તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અર્થતંત્ર પર લોકડાઉન ન લગાવવાની અસર:બીજી લહેર છતાં 5 મહિનામાં ગુજરાતમાં સ્ટેટ GST આવકમાં 6 હજાર કરોડનો વધારો

અમદાવાદ7 દિવસ પહેલાલેખક: કેતન રાજપૂત
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દેશમાં સતત 8મા મહિને GST કલેક્શન 1 લાખ કરોડને પાર
  • એપ્રિલ 2021થી 27% ઓછું, મે 2020થી 65% વધુ
  • એપ્રિલ 2021માં 1.41 લાખ કરોડ રૂપિયાની વસૂલાત થઈ હતી
  • સૌથી વધુ કલેક્શન કેમિકલ સેક્ટરમાં; ટેક્ષ્ટાઈલ, સોફ્ટ ડ્રિન્ક્સ અને ઇલેક્ટ્રો. ગુડ્સમાં કમાણી ઘટી

દેશમાં કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે અર્થતંત્રનું સ્વાસ્થ્ય સારું રહ્યું. જીએસટી કલેક્શન તેનો સંકેત આપે છે. મેમાં સતત આઠમાં મહિને જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૂપિયા(1,02,709 કરોડ)થી વધારે રહ્યું. જોકે તે ચાલુ વર્ષના એપ્રિલના 1.41 લાખ કરોડ રૂપિયાના કલેક્શનની તુલનાએ આશરે 27% ઓછું રહ્યું. પણ મે 2020ની તુલનાએ તે 65% વધુ છે. તેનું સૌથી મોટું કારણ નેશનલ લૉકડાઉન ન લગાવવું રહ્યું.

ગુજરાતમાં એપ્રિલમાં 4 કરોડનું કલેક્શન
ગુજરાતની વાત કરીએ તો સ્ટેટ જીએસટીના આંકડા પણ સારાં રહ્યાં છે. જાન્યુઆરીથી મેના 5 મહિનામાં ગુજરાત સ્ટેટ જીએસટીને 17,357 કરોડ રૂપિયાની આવક થઈ છે. જે 2020ના આ મહિનાઓની તુલનાએ 6 હજાર 166 કરોડ વધુ છે. એપ્રિલમાં જ્યારે કોરોના તેની ચરમસીમાએ હતું તે દરમિયાન 4 હજાર કરોડનું કલેક્શન થયું જે રેકોર્ડબ્રેક હતું. સ્ટેટ જીએસટી અધિકારીઓ કહે છે કે તેના ત્રણ મુખ્ય કારણો રહ્યાં છે. પ્રથમ- લૉકડાઉન લાગુ ન કરવું. બીજું - આયાત બંધ થવા છતાં લોકલ ડિમાન્ડ વધી અને ત્રીજું - કેટલાક પોલિસી નિર્ણય.

સ્ટેટ જીએસટીની સૌથી વધારે આવક એપ્રિલ માસમાં (કરોડમાં)

માસ20202021
જાન્યુઆરી3131.723413.8
ફેબ્રુઆરી3209.13516.21
માર્ચ2839.783518.73
એપ્રિલ492.924272.06
મે1518.542637.18
ટોટલ11,191.9617,357.98

આયાત બંધ થવાની સાથે લોકલ ડિમાન્ડમાં વધારો થયો

સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટના પ્રયાસોના કારણે ટેકસની રકમ રૂ. 4 હજાર કરોડને પાર થઇ તેની પાછળ સરકારની નવી ઔદ્યોગિક પોલિસી કામ કરી ગઇ છે. આ ઉપરાંત કર્મચારીઓની અથાગ મહેનતના કારણે જીએસટી કરચોરી પકડીને રાજ્યની તિજોરીમાં જમા કરાવી છે. ડિપાર્ટમેન્ટ દ્વારા કરદાતાઓને કમ્પલાઇન્સ કરાવવામાં સફળતા મળી છે. જેના કારણે રાજ્યમાં 90 ટકા રિટર્ન ફાઇલ થવા લાગ્યા છે. આ ઉપરાંત કરચોરી કરતા લોકો સામે પગલાં લેવામાં આવ્યાં અને તેમની પાસેથી ટેકસની રકમ દંડ અને વ્યાજ સાથે વસૂલવામાં આવી છે. > જે.પી. ગુપ્તા, કમિશનર સ્ટેટ જીએસટી

કુલ 11 સેક્ટરમાંથી 8 સેક્ટરની આવક વધી

સેકટર20202021
એન્જિનિયરિંંગ ગુડસ62108
આયર્ન, સ્ટીલ108122
સર્વિસ ઓફ ઓલ કાઇન્ડ70162
ઓટોમોબાઇલ7882
કેમિકલ128192
સિમેન્ટ અને ઉત્પાદન78.0092.00
ટેક્ષ્ટાઈલ3222
ઇન્સ્યોરન્સ4872
ફાર્મા80142
સોફ્ટ ડ્રિન્ક્સ1812
ઇલેક્ટ્રોનિકસ ગુડ્સ9842

GST લાગુ થયા પછી પહેલીવાર એપ્રિલમાં 4 હજાર કરોડનું કલેક્શન
રાજ્યમાં જીએસટી કલેકશન ગત વર્ષ કરતાં રૂ. 6 હજાર કરોડનો વધારો થયો છે. ગત વર્ષે જાન્યુ., ફેબ્રુ., માર્ચ, એપ્રિલ અને મે માસનું જીએસટી કલેકશન રૂ. 11,191 કરોડ થઇ હતી. 2021માં જાન્યુ.થી મે માસ દરમિયાન રૂ. 17,357 કરોડ આવક થઇ હતી. જેમાં સૌથી વધારે આવક એપ્રિલ માસમાં રૂ. 4272 કરોડની થઇ છે. જીએસટી લાગુ થયા બાદ પહેલીવાર એપ્રિલમાં 4 હજાર કરોડનું કલેક્શન થયું છે.

​​​​​​​દેશમાં GST...

62,009 કરોડ રૂપિયા કલેક્શન થયું હતું મે 2020માં 1.41 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું એપ્રિલ 2021માં 1,02,709 કરોડ રૂપિયા કલેક્શન થયું મે 2021માં એટલે કે એપ્રિલ 2021ની તુલનાએ 27% ઓછું રહ્યું. કારણ બીજી લહેરનું કેર રહ્યું.

દેશમાં 1 મેથી 4 જૂન સુધીનું જીએસટી કલેક્શન

સીજીએસટી17,592
એસજીએસટી22,653
આઈજીએસટી53,199
સેસ9265
કુલ1,02,709