AMCની કામગીરી:એક વર્ષમાં જ 15 તળાવના વિકાસ કામની મંજૂરી મળી, તળાવ પાછળ 50 કરોડનો ખર્ચ કરશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
  • આ સાથે શહેરમાં પાણીના તળ ઉપર આવશે

ચાલુ ‌વર્ષે શહેરના ઉ.પશ્ચિમઝોનમાં 8, દક્ષીણઝોનમાં 3, પૂર્વઝોનમાં બે તથા દ.પશ્ચિમ અને પશ્ચિમઝોનમાં એક-એક તળાવને વિકસાવવા માટે મ્યુનિ. દ્વારા કુલ 50.24 કરોડ જેટલો ખર્ચ થશે. શહેરમાં કુલ 15 જેટલા તળાવોનો વિકાસ કરીને લોકોને વધુ રમણીય સ્થળો મળે તે માટે મ્યુનિ. દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે.

ઉ.પશ્ચિમઝ, દક્ષીણ અને પૂર્વ ઝોનના 6 તળાવોના વિકાસ માટે જ મ્યુનિ. તંત્ર દ્વારા 22.24 કરોડનો ખર્ચ કરાશે, જ્યારે સરખેજના શકરી તળાવ અને ઉ.પશ્ચિમઝોનના બીજા 3 તળાવોના વિકાસ માટે પણ મ્યુનિ. દ્વારા 22 કરોડનો ખર્ચ થશે. આ ઉપરાંત 6 કરોડના ખર્ચે એક પશ્ચિમઝોન અને ઉ.પશ્ચિમઝોન, દક્ષીણઝોનનું તળાવનો પણ વિકાસ થશે. તળાવોના વિકાસ સાથે પાણીના તળ પણ ઊંચા આવશે.

આ તળાવનો વિકાસ થશે ઉ.પશ્ચિમઝોન - છારોડી તળાવ, ગોતા તળાવ, સોલા તળાવ, વસ્ત્રાપુર, ચાંદલોડીયા, ઉગતી તળાવ, વિસત ચાંદખેડા તળાવ પશ્ચિમઝોન - રાણીપનું આવડિયા તળાવ પૂર્વઝોન - ​​​​​​​વિંઝોલ ગામ તળાવ, નિકોલ ગામ તળાવ દક્ષીણ ઝોન - ​​​​​​​મહાલક્ષ્મી તળાવ, વટવાનું દુધિયા તળાવ, ચંડોળા તળાવ દ.પશ્ચિમઝોન - ​​​​​​​શકરી તળાવ સરખેજ

અન્ય સમાચારો પણ છે...