તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેન્કર રાજ:અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટેન્કરથી પાણી આપવા 23.50 લાખનો ખર્ચ મંજુર છતાં પાણીનો કકળાટ શરૂ થયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • પશ્ચિમ વિસ્તારમાં મીટરથી પાણી આપવાના બણગા ફૂંકતું તંત્ર પૂર્વ વિસ્તારને ટેન્કરથી પાણી આપવા ટેન્ડર બહાર પાડે છે

અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનાથી વરસાદ આવ્યો નથી. વરસાદ ખેંચાતાની સાથે જ પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી પુરતા પ્રેસરથી મળતુ ના હોવાથી સ્થાનિક રહીશોને પીવાનુ પાણી મેળવવા ભર ચોમાસે કકળાટ કરવો પડી રહ્યો છે. હવે પૂર્વ વિસ્તારના વિકાસ માટે AMC દ્વારા 100થી વધુ વિકાસ કામો માટેના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યાં છે. જેમાં પાણીના ટેન્કર માટેનો દર્શાવવામાં આવેલો 23.50 લાખનો ખર્ચ ઉડીને આંખે વળગે એવો છે. શહેરમાં તંત્ર દ્વારા એક વિસ્તારને ગોળ અને બીજા વિસ્તારને ખોળ આપવા જેવો વહિવટ કરવામાં આવી રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં મીટરથી પાણી આપવાના બણગા ફૂંકાય છે. બીજી બાજુ પૂર્વ વિસ્તારમાં હજી ટેન્કર રાજ ચાલી રહ્યું છે.

ઉત્તર ઝોનમાં પણ પાણીના પોકાર
પૂર્વ ઝોનના ત્રિકમપુરા ગામમાં પાણી માટે બોરનો આધાર રાખવો પડે છે.આ બોરના પાણીનું લેવલ નીચે ઉતરી ગયુ હોવાથી મોટરથી પાણી ખેંચી શકાતુ નથી. ઉત્તરઝોનમાં કુબેરનગર વોર્ડમાં આવેલા શ્યામનગર ઉપરાંત શુભમનગર, ભુરાખાનની ચાલી, પ્રભાત કોલોની ઉપરાંત સાવધાન નગર,પુષ્પાનગર તેમજ અમરાજીનગરની ગલી નંબર-એકથી પાંચ સહીત પરિહારનગરમાં રહેતા લોકોને પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે.સ્થાનિક કોર્પોરેટર નિકુલ તોમરની મળેલી પ્રતિક્રીયા પ્રમાણે,આ પ્રશ્ને અનેક વખત તંત્ર અને મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં પણ મેયર સમક્ષ રજુઆત કરવામાં આવી હોવા છતાં લોકોને પીવાનુ પાણી મળતુ નથી.

અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં પાણીની ટેન્કરો માટેનું ટેન્ડર બહાર પડાયું ( ફાઈલ ફોટો)
અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં પાણીની ટેન્કરો માટેનું ટેન્ડર બહાર પડાયું ( ફાઈલ ફોટો)

પાણીની ટાંકીઓ સાફ કરવા 19 લાખ ખર્ચાશે
અમદાવાદના પૂર્વના તમામ વિસ્તારોમાં હાલમાં ટેન્કરરાજ ચાલી રહ્યું છે. મ્યુનિસિપાલિટીના અધિકારીઓના અણધડ આયોજનને કારણે શહેરીજનો પર ખોટા ખર્ચનો બોજ નાંખવામાં આવી રહ્યો છે. ટેન્કરોના ખર્ચ સહિત હવે પાણીની ટાંકીઓની સફાઈ માટે પણ AMC દ્વારા 19 લાખનો ખર્ચ કરવામાં આવનાર છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીને કારણે લોકડાઉનની સ્થિતિમાં શ્રમિકોના અભાવને કારણે કામગીરી અટકી પડી હતી. પરંતુ AMC દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડરથી હવે લોકોને સુવિધાઓ લક્ષી પ્રશ્ન હલ થાય તેવી આશા જાગી છે. અમદાવાદ શહેરમાં પાણી માટે ઉનાળામાં ટેન્કરોની માગ 4 ગણી વધી જાય છે. અમદાવાદના 25 વોટર પ્લાન્ટમાંથી ટેન્કર દ્વારા સમગ્ર અમદાવાદ શહેરમાં પાણી સ્પલાય થાય છે. સમગ્ર અમદાવાદમાં દરરોજ 500 ટેન્કર 5 હજારથી પણ વધારે ફેરા મારે છે.

પાણીની ટાંકીનો સફાઈ ખર્ચ

વિસ્તારખર્ચ ( લાખમાં)
ઓઢવ વોર્ડ4.55
ઓઢવ4.55
ઓઢવ ટીપી2.94
નિકોલ4.99
હાથીજણ1.95
કુલ18.98

​​​​

AMCના 2014ના બજેટમાં વોટર મીટર લાવવા યોજના હતી
2014ના બજેટમાં પણ શહેરના નાગરિકો દ્વારા કરાતા પાણીના વપરાશ મુજબ ચાર્જ વસૂલવા કરવા વોટર મીટર મૂકવાની દરખાસ્ત કરાઈ હતી. ત્યાર બાદ 2019ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ સમગ્ર શહેરમાં પાણીના મીટર લગાવવાનો નિર્ણય લેવાયો હતો. તે ઉપરાંત AMCમાં બજેટ દરખાસ્તમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ મિલકતમાં પાણીના વપરાશ મુજબ રેટ નક્કી કરી ચાર્જ વસૂલવાનો હતો. આ યોજના માટે 4500 મીટરની ખરીદી પણ કરી લેવાઈ હતી. 1 જાન્યુઆરી 2020ના રોજ શહેરના જોધપુર વોર્ડમાં પાણીના મીટર નાંખવાના હતાં. જોધપુરમાં કેટલીક સોસાયટીઓમાં મીટર નાંખવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ આ પ્રોજેક્ટ હજી માત્ર કાગળ પર જ રહી ગયો છે.

ટેન્કર વિતરણ માટેનો ખર્ચ

વિસ્તારખર્ચ ( લાખમાં)
રાજપુર1.99
રખીયાલ4.9
વસ્ત્રાલ1.75
રામોલ4.9
નિકોલ4.99
વિરાટનગર4.99
કુલ23.52
અન્ય સમાચારો પણ છે...