અટકાયત:JEE-NEETનો વિરોધ કરતા 50 કોંગ્રેસીની અટકાયત

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે દેખાવ કરતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. - Divya Bhaskar
પોલીસે દેખાવ કરતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા ધો. 12 સાયન્સના વિદ્યાર્થી માટે જેઇઇ-નીટ લેવાનો નિર્ણય લીધો છે. આથી કોરોના સંક્રમણ વધશે તેવો ભય વ્યકત કરીને કોંગ્રેસે પરીક્ષ શુક્રવારે રાજ્યભરમાં દેખાવો કર્યા હતા.

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ, પ્રવકત્તા જયરાજસિંહ પરમાર સહિતના નેતાઓએ દેખાવો કર્યો હતો. આ દરમિયાન પોલીસે 50થી વધુ કાર્યકરોની અટકાયત કરાઈ હતી. પ્રદેશ પ્રમુખ ચાવડાએ કહ્યું હતું કે, સંક્રમણ ફેલાવવાને ધ્યાનમાં રાખીને નીટ-જેઇઇ મોકુફ રાખવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...