તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધપ્રદર્શન:અમદાવાદમાં પરીક્ષાના પાંચ દિવસ અગાઉ માસ પ્રમોશનની માગ સાથે વિરોધ કરી રહેલા રિપીટર વિદ્યાર્થીઓની અટકાયત

અમદાવાદ2 મહિનો પહેલા
વિદ્યાર્થીઓ માસ પ્રમોશનની માગ સાથે અડગ.
  • વિદ્યાર્થીઓએ સમાનતાના ધોરણે રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે એવી માગ કરી

રાજ્યમાં ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે અને રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. આ પરીક્ષા આગામી 15 જુલાઈના રોજ યોજાવાની છે. ત્યારે પરીક્ષાના પાંચ દિવસ અગાઉ શહેરમાં ગાંધી આશ્રમ ખાતે એકઠા થઈને માસ પ્રમોશનની માગ કરતા રિપીટર વિદ્યાર્થીઓની રાણીપ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

રિપીટરોએ પણ માસ પ્રમોશનની માગ કરી
થોડા દિવસ અગાઉ રિપીટર વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં વિરોધ કર્યો હતો. ત્યારે પણ તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે ગાંધી આશ્રમ ખાતે રિપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનની માગ સાથે દેખાવો કર્યા હતા. તેમણે સમાનતાના ધોરણે રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે એવી માગ કરી હતી. વિરોધ દરમિયાન રાણિપ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ગાંધી આશ્રમથી તમામ વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા. પોલીસે કેટલાકની અટકાયત કરી હતી અને કેટલાકને રોડ પર જ દોડાવ્યા હતા.

ગાંધી આશ્રમ ખાતે અનેક વિદ્યાર્થીઓ એકઠા થયા હતા.
ગાંધી આશ્રમ ખાતે અનેક વિદ્યાર્થીઓ એકઠા થયા હતા.

અનેક વિદ્યાર્થીઓ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા
રિપીટર વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમને સમાનતાના ધોરણે માસ પ્રમોશન મળવું જોઈએ. માસ પ્રમોશન માટે જ અમે વિરોધ કરી રહ્યા છીએ. અત્યારે અમે ગાંધી આશ્રમ ખાતે ભેગા થયા હતા ત્યારે પોલીસે અમારી અટકાયત કરી છે. અન્ય વિદ્યાર્થીઓને પોલીસે ભગાડી દીધા છે. આજે ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા અને વધુ વિદ્યાર્થીઓ ત્યાં પહોંચી રહ્યા છે.

રાણિપ પોલીસે કેટલાક વિદ્યાર્થીઓને રોડ પર દોડાવ્યા.
રાણિપ પોલીસે કેટલાક વિદ્યાર્થીઓને રોડ પર દોડાવ્યા.

હાઈ કોર્ટમાં પરીક્ષા યોજવા સુનાવણી થઈ હતી
હાઇકોર્ટે આ બાબતની સુનાવણી દરમિયાન અરજદારની તમામ રજૂઆત સાંભળી હતી. કોર્ટે કહ્યું હતું કે રેગ્યુલર અને રિપીટર આ વિધાર્થીઓને સરખાવી ન શકાય, કારણ કે રેગ્યુલર વિદ્યાર્થીઓ શાળાના ઓનલાઈન લેક્ચર લઈને ભણ્યા છે, જેનો પુરાવો છે, એના આધારે તેમને માસ પ્રમોશન યોગ્ય છે, પરંતુ રિપીટર વિદ્યાર્થીઓ આ મહામારીમાં કેવી રીતે ભણ્યા અથવા ન પણ ભણ્યા હોય, એના આધારે તેમને પ્રમોશન આપવું યોગ્ય નથી. તેમણે તેમના કરિયરમાં 1 કે 2 વર્ષ ફેલ થવાને કારણે બગાડ્યા છે, તેથી હવે પરીક્ષાને લંબાવીને પણ તેમને જ નુકસાન છે. આ બાબતે અમે હાલ સરકારને કોઈ ટિપ્પણી કરતા નથી. તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે પણ અમે સલાહ આપીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...