વિપક્ષનો આરોપ:AMCની આર્થિક પરિસ્થિતિ નબળી છતાં ચૂંટણીને ધ્યાનમાં રાખી કરોડો રૂપિયાના કામો બતાવવા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવાઈ રહ્યો છે

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ નબળી છે. કરોડો રૂપિયાના કામો માટે કોન્ટ્રાક્ટરને ચૂકવવા માટે પૈસા નથી અને સરકાર પાસેથી લોન લેવામાં આવી રહી છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના સત્તા દિવસો ચૂંટણીને ધ્યાનમાં રાખી અને પોતાના વિકાસના કામો બતાવવા માટે પ્રજાના કરોડો રૂપિયા વધુ આપી કોન્ટ્રાક્ટરને કામ આપી રહ્યાં છે.

વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રમાં રોડ એન્ડ બિલ્ડીંગના કામોમાં અંદાજિત ભાવ કરતા કોન્ટ્રાક્ટરોને વધુ ભાવ આપી અને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે. એક તરફ કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ છે. છતાં કોન્ટ્રાક્ટર અને કરોડો રૂપિયાનો ફાયદો કરાવવાની દરખાસ્તો લાવવામાં આવી છે. જેના પર ફેરવિચારણા કરી પારદર્શિતા લાવવા માટે માગ કરી છે.

સોમવારે મળનારી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રેલ્વે ઓવરબ્રિજ, સિનિયર સિટીઝન પાર્ક, રોડ રિસરફેસ, તળાવ ડેવલપમેન્ટ, જીમનેશિયમ કોમ્યુનિટી હોલ જેવા કામોની દરખાસ્ત લાવવામાં આવી છે. જેમાં 11 જેટલા કામોમાં કોન્ટ્રાક્ટરોને અંદાજિત ભાવ રૂ. 260 કરોડ કરતા વધુ ભાવ આપી રૂ. 303 કરોડમાં કામ સોંપવા માટેની દરખાસ્ત મુકવામાં આવી છે. 11 કોન્ટ્રાકટરોને રૂ. 42 કરોડ જેટલો વધારો આપવાની દરખાસ્ત છે.

કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ નબળી છે અને બીટયુમીનના ભાવ વધારો તથા આરબીઆઇની ભાવ તફાવત તેમજ એસઓઆરના નામે કોન્ટ્રાક્ટરોને કરોડોનો વધારો કરવામા આવે છે. ખરેખર તો પ્રજાના ટેક્સના પૈસાનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઇએ તેવી કોંગ્રેસે માંગ કરી છે

દક્ષિણ પશ્ચિમ ઝોનમાં રેલવે ઓવર બ્રિજ માટે 80 કરોડ ચૂકવાશે

ઝોનકામની વિગતકોન્ટ્રાક્ટરઅંદાજિત ભાવઅપાયેલ ભાવતફાવત
રામોલસિનિયર સિટીઝન પાર્કએન.વી. કન્સ્ટ્રક્શન1.40 કરોડ1.44 કરોડ2.96%
પશ્વિમરોડ રિસરફેસએપેક્સ પ્રોટેક LLP21.84 કરોડ24 કરોડ9.71%
દક્ષિણરોડ રિસરફેસદીશા કન્સ્ટ્રક્શન7 કરોડ9.58 કરોડ26.50%
દ.પશ્વિમરેલવે ઓવરબ્રિજચેતન કન્સ્ટ્રક્શન55.51 કરોડ66.67 કરોડ16.85%
દ.પશ્વિમરેલવે ઓવરબ્રિજઆશિષ બ્રિજકોન69.31 કરોડ80.63 કરોડ14.04%
ઉ.પશ્વિમરેલવે ઓવરબ્રિજઅનંતા પ્રોકોન66.62 કરોડ74.15 કરોડ10.17%
દ.પશ્વિમશકરી તળાવ ડેવલપમેન્ટસંકલ્પ ઈન્ફ્રાકોન12.95 કરોડ15.09 કરોડ14.20%
પશ્વિમહેન્ડલેઈંગ પેચવર્કરોલર સેન્ટર97.63 લાખ1.14 કરોડ14.40%
દ.પશ્વિમજિમ્નેશિયમરતી એન્જિનિયર7.55 કરોડ10.76 કરોડ29.80%
દ.પશ્વિમકોમ્યુનિટી હોલશ્રીજી કન્સ્ટ્રક્શન11.43 કરોડ13.06 કરોડ12.60%
દ.પશ્વિમકોમ્યુનિટી હોલયમુનેશ કન્સ્ટ્રક્શન5.81 કરોડ6.54 કરોડ11.21%

દરેક કામની અંદાજિત રકમ 10થી 30 ટકા સુધી વધારી દેવાઈ
મ્યુનિ. વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો છે કે, શાસકોએ એકબાજુ માનીતા કોન્ટ્રાક્ટરોને 11 કામની લ્હાણી કરી છે. જેમાં દરેક કામની અંદાજિત નક્કી થયેલી રકમમાં 10 ટકાથી લઈને 30 ટકા સુધીનો વધારો આપ્યો છે જેનો વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં રેલવે ઓવર બ્રિજ બનાવવા પાછળ જ રૂ.220 કરોડ કરતાં વધારે ખર્ચ થવાનો અંદાજ છે. જ્યારે સૌથી ઓછો ખર્ચો સિનિયર સિટીઝન પાર્ક બનાવવા પાછળ કરવામાં આવશે. જ્યારે જિમ્નેશિયમ પાછળ રૂ.10.76 કરોડ અને કોમ્યુનિટી હોલ પાછળ રૂ.17 કરોડ જેટલો ખર્ચ થવાનો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...