ઇન્કમટેક્સ રિટર્ન:રિટર્ન ફાઇલિંગ પહેલાં 10 પ્રકારના વ્યવહારોની વિગતો આપવી પડશે, પોર્ટલમાં જ તમામ વિગતો ભરી શકાશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રિટર્ન ફાઇલિંગ પહેલા 10 પ્રકારના વ્યવહારોની વિગતો આપવી પડશે

જો કોઇ કરદાતાએ 2021-22ના વર્ષમાં 10 પ્રકારના વ્યવહારો કર્યા હશે તો તેમણે 31 જુલાઈ પહેલા ઇન્કમટેક્સ રિટર્ન ભરી એવા વ્યવહારોની સંપૂર્ણ વિગત આપવી જરૂરી રહેશે.

રિટર્નમાં 10 પ્રકારના વ્યવહારો માગવામાં આવ્યા છે, જેમાં આવક રૂ.2.50 લાખથી વધારે હોય, ભારત બહાર મિલકતની ખરીદી, રૂ.10 લાખથી વધારે બેન્ક ડિપોઝિટ, રૂ.2 લાખનો વિદેશ પ્રવાસ, રૂ.1 લાખથી વધારે ઇલેક્ટ્રિસિટીનું બિલ, રૂ.60 લાખથી વધારેનું વેચાણ, સર્વિસ આપતા હોય અને રૂ.10 લાખથી વધારે આવક, રૂ.25 હજારથી વધારે ટીડીએસ કપાયો હોય, રૂ. 50 હજારથી વધારે ટીડીએસ કપાયો હોય, સેવિંગ બેન્ક એકાઉન્ટમાં રૂ.50 લાખથી વધારે ડિપોઝિટ હોય તો આવા કરદાતાઓએ ઇન્કમટેક્સ રિટર્ન 31 જુલાઈ પહેલા ભરવું જરૂરી છે. જો કોઈ કરદાતાએ રિટર્ન ભરવામાં ચૂક કરશે તો રૂ.1 હજાર સુધીની પેનલ્ટી સાથે રિટર્ન ફાઇલ કરવું પડી શકે છે.

સીબીટીડીએ દરેક કરદાતાને રિટર્ન ભરતા પહેલાં ઇન્કમટેક્સ પોર્ટલ પર દેખાતી ટ્રાન્જેક્શન ઇન્ફોર્મેશન, એન્યુઅલ ઇન્ફેર્મેશન સિસ્ટમ અને ટીડીએસની સરખામણી કરવી તેમ જ જરૂરી વ્યવહારો બતાવી ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...