તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરક્ષા સામે સવાલ:અમદાવાદમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં લોકો યુનિવર્સિટીની દિવાલો કુદીને L.D. કોલેજના મતગણતરી કેન્દ્ર સુધી પહોંચ્યા

અમદાવાદ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
સુરક્ષામાં ચૂક સામે આવી, લોકો યુનિવર્સિટીની દિવાલો કુદીને મતગણતરી કેન્દ્રમાં પહોંચ્યા - Divya Bhaskar
સુરક્ષામાં ચૂક સામે આવી, લોકો યુનિવર્સિટીની દિવાલો કુદીને મતગણતરી કેન્દ્રમાં પહોંચ્યા
 • પોલીસે બેરિકેડ ગોઠવ્યા હોવા છતાં લોકો મત ગણતરી કેન્દ્ર સુધી પહોંચી ગયાં
 • પોલીસે સવારથી જ રસ્તાઓ પર ભેગા થયેલા લોકોને હટાવવાનું શરુ કર્યું હતું તે છતાંય લોકોએ રસ્તો શોધી લીધો

રાજ્યમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામો સવારથી આવી રહ્યાં છે. ત્યારે શહેરમાં L.D. કોલેજ અને ગુજરાત કોલેજમાં મત ગણતરી હાથ ધરવામાં આવી છે. આ બંને કોલેજના આસપાસના વિસ્તારોમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવા છતાં સુરક્ષામાં મોટી ચૂક થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોતાના ઉમેદવારના સમર્થનમાં આવેલા લોકો યુનિવર્સિટીની દિવાલો કુદીને મત ગણતરી કેન્દ્ર સુધી પહોંચી ગયાં છે. ઉમેદવારોના સમર્થકો અને પક્ષના કાર્યકર્તાઓને પણ મતગણતરી જાણવામાં રસ હોય તેમ લોકો સવારથી મતગણતરી કેન્દ્ર પાસે આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

સવારથી એલ.ડી કોલેજ પાસે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે
સવારથી એલ.ડી કોલેજ પાસે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે

બેરિકેડિંગ કરીને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો
ગુજરાત યુનિવર્સિટીથી પોલીસ સ્ટેશન જતો માર્ગ બેરિકેડિંગ કરીને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ માર્ગ પર ચાલીને આવનારા લોકોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટી આસપાસનાં લારીગલ્લા પણ બંધ કરાવવામાં આવ્યાં છે. 2 નંબરના ગેટથી પ્રવેશ મેળવનારા તમામ ઉમેદવાર અને તેમના એજન્ટોના મોબાઈલ ફોન અને તમામ પ્રકારનાં ઈલેક્ટ્રિક ઉપકરણો બહાર મૂકવામાં આવી રહ્યાં છે. ટૂંક જ સમયમાં મતગણતરી પણ શરૂ થશે. ભાજપના ખાનપુર ખાતેના કાર્યાલય ખાતે મતગણતરીની શરૂઆત સમયે ઠંડો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ભાજપે કાર્યાલય ખાતે સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા ગોઠવી રાખી છે, જેથી સારાં પરિણામથી કાર્યાલય બહાર ઉજવણી થઈ શકે. હાલ કોઈ નેતા કાર્યાલય પર હાજર નથી. એ ઉપરાંત કાર્યાલય પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

બેરિકેડ લગાવ્યા હોવા છતાં લોકો દિવાલો કૂદયાં
બેરિકેડ લગાવ્યા હોવા છતાં લોકો દિવાલો કૂદયાં

પરિણામ અપડેટ જોવા માટે LED સ્ક્રીન લગાવવામાં આવી
મતગણતરી કેન્દ્ર પર અલગ પોલીસ કંટ્રોલરૂમ, સીસીટીવી કંટ્રોલરૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ, મતગણતરી એજન્ટ પ્રતીક્ષા માટે અલગ ટેન્ટ, પાર્ટી એજન્ટ સીસીટીવી રૂમ, લોકરરૂમ, હેલ્પડેસ્ક,ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ વગેરે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કોરોનાની ગાઈડલાઈન્સ લઈ માસ્ક અને સેનિટાઈઝરની વ્યવસ્થા પણ કરાઈ છે. બંને મતગણતરી કેન્દ્ર પર 60થી વધુ સીસીટીવી કેમેરા મારફત નજર રાખવામાં આવશે. બહાર ઉમેદવાર અને એજન્ટો મતનું પરિણામ અને અપડેટ જોઈ શકે એના માટે એક મોટી LED સ્ક્રીન પણ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે લગાવવામાં આવી છે.

સવારે મતગણતરી કેન્દ્રમાં જતા એજન્ટો અટવાઈ ગયાં હતાં
સવારે મતગણતરી કેન્દ્રમાં જતા એજન્ટો અટવાઈ ગયાં હતાં

ક્યાં વોર્ડની ગણતરી ક્યાં થાય છે
એલ.ડી. કોલેજ -
થલતેજ, મકતમપુરા, ઇન્દ્રપુરી, વસ્ત્રાલ, રામોલ - હાથીજણ, સરદારનગર, કુબેરનગર, નરોડા, દરિયાપુર, ખાડિયા, જમાલપુર, સૈજપુર બોઘા, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર, બહેરામપુરા , લંભા, વટવા, પાલડી, વાસણા, નવરંગપુરા, બાપુનગર, સરસપુર -રખિયાલ, ગોમતીપુર
ગુજરાત કોલેજ
ક્યાં વોર્ડ - સાબરમતી, ચાંદખેડા, રાણીપ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, દાણીલીમડા, જોધપુર, ઇસનપુર, મણિનગર, વેજલપુર, સરખેજ, નવા વાડજ, નારણપુરા, સ્ટેડિયમ, અમરાઈવાળી, ભાઈપુરા - હાટકેશ્વર, ખોખરા, નિકોલ, વિરાટ નગર, ઓઢવ, શાહપુર, શાહીબાગ, અસારવા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો