આંદોલન:ગાંધીનગરમાં રજૂઆત માટે આવેલા 56 LRD ઉમેદવારોની અટકાયત

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભરતીમાં પુરુષો માટેની જગ્યા વધારાની માગ સાથે આવ્યા હતા

એલઆરડી ભરતીમાં ન્યાય મેળવવા મહિલાઓએ ગાંધીનગરમાં આંદોલન કર્યું હતું. જેનું પરિણામ પણ મળ્યું હતું ત્યારે પુરુષ ઉમેદવારો દ્વારા પણ મહિલાઓની જેમ બેઠકો વધારવાની માગ કરી રહ્યા છે. રવિવારે ન્યાય મેળવવા માટે ગાંધીનગર ઉમેદવારો આંદોલનમાં પહોંચ્યા હતા. પોલીસે 56 જેટલા ઉમેદવારોની જાહેરનામાના ભંગ બદલ અટકાયત કરી હતી.

રાજ્યનું પાટનગર હોવાના કારણે ગાંધીનગરમાં ન્યાય મેળવવા માટે રાજ્યભરના લોકો આંદોલન કરવા આવતા હોય છે. ત્યારે એલઆરડી ભરતીમાં પુરુષ ઉમેદવારોને અન્યાય થયો હોવાની માગને લઇને છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા ઉપર આંદોલન ચાલી રહ્યું છે. અગાઉ કોરોના કાળ પહેલાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં પણ ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. પરંતુ હજુ તેમની માગ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી નથી. એલઆરડી મહિલા ઉમેદવારની જેમ પુરુષ ઉમેદવાર દ્વારા ભરતીમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે ગાંધીનગર સેન્ટ્રલ વિંસ્ટા ગાર્ડન ખાતે ધરણા કરવા આવ્યા હતા.જોકે આંદોલન કરે તે પેહલા તેમની જાહેરનામા ભંગ બદલ અટકાયત કરવામાં આવી હતી.

ઉમેદવારોની માગ હતી કે, તેઓને પણ મહિલા ઉમેદવારની જેમ લાભ આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં મહિલા લોકરક્ષક દળની ભરતી મામલે મહિલાઓના આંદોલન બાદ સરકારે 1 ઓગસ્ટ, 2018ના રોજ મહિલા અનામત મામલે બહાર પાડેલો ઠરાવ હાઇકોર્ટે રદ કર્યો હતો. ઓપન કેટેગરીમાં જો એસટી, એસસી, ઓબીસી કેટેગરીની મહિલા મેરિટમાં આવતી હોય તો તેને ઓપન કેટેગરીમાં પણ સમાવેશ કરવો પડશે અને તેની સામે અનામત કેટેગરીમાં ફાળવેલી બેઠકોમાંથી એકપણ બેઠક ઘટાડી શકાશે નહીં. કોઈપણ કેટેગરીની મહિલા હોય તો તેને ઓપન કેટેગરીમાં મેરિટમાં આવતી હોય તો સમાવેશ કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...