• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Development Will Take Place In The Villages Of Ahmedabad District With The Public Participation Of Individuals, Groups, Institutions, Industries

વિકાસ:અમદાવાદ જિલ્લાનાં ગામોમાં વ્યક્તિ, સમૂહ, સંસ્થા, ઉદ્યોગોની લોકભાગીદારીથી વિકાસ થશે

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયત તરફથી પ્રથમ 3 ગામો અને અન્ય કામો હેઠળ આર્થિક સહાય પણ કરાશે
  • દાતાઓ​​​​​​​ તરફથી 10 ઓક્ટો.સુધી અરજી સ્વીકારાશે : 1 વર્ષ માટે આયોજન

અમદાવાદ જિલ્લાના નવ તાલુકાના 467 ગામોમાં લોકભાગીદારીથી વિકાસ કાર્યો માટે વ્યક્તિ, સમૂહ, સંસ્થા અને ઉદ્યોગ તરફથી આગામી 10 ઓક્ટો.સુધી અરજી સ્વીકારાશે. અરજી કરનાર દાતાએ 100 ટકામાંથી 60 ટકા આર્થિક સહાય કરવાની રહેશે, જેમાં 40 ટકા આર્થિક સહાય રાજ્ય સરકાર કરશે. વતન પ્રેસ પ્રોત્સાહક યોજના હેઠળ પ્રથમ ત્રણ ગામો ઉપરાંત અન્ય કેટલાક કામો હેઠળ આર્થિક સહાય પણ કરાશે.

જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયાએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા વતન પ્રેમ યોજના અંતર્ગત 12 કામોની યાદી પ્રસિધ્ધ કરાઇ છે. આ કામો હેઠળ આર્થિક સહાય કરવા ઇચ્છતા દાતાઓ પાસેથી આગામી 10 ઓક્ટો.સુધીમાં અરજી મગાવાઇ છે. ગામોના વિકાસકાર્યો માટે દાતાઓ ગામના સરપંચ, તલાટીકમ મંત્રી, તાલુકા પ્રમુખ, ટીડીઓ તરફથી પૂરતી જાણકારી મળી રહેશે. ગત 21 સપ્ટે.થી દાતાઓ તરફથી અરજીઓ મગાવી છે. 10 ઓક્ટો.પછી દાતાની સંખ્યા જાણી શકાશે. દાતાઓ ઓનલાઇન ગામોનો અભ્યાસ કરીને આયોજન કરી શકશે. ફોન પર અધિકારીઓનો સંપર્ક કરીને વિકાસના કામોની યાદી મગાવી શકશે. આ ઉપરાંત 467માંથી કોઇપણ ગામમાં રૂબરૂમાં જઇને અધિકારીનો કે ગ્રામ પંચાયતનો સંપર્ક કરી શકાશે. એક વર્ષ માટે આયોજન રહેશે. કામોની ગતિવિધિ અંગે સંબંધિત દાતાને સમયાંતરે માહિતી પણ મોકલાશે. ગ્રામપંચાયતો લોકભાગીદારીમાં ઉત્સાહપૂર્વક જોડાય તે માટે જિલ્લા પંચાયત તરફથી આર્થિક સહાયનો નિર્ણય કરાયો છે. જિલ્લા પંચાયત તરફથી વતનપ્રેમ યોજના હેઠળ વિકાસના મોટાભાગના કાર્યો સંપન્ન કરનાર પ્રથમ ત્રણ ગામને આર્થિક સહાય ચૂકવાશે.

જેમાં પ્રથમને 20 લાખ, બીજાને 15 અને ત્રીજાને 10 લાખ અને અન્ય ગામને પાંચ લાખની સહાય કરાશે. આ સિવાય પ્રત્યેક ગામને સ્કૂલની અંદર ઓરડા માટે ચાર લાખમાંથી સરકારની બે લાખની સહાય, વધારાના વિકાસ માટે જિલ્લા પંચાયતમાંથી બે લાખ, ગામમાં વધારાના કામ માટે એક લાખ અને આંગણવાડીના વધારાના કામ માટે 40 ટકા સરકારી સહાય મળશે.

ગામનાં વિવિધ વિકાસ કામોની યાદી રમતગમત

  • રમતગમત
  • નવા સ્મશાન સહિત સ્મશાનમાં સુધારા-‌વધારા
  • પાણીનું ટ્યૂબવેલ
  • તળાવ વિકાસ
  • એસ.ટી.બસ સ્ટેન્ડ
  • સ્ટ્રીટ લાઇન
  • કૂવાની પાણીની ટાંકી
  • સ્કૂલોના ઓરડા
  • આંગણવાડી
  • સીસીટીવી
  • પુસ્તકાલય,
  • મધ્યાહન ભોજન
  • સોલાર પેનલ
અન્ય સમાચારો પણ છે...