અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો ઉભા થઈ ગયા છે.એસ્ટેટ વિભાગના અધિકારીઓની રહેમનજર હેઠળ ઉભા થઇ ગયેલા દબાણને તોડવા માટે સુચના આપ્યા બાદ પણ તેને તોડવામાં આવતા નથી. ઇમ્પેક્ટ ફીના કાયદા બાદ પણ ગેરકાયદેસર બાંધકામો હજી યથાવત છે, ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનરની રીવ્યુ બેઠકમાં કમિશનરે એસ્ટેટ વિભાગના અધિકારીઓને આડેહાથ લીધા હતા.
ગેરકાયદે બાંધકામ સામે તાત્કાલિક કાર્યવાહી કરો
આ બાબતે મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને ટકોર સાથે જણાવ્યું હતું કે, શહેરમાં ઉભા થયેલા ગેરકાયદેસર બાંધકામો તોડવા મામલે અગાઉ સૂચના આપવામાં આવી છે, છતાં પણ અમલ થતો નથી. જ્યાં પણ ગેરકાયદેસર બાંધકામે ઊભા થઈ જાય છે અને ત્યારબાદ તમે તેને પોલીસ પ્રોટેકશન માંગો છો, જે યોગ્ય નથી. જ્યારે પણ ગેરકાયદેસર બાંધકામ થઈ જતું હોય તો તાત્કાલિક તેની સામે કાર્યવાહી કરો.
ટેક્સ રિકવરી તેમજ સીલિંગ ઝૂંબેશની પણ ચર્ચા
કમિશનર રિવ્યુ બેઠકમાં છેલ્લા એક મહિનાથી જે ટેક્સ વિભાગની ટેક્સ રિકવરી તેમજ સીલિંગ ઝૂંબેશની પણ ચર્ચા કરવામાં આવી હતી. ટેક્સ વિભાગ દ્વારા બાકી ટેક્સ ધારકો પાસેથી રિકવરી કરવામાં આવી રહી છે અને સીલીંગ ઝુંબેશની પણ કાર્યવાહી કરવામાં આવે છે. ટેક્સ વિભાગે કરોડો રૂપિયાની રિકવરી કરી આ કોઈ સિદ્ધિ નથી તેમ કમિશનરે સંભળાવી દીધું હતું. કારણ કે, જુના બાકી ટેક્સધારકો માટે 100 ટકા વ્યાજમાફીની સ્કીમ અત્યારે ચાલુ છે, જેના કારણે લોકો ટેક્સ ભરી રહ્યા છે.
કામગીરીમાં ધ્યાન આપવા અધિકારીઓને ટકોર
ત્ર જુના જ નહીં પરંતુ ચાલુ વર્ષે જે ટેક્સ ભરવાનો હોય છે તેમાં 90 ટકા ટેક્સ રીકવરી થાય તો કહી શકાય કે ટેક્સ વિભાગની કામગીરી યોગ્ય રીતે થઈ છે. જેથી ટેક્સ વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તેમ લોકો ટેક્સ ભરવા જાગૃત થાય તેમ કામગીરી કરવી. શહેરમાં અનેક જગ્યાએ રોડ ઉપર કેચપીટ અને મેઈન હોલ આવેલા હોય છે. તે કેટલીક જગ્યાએ સરખા હોતા નથી. કેટલીક જગ્યાએ તૂટેલા જોવા મળે છે. દરેક અધિકારીને રાઉન્ડ લઇ અને તેના ઝોન કે વોર્ડમાં જ્યાં પણ મેઇન હોલકે કેચપિત તૂટેલી હોય તો તેને બદલી દેવા માટે સૂચના આપવામાં આવી હોવા છતાં પણ હજી તેનો પૂરો અમલ થતો જોવા મળતો નથી. જેથી આ બાબતે ધ્યાન આપવા અધિકારીઓને ટકોર કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.