ચાલુ વર્ષે શહેરના ઉ.પશ્ચિમઝોનમાં 8, દક્ષીણઝોનમાં 3, પૂર્વઝોનમાં બે તથા દ.પશ્ચિમ અને પશ્ચિમઝોનમાં એક-એક તળાવને વિકસાવવા માટે મ્યુનિ. દ્વારા કુલ 50.24 કરોડ જેટલો ખર્ચ થશે. શહેરમાં કુલ 15 જેટલા તળાવોનો વિકાસ કરીને લોકોને વધુ રમણીય સ્થળો મળે તે માટે મ્યુનિ. દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે.
ઉ.પશ્ચિમઝ, દક્ષીણ અને પૂર્વ ઝોનના 6 તળાવોના વિકાસ માટે જ મ્યુનિ. તંત્ર દ્વારા 22.24 કરોડનો ખર્ચ કરાશે, જ્યારે સરખેજના શકરી તળાવ અને ઉ.પશ્ચિમઝોનના બીજા 3 તળાવોના વિકાસ માટે પણ મ્યુનિ. દ્વારા 22 કરોડનો ખર્ચ થશે. આ ઉપરાંત 6 કરોડના ખર્ચે એક પશ્ચિમઝોન અને ઉ.પશ્ચિમઝોન, દક્ષીણઝોનનું તળાવનો પણ વિકાસ થશે. તળાવોના વિકાસ સાથે પાણીના તળ પણ ઊંચા આવશે.
આ તળાવનો વિકાસ થશે ઉ.પશ્ચિમઝોન - છારોડી તળાવ, ગોતા તળાવ, સોલા તળાવ, વસ્ત્રાપુર, ચાંદલોડીયા, ઉગતી તળાવ, વિસત ચાંદખેડા તળાવ પશ્ચિમઝોન - રાણીપનું આવડિયા તળાવ પૂર્વઝોન - વિંઝોલ ગામ તળાવ, નિકોલ ગામ તળાવ દક્ષીણ ઝોન - મહાલક્ષ્મી તળાવ, વટવાનું દુધિયા તળાવ, ચંડોળા તળાવ દ.પશ્ચિમઝોન - શકરી તળાવ સરખેજ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.