મંજૂર
 • સુરત જિલ્લાના રોડના કામ માટે રૂ.15 કરોડ મંજૂર કરાયા
 • વલ્લભીપુર, ઉમરાળા અને ગઢડા તાલુકાના રોડના કામ માટે રૂ. 12 કરોડ મંજૂર
 • ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1માં આવેલ તાપી હોલ ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરના ગડખોલ ખાતે રૂ.84 કરોડના ખર્ચે નિર્મિત ઓવરબ્રીજનું ઈ-લોકાર્પણ કર્યું.
 • ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1માં આવેલ તાપી હોલ ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પવિત્ર યાત્રાધામ ડાકોર શહેરમાં આવેલ જંકશન ખાતે રૂ. 73 કરોડના ખર્ચે ફલાયઓવર બ્રિજનું ઈ-ભૂમિપૂજન કર્યુ.
 • ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1માં આવેલ તાપી હોલ ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે રૂ. 1.50 કરોડના ખર્ચે નવનિર્મિત સરકીટ હાઉસનું ઈ-લોકાર્પણ.

18 જૂન

 • લોધિકા અને કોટડા સાંગાણી તાલુકાના રસ્તાના કામ માટે રૂ.8 કરોડ મંજૂર
 • માતર, વસો અને ખેડા તાલુકાના રસ્તાના કામ માટે રૂ.10 કરોડ મંજૂર

22 જૂન

 • કડીની ભાગ્યોદય જનરલ હોસ્પિટલ ખાતેથી શ્રી પુષ્ટિ પરિવારના અધ્યક્ષ વૈ.પ.પૂ.શ્રી યદુનાથજી મહોદયજી (શ્રી ગોપાલાલજી મંદિર, કડી-અમદાવાદ) અને આર્થિક સહયોગથી રૂ. 30 લાખ કિંમતની “ICU on Wheels” (એમ્બ્યુલન્સ) અને મોબાઈલ ડિસ્પેન્સરીનું લોકાર્પણ કર્યું.
 • મહેસાણા ખાતે નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે મહેસાણાના ટી.બી. રોડ પર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ જન સુવિધા કેન્દ્રનો શુભારંભ અને નગરપાલિકાની વેબસાઈટનું લોન્ચિંગ કર્યું.

26 જૂન

 • વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના રોડના કામ માટે રૂ.12 કરોડ મંજૂર
 • થરાદ તાલુકાના રોડના કામ માટે રૂ. 10 કરોડ મંજૂર

27 જૂન

 • થલતેજ અંડરપાસથી શરૂ કરીને સોલા ઓવરબ્રિજ-રેલવે પૂલ સુધીના રૂ. 51 કરોડના ખર્ચ તૈયાર 1500 મીટરના 6 માર્ગીય ફ્લાયઓવરનું લોકાર્પણ

28 જૂન

 • લીમખેડા અને સીંગવડ તાલુકાના રોડના કામ માટે રૂ.13 કરોડના કામ મંજૂર

29 જૂન

 • ગાંધીનગર-કોબો રોડ પર પી.ડી.પી.યુ જંક્શન પર રૂ.50 કરોડના ખર્ચે નવા ફ્લાય ઓવરને મંજૂરી
 • વાંસદા અને ચીખલી તાલુકાના રોડના કામ માટે રૂ.10 કરોડ મંજૂર
 • ઉના અને ગીર ગઢડા તાલુકાના રોડના કામ માટે રૂ.10 કરોડ મંજૂર

30 જૂન

 • ડીસા તાલુકાના રોડના કામ માટે રૂ. 14 કરોડ મંજૂર
 • ખેરાલુ, સતલાસણા અને વડનગર તાલુકાના રોડના કામ માટે રૂ.13 કરોડ મંજૂર

1 જુલાઈ

 • ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વસ્ત્રાપુર, મેમનગર, બોડકદેવ અને ગુલબાઈ ટેકરા, અમદાવાદ ખાતે રૂ. 152 કરોડનાં ખર્ચે નિર્મિત વિવિધ કક્ષાનાં 520 બહુમાળી આવાસોનું લોકાર્પણ કર્યું.
 • ઊંઝા અને વડનગર તાલુકાના રોડના કામ માટે રૂ.19 કરોડ મંજૂર

8 જુલાઈ

 • ક્વાંટ અને પીવી જેતપુર તાલુકાના રોડના કામ માટે રૂ. 14 કરોડ મંજૂર
 • વડગામ તાલુકાના જલોત્રા-વણસોલ-ઘોડીયાલ-સીસરાણા રોડ માટે રૂ.11 કરો઼ મંજૂર
 • કડી તાલુકાના રોડના કામ માટે રૂ. 3 કરોડ મંજૂર

10 જુલાઈ

 • બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ રતનપુર ચોકડી ખાતે પવિત્ર યાત્રાધામ શક્તિપીઠ અંબાજીને જોડતાં "દાંતા-અંબાજી ચારમાર્ગીય રસ્તા" નું લોકાર્પણ કર્યું.
 • ગુજરાત સરકારની આગવી ઓળખ યોજના અંતર્ગતની ગ્રાન્ટમાંથી રૂ. 3.61 કરોડના ખર્ચે તૈયાર વિસનગર શહેરના ઐતિહાસિક એવા પિંડારિયા તળાવના નવીનીકરણનું લોકાર્પણ કર્યું.
 • પવિત્ર યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં અંબિકા ભોજનાલય ખાતે જય જલિયાણ ફાઉન્ડેશન તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના દ્વારા માઇભકતો માટે વિનામૂલ્યે શરૂ કરવામાં ભોજન પ્રસાદના સદાવ્રત "જય જલિયાણ સદાવ્રત"ની મુલાકાત લઈ માઇભક્તોને ભોજન પીરસ્યું હતું.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે 1 જૂનથી 11 જુલાઈ સુધીના સમયમાં 9 કાર્યક્રમોમાં હાજરી આપી તથા લોકાર્પણ અને ખાત મુહૂર્ત કર્યા હતા.

4 જૂન

 • રિદ્ધિ સિદ્ધિ વિકાસ ગામ મંડળ ચૌંઢા તેમજ લાયન્સ ક્લબ ઓફ વાંસદાનાં સંયુક્ત ઉપક્રમે કોરોનાની મહામારી દરમિયાન પરિવારોનું જીવન નિર્વાહ સરળ બને એ હેતુથી યોજાયેલા સાધન સહાય અને ગૌદાન અર્પણ કાર્યક્રમમાં હાજરી આપી.

5 જૂન

 • એલ.એન્ડ.ટી હજીરા દ્વારા નવસારીની નિરાલી હોસ્પિટલને 1000 MPL ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવ્યો, જે લોકાર્પિત કર્યો.

10 જૂન

 • નવસારી ખાતે એટમોક્સીસ એર પ્રોડક્ટ્સ દ્વારા શરૂ કરાયેલા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું.

18 જૂન

 • ખેરગામ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટ અને બ્લડ સ્ટોરેજ યુનિટનાં લોકાર્પણમાં હાજરી આપી.
 • ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ અંતર્ગત 66 કે.વી જામનપાડા સબસ્ટેશનની લોકાર્પણ વિધીમાં હાજરી આપી.

3 જુલાઈ

 • ચીખલી ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા નિર્માણ પામેલ ઑક્સિજન જનરેશન યુનિટ તથા નવીન ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કર્યું.
 • ગણદેવી ખાતે 66 કે.વી. બીગરી સબસ્ટેશનનું ભૂમિપૂજન અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બીગરી વણગામ માલવણ ધોલાઈ રોડના મજબૂતીકરણના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. આ સાથે આયોજીત વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ હાજરી આપી.
 • નવસારીના ગણદેવી તાલુકાના ધોલ ફળિયા એપ્રોચ રોડ પર મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નિર્માણ પામેલ સબમર્સીબલ બ્રિજનું લોકાર્પણ કર્યુ.

10 જુલાઈ

 • દુધસાગર ડેરી દ્વારા સાંઈ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું.