તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવિષ્કાર:એકલો દર્દી ચઢતી બોટલ સાથે હરીફરી શકે તેવું સાધન વિકસાવ્યું

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
હાથમાંથી નીડલ પણ કાઢવી પડતી નથી - Divya Bhaskar
હાથમાંથી નીડલ પણ કાઢવી પડતી નથી
 • અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીનો મદદનો વિચાર, ઇન્ક્યુબેશન સેન્ટરે મદદ કરી

શહેરનાં આયુષ ત્રિવેદીએ હોસ્પિટલમાં એડમિટ પેશન્ટ્સને મદદરુપ થવા માટે વિશેષ સાધન તૈયાર કર્યું છે. એવી હોસ્પિટલ્સ કે જ્યાં દર્દીઓની સંખ્યા વધારે હોવાને લીધે નર્સ દરેક દર્દી પર ધ્યાન ના આપી શકે ત્યાં દર્દી જાતે કુદરતી હાજતે જઈ શકે. દર્દીને બોટલ્સ ચડાવવામાં આવી રહી હોય તો પણ સરળતાથી તે દર્દી વોશરૂમ જઈ શકે કે હરીફરી શકે છે. એલ.જે. યુનિ.ના ઈન્ક્યુબેશન સેન્ટરની મદદથી તેણે આ પ્રોજેક્ટ બનાવ્યો છે.

આ સાધન કાર્ડિયોવસ્ક્યુલર ડિસીઝ, રેસ્પિરેટરી ડિસીઝ, ટયુબરક્યુલોસીસ, ટ્યુમર એન્ડ મેલિગ્નેન્ટ, ડાયજેસ્ટિવ રોગથી પીડાતા દર્દી માટે વધુ ઉપયોગી રહે છે. જેનાંથી દર્દી વોશરૂમ જવા ઇચ્છે ત્યારે કોઈની પર નિર્ભર થયા વિના ગ્લુકોઝની બોટલ સાથે રાખી નીડલને કાઢ્યા વિના વોશરૂમ જઈ શકશે.

હોસ્પિટલમાં ટ્રાયલ બેઝ પર ઉપયોગ થઇ રહ્યો છે
ઘણી વખત ગવર્નમેન્ટ હોસ્પિટલમાં જોવા મળે છે કે દર્દીઓની સંખ્યા વધારે હોવાને લીધે નર્સ બધા દર્દીઓ પર ધ્યાન નથી આપી શકતી. તેવી હોસ્પિટલ્સમાં આ પ્રકારનું ઈક્વિપમેનટ વધારે યૂઝફુલ રહી શકે છે. હાલ ટ્રાયલ બેઝ પર ઘણી હોસ્પિટલમાં આ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરાઇ રહ્યો છે. ત્યાંથી અમને પોઝિટિવ રિસ્પોન્સિસ પણ મળી રહ્યાં છે. શરૂઆતમાં જ્યારે આ ઇક્વિપમેન્ટ ડિઝાઈન કર્યું હતું ત્યારે તેમાં થોડી ખામીઓ જોવા મળી હતી. જેનું નિવારણ લાવીને હવે તેને નવી રીતે ડિઝાઈન કર્યું છે. જે પહેલા કરતા વધારે રેડી ટુ યૂઝ બની શક્યું છે.
{આયુષ ત્રિવેદી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો