તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આળસુ અધિકારીઓની લાપરવાહી:લેન્ડ ગ્રેબિંગ કમિટીના આદેશ છતાં 8 હજાર વાર જમીન ખાલી થતી નથી, સરખેજની જમીન મુદ્દે અધિકારીઓના પેટનું પાણી હલતું નથી!

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ગેરકાયદે કબજો કરી દુકાનો બનાવી ભાડે આપી દેવાઈ છે

સરખેજ રેલવે ક્રોસિંગ પાસે લગભગ 8 હજાર વાર જેટલી જમીન ઉપર સ્થાનિકોએ કબજો કરી દુકાનો પાડી આગળના ભાગે ગેરકાયદે બાંધકામ ઊભું કર્યું હતું. આ બાબતે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ જમીનના મૂળ માલિકે કમિટીને ફરિયાદ કરી હતી. લેન્ડ ગ્રેબિંગ કમિટીએ મ્યુનિ.ને જમીન પરના ગેરકાયદે બાંધકામને દૂર કરવા આદેશ કર્યો હતો. તેમ છતા અધિકારીઓના પેટનું પાણી હલ્યું નથી. બોપલ ઈન્ડિયા કોલોની પાસે રહેતા પ્રણવ હરિશકુમાર શેઠની સરખેજ મોજે-ઓકાફ હદમાં આવેલી 1973થી માલિકીની જમીન ઉપર 12 વર્ષ પહેલાથી અહેમદ અલ્લારખાભાઈ પટેલે કબજો કર્યો હતો. જમીનના મૂળ માલિક છેલ્લા ચાર વર્ષથી કલેક્ટર કચેરી અને મ્યુનિ.ની ઓફિસ વચ્ચે ધક્કા ખાઈ રહ્યા હતા.

જમીનના મૂળ માલિક પ્રણવ હરિશકુમાર શેઠે જમીનનો કબજો મેળવવા લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ ચાર મહિના પહેલા ફરિયાદ કરી હતી. આ કમિટીએ તપાસ કરી ગેરકાયદે બાંધકામને દૂર કરવા અંગે મ્યુનિ. કમિશનર અને ડે.કમિશનરને ઉદ્દેશીને જમીન ખાલી કરાવવા ભલામણ કરી હતી. મ્યુનિ.ના અધિકારીઓ હજુ ગેરકાયદે મિલકતને દૂર પણ કરી નથી કે સીલ પણ માર્યુ નથી. ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ આ મુદ્દે ભારે હોબાળો થયો હતો. સ્ટેન્ડિંગ કમિટીમાં મ્યુનિસિપલ કમિશનર અથવા ડેપ્યુટિ મ્યુનિ. કમિશનર આ બાબતની કોઈ સ્પષ્ટતા આપી શક્યા ન હતા.

અશાંત ધારા હેઠળ પણ ફરિયાદ થઈ હતી
આ જમીન બાબતની અશાંત ધારા હેઠળ પણ ફરિયાદ થઈ હતી. જેમાં કોર્ટે વેજલપુર મામલતદારને જમીન પરનું ગેરકાયદે દબાણ દૂર કરવા આદેશ કર્યો હતો. મૂળ ખેતીની આ જમીનમાં દુકાનો બનાવી કબજેદારે ભાડે આપી છે.

અન્ય સમાચારો પણ છે...